________________
વદી ૮] રાજકોટ–ચાતુર્માસ
[ ૬૦૭ કાયરતાપૂર્ણ વાત સાંભળવાને માટે પણ તૈયાર નહિ હોય. જે સાચે વીર હશે તે આડીઅવળી વાત પર ધ્યાન પણ નહિ આપે. તેના મનમાં એક જ ધૂન હોય છે, તે પાતામિ વા કાર્ય સાથifમ અર્થાત્ કાં તે મરી જાઉં અથવા કામ પૂરું કરી આવું. સાધુઓ પણ આવા જ ધર્મવીર હોય છે. સાધુઓ સાધુતાને સ્વીકાર કરી એમ વિચાર કરતા નથી કે “કદાચિત સાધુતાનું પાલન થઈ ન શકે અને સંસારમાં જવું પડે તે તે વખતે સંસારમાં કેવી રીતે ભરણપોષણ થશે? એટલા માટે જંત્ર મંત્ર શીખી લેવા અને જોતિષ જાણી લેવું જેથી સંસારમાં ભરણપોષણ તે થઈ શકે.” સાચા સાધુઓને આ વિચાર પેદા થતું જ નથી, તેઓ તે ઝાઝામરામવિમુ અર્થાત-જીવનની આશા અને મરણને ભય પણ રાખતા નથી. તેઓ તે સાધુતામાં જ મસ્ત રહે છે અને કર્મશત્રુઓને જીતવામાં જ પ્રયત્નશીલ રહે છે.
અનાથી મુનિ પણ ઉગ્ર હતા. જેમને માતાપિતા, ભાઈબહેન, પત્ની વગેરે પરિવાર જન હય, જેમની પાસે વિપુલ ધનસંપત્તિ હોય અને જે મરણ પથારીએથી ઉઠયો હોય તેની ઈચ્છા કઈ હોય? એવી દશામાં ભોગપભોગ કરવાની ઈચ્છા કેની ન હોય? કદાચિત સાધુ બનવાને કોઈ પ્રસંગ પણ તેની સામે આવે તે પણ એકવાર એવો વિચાર તે આવી શકે કે, હજી એક બે વર્ષ તે મોજમઝા માણી લઉં, પછી સાધુ થવા વિષે જોવાઈ જશે. પણ અનાથી મુનિ એવા ઉગ્ર હતા કે તેમણે શરીરનો રોગ શાન્ત થતાં જ પોતાના પરિવારજનોને એમ કહ્યું કે, હવે મને દીક્ષા અંગીકાર કરવાની આજ્ઞા આપે, અને કુટુંબીજનેની આજ્ઞા લઈ તેમણે દીક્ષા પણ લઈ લીધી. અનાથી મુનિ એવા ઉગ્ર હતા. ધનસંપત્તિ અને પરિવારને આ પ્રમાણે ત્યાગ કરી દેવો અને પછી તે તરફ જેવું પણ નહિ એ શું ઓછી વીરતા છે?
ઉગ્ર સાધુનું લક્ષણ શું છે ? એ બતાવવા માટે કહ્યું છે કે, અનાથી મુનિ ઈન્દ્રિયોને જીતનાર હતા. ઈન્દ્રિયો અને નેઈન્દ્રિય-મનને પિતાના વશમાં રાખનાર હતા, ઉદ્મપુરુષ જ ઇન્દ્રિયને વશ થતો નથી. ઇન્દ્રિયને પિતાના વશમાં રાખનાર જ દાન્ત છે. અનાથી મુનિ દાન્ત હતા.
ક્ષત્રિયોને હાથની ઉપમા આપવામાં આવી છે. આખા શરીરને સ્પર્શ કરી શકે અને આખા શરીરને તપાસી શકે એ સુવિધા માત્ર હાથને જ પ્રાપ્ત થએલ છે અને હાથ જ એ યોગ્યતા ધરાવે છે. શરીરનું પાલન કરનાર પણ હાથ જ છે. કમાણીની દષ્ટિએ તથા ખાવાપીવાનું કાર્ય કરવાની દષ્ટિએ હાથ જ શરીરનું પાલન કરે છે. લખવું, વાંચવું કે બીજું કોઈ કામ કરવું એ હાથ દ્વારા જ બની શકે છે. જે હાથ ન હોય તે કાંઈ કામ થઈ શકતું નથી. હાથ શરીરના કોઈપણ ભાગની ઘણું કરતું નથી. તે મુખને પણ સાફ કરે છે અને પગને પણ સાફ કરે . ક્ષત્રિયને માટે પણ હાથની ઉપમા આપવામાં આપી છે. ક્ષત્રિયો પણ બધાનું પાલન કરે છે અને કેઈની ઘણુ કરતા નથી. તેઓ બ્રાહ્મણોનું પણું પાલન કરે છે અને ભંગીઓનું પણ પાલન કરે છે. તેઓ બધાની તપાસ રાખે છે. જે પ્રમાણે હાથ આખા શરીરને પિતાના વશમાં રાખે છે તે જ પ્રમાણે ક્ષત્રિય પણ બધાને પિતાના વશમાં રાખે છે, વીરતા ક્ષત્રિયોમાં હોય છે.