________________
-
વદ ૧]
રાજકેટ-ચાતુર્માસ
[૪૫૭
ભલે કોઈ તેના દઢ નિશ્ચયથી ખુશ થયા કે નારાજ થયા હોય પણ પિતાના નિશ્ચયમાં દઢ રહેવું એમાં જ સીતા પિતાનું કલ્યાણ જોઈ શકી હતી. આ જ પ્રમાણે સુદર્શને એવો નિશ્ચય કર્યો હતો કે, મનેરમા સિવાય બધી સ્ત્રીઓ મારા માટે માતા સમાન છે. તે પણ પિતાના આ નિશ્ચય ઉપર દૃઢ રહ્યા અને મારી માતાને મારા બોલવાથી કષ્ટ થશે એ વિચારથી બધાએ બોલવા માટે અત્યાગ્રહ કર્યો છતાં તે બોલ્યો નહિ.
બધા પ્રકાર તુફાને થઈ ચંચલતા ચૂકે હમારા ચિત્તની ચાલ અચલ પ્રકાર જુદી છે. ઘડીભર બેસ બતલાઉ સિખાઉં પ્રેમને જાદુ
અમે જાદુગરને યાર બાજાર જુદો છે. શિખે જે પ્રેમ પૂરો તે અચલ અભેદ પામે તે, નથી જ્યાં પ્રેમ છે ત્યાં ભેદ યે વ્યવહાર જુદે છે. ભલે યે માહરા પંથે બધા એ દુઃખને દેખે, મને સુખસાર લેહીને કઈ બાજાર જુદે છે. થયો જે પ્રેમમાં પૂરો થયે તે ભક્ત સર્વેથી;
મહા મસ્તાન જ્ઞાનીના મગજને તાર જુદે છે. સુદર્શન કહે છે કે, ભલે મારા માર્ગમાં બધા દુઃખી પણ થઈ જાય પરંતુ જે તમને દુ:ખ લાગે છે તે મને સુખને સાર જણાય છે. જેમકે મને શૂળી ઉપર ચડાવવામાં આવતા હતું ત્યારે તમને તે દુઃખ થઈ રહ્યું હતું પણ મને સુખને અનુભવ થઈ રહ્યો હતો. મને ત્યારે એમ લાગતું હતું કે, જાણે હું આનંદને ઉપભેગ કરી રહ્યો છું.
સુદર્શનને વક્તા બનાવી તેમના મુખેથી જે વાત કહેવામાં આવી છે તે વાતને તમે પણ હૃદયમાં ધારણ કરે. ભગવાને પણ સાધુ-સાધ્વીઓને શ્રાવકનું ઉદાહરણ આપી એમ કહ્યું હતું કે, જ્યારે શ્રાવક થઈને તેમણે વ્રત પાલનમાં આટલી દઢતા રાખી તે પછી તમારે કેટલી દઢતા રાખવી જોઈએ અને વ્રત પાલનમાં તમારે કેટલા દઢ રહેવું જોઈએ ! સુદર્શનના આ આદર્શને તમે પણ તમારા હૃદયમાં ઉતારે તે તેમાં કલ્યાણ રહેલું છે.