________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૨ શુક્રવાર
૪૫૮]
Do
પ્રાર્થના
ધરમ જિનેશ્વર મુઝ હિયડે મસા, પ્યારા પ્રાણ સમાન;
કબહું ન વિસરુ` હ। ચિતારું નહીં, સદા અખંડિત ધ્યાન ॥ ધરમ૦ ૧૫ —વિનયચંદ્રજી કુભટ ચાવીશી
શ્રી ધર્મનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આત્માની શુદ્ધ ભાવનાનું સ્વરૂપ જ પ્રાર્થના છે. અર્થાત્ પ્રાના, આત્માની ભાવનાનું જ રૂપ છે. પ્રાર્થના વિષે પ્રાય: હું હમેશાં ઘેાડુ ધણું કહ્યા કરું છું, પણ મારા કહેવા માત્રથી જ તમને કાંઈ લાભ થશે નહિ, પરંતુ આત્મલાભ માટે તા તમારે પાતાએ પ્રયત્ન કરવા પડશે. જેમકે વહુને સાસુ એમ તે કહે છે કે, “તું પાણી ભરવા તે જાય છે, પણ સાવધાની રાખજે, ક્યાંય । છુટી ન જાય. સાસુ આમ કહે છે પણ ઘડા ન ફુટે તેની સાવધાની તે વહુએ જ રાખવી પડે છે. આ જ પ્રમાણે પ્રાર્થના વિષે હું તમને વારંવાર કહ્યા કરું છું, પણ તે વિષે સાવધાની તે તમારે જ રાખવી પડશે. એટલા માટે હે ! દેવાનુપ્રિયે ! તમે તમારા આત્માના હિતૈષી બની પ્રાર્થના વિષે પૂરેપૂરી સાવધાની રાખે.
""
પનિહારી માથા ઉપર ઘડા ઉપાડી ચાલી જાય છે ત્યારે એમ વિચારે કે, હું માથા ઉપર બડા ઉપાડી સખીઓની સાથે વાતચીત કરી શકે કે નહિ ? જો તેને પેાતાને વાતચીત કરવાની સાથે બડાની રક્ષા કરવાની ખાત્રી હોય તો તે તે વાત પણ કરી શકે, પણ જો વાત કરવાની સાથે ધડાની રક્ષા કરવાની તેને ખાત્રી ન હેાય તેા પછી તેને વાત કરવાને અધિકાર પણ નથી. આ જ પ્રમાણે તમે પણ જુએ કે, તમે સંસારનાં કામેા અને પરમાત્માની પ્રાર્થનામાં એક સાથે ચિત્ત એકાગ્ર કરી શકેા છે કે નહિ? જો એક સાથે બન્ને કામેા કરી શકતા નથી તો પછી તમે એમ વિચારે। કે, હું સંસારની ભાવનામાં જ રહી ન જાઉં અને એ કારણે મારી પ્રાર્થના ઢોંગ જ બની ન જાય ?
આગળ કહેવામાં આવ્યું છે કે ભાવનાનું સ્વરૂપ જ પ્રાર્થના છે. ભાવના એટલે શુ એ સમજવું પણ આવશ્યક છે. ભાવના વિષે પાતંજલિ યાગ સૂત્રમાં કહ્યું છે કે:--
भावना भाव्यस्य विषयान्तरपरिहारेण चेतसि पुनः पुनर्निवेशनम् । भाव्यं च द्विविधम् ईश्वरस्तत्त्वानि च । तत्त्वानि द्विविधानि जडाजडभेदात् ।
અર્થાત્—ભાવ્યની સિવાય ખીજે ક્યાંય ચિત્તને જવા ન દેવું તેનું નામ જ ભાવના છે. જો કે, ચિત્તની ચંચલતા હેાવાને કારણે ચિત્ત ચોંટતું નથી, છતાં પણ તેને પકડીને એકાગ્ર કરવું અને ભાવ્યમાં જ રાખવું એનું નામ ભાવના છે.
હવે ‘ ભાવ્ય ’ એટલે શું એને અત્રે વિચાર કરીએ. ભાવ્ય એ પ્રકારનું છે. એક તા ઈશ્વર ' અને ખીજુ` ‘ તત્ત્વ ’. જો ઈશ્વર–વીતરાગમાં જ ભાવના રાખવી છે અને તેમને જ ભાવ્ય બનાવવા છે તે ચિત્તને બીજી જગ્યાએ જવા ન દેતાં તેમનામાં જ એકાગ્ર કરવું