________________
૬૦૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસે.
આ કથનની પુષ્ટિ માટે હું શાસ્ત્રનું પણ પ્રમાણ આપું . હું મારા કથનને પ્રમાણભૂત કહેતા નથી પરંતુ શાસ્ત્રના વચનને પ્રમાણભૂત કહું છું. મારા જે કથનની પુષ્ટિ શાસ્ત્રના પ્રમાણથી થઈ શકે તેને તે ઠીક માનો અને જેની પુષ્ટિ થઈ ન શકે તેને ઠીક ન માને. જે આ વાતને વિચાર નહિ રાખે તો ધવાની માફક તમે અસ્થિર જ રહેશો. અનાથી મુનિને અધિકાર ૬૭ અનાથી મુનિના કથનને ઉપસંહાર કરતાં ગણધર મહારાજ કહે છે કે –
एबुग्गदते वि महातवोघणे, महामुणी महापइन्ने महायसे ।
महानियण्ठिज्जमिणं महासुर्य, से कहेई महया वित्थरेणं ॥ ५३॥ નિર્ઝન્થોનું કલ્યાણ કરનાર આ મહાસુત્ર શાસ્ત્રમાં તે મહાપુરુષોએ પોતાના કલ્યાણ માટે ડામાં જ ગૂંચ્યું છે, પણ ગણધર મહારાજ કહે છે કે, આ નિગ્રન્થનું કલ્યાણ કરનારી મહાસ્થાને મહામુનિ અનાથી લાંબા વિસ્તારથી મહારાજા શ્રેણિકને સંભળાવી હતી.
તમે કહેશે કે, જ્યારે આ કથા, નિગ્રન્થોનું કલ્યાણ કરનારી છે તે પછી આ કથા સાધુઓ અંદર જ કેમ કરી લેતા નથી ? ગૃહસ્થની સામે આ કથા શા માટે કહેવામાં આવે છે? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, અનાથી મુનિએ આ કથા નિગ્રન્થની સામે કહી નથી પરંતુ રાજા શ્રેણિકની સામે કહી છે એટલે શાસ્ત્ર પ્રમાણ મળે છે કે આ કથા ગૃહની આગળ કહેવામાં કાંઈપણ વાંધો નથી. બીજું જે વાત નિગ્રન્થને માટે હિતકારી છે તે વાત તમને પણ હિતકારી જ હશે. નિગ્રન્થને અને તમારો આત્મા સમાન જ છે. નિર્ગળ્યો જે મુક્તિ ચાહે છે તે જ મુક્તિ તમે પણ ચાહો છો. બધાને માટે એક જ મુક્તિ છે. આ સિવાય જે દવા રાજાના રેગને મટાડે છે તે દવા ગરીબેના રેગને કેમ મટાડે નહિ? જે સૂર્ય રાજાના મહેલ ઉપર પ્રકાશ પાથરે છે તે જ સૂર્ય ગરીબોના ઝૂંપડા ઉપર પણ પ્રકાશ પાથરે છે. સૂર્ય તે રાજાના મહેલ અને ભંગીના ઝૂંપડા ઉપર સમાનરૂપે પ્રકાશ આપે છે, પછી તે એ પ્રકાશને જે લાભ લેવા ચાહે તે લઈ શકે છે. એ જ પ્રમાણે આ મહાસૂત્ર પણ બધાને માટે સમાન હિતકારી છે. જે કઈ પાપી આ મહાસૂત્રનો લાભ લેવા ચાહે તે તેને પણ લાભ મળી શકે છે અને કોઈ નિર્ચન્થ તેનો લાભ લેવા ચાહે તો તે પણ લાભ મેળવી શકે છે.
આ મહાકથા કેણે કહી હતી અને કેણે સાંભળી હતી એ બતાવવા માટે સૂત્રકાર કહે છે કે, આ મહાકથા કહેનાર મહાઉગ્ર, દાન્ત, તપોધની, મહાપ્રજ્ઞાવાન અને મહાન યશસ્વી મુનિ છે.
ઉગ્રનો અર્થ વીર થાય છે. તે મુનિ પણ વીર હતા, કોઈને મારવામાં વીર ન હતા પણ ઇન્દ્રિયોનું દમન કરવામાં વીર હતા. અર્થાત કર્મશત્રુઓને જીતવામાં વીર હતા.
જ્યારે કોઈ વીરપુરુષ હાથમાં હથિયાર લઈ શત્રુઓને દમન કરવા બહાર નીકળે છે ત્યારે કેઈ તેને એમ કહે કે, તારી સ્ત્રી રુવે છે, તારે છોકો બિમાર છે અથવા આવી જ બીજી વાત કહે તે શું તે વીરપુરુષ તેની આવી વાતો સાંભળી પાછો ફરશે ? તે વખતે તેને આવી વાતે ગમશે નહિ. તેના મનમાં તે શત્રુઓનું દમન કરવું એની જ ધૂન હશે. તે