________________
શુદી ૬] રાજકેટ-ચાતુર્માસ
[ પN | વ્યંતરીએ સુદર્શનને જોયા. સુદર્શન મુનિને જોતાં જ તેને જાતિસ્મૃતિ જ્ઞાન થયું. તે વિચારવા લાગી કે તેના ઉપર પહેલાં મને પ્યાર હતા. પહેલાં તે તે મારી ઈચ્છાને શિકાર ન થ. પણ હવે જે જાળ બિછાવું છું તેમાં તે જરૂર ફસાઈ જશે. કારણ કે, એ મનુષ્ય છે અને હું દેવી છું. એટલે દૈવી શક્તિ આગળ માનવી શક્તિ શું કરી શકે?
આજના લેકે કહે છે કે, અમુક પુરુષ કે અમુક સ્ત્રીને ભૂત કે ચૂડેલ વળગેલ છે પરંતુ તે ભૂત-ચૂડેલ એક થપ્પડ મારતાં ભાગી જાય છે. આ કઈ જાતનાં ભૂત-ચૂડેલ છે ? કદાચ કોઈ કહે કે, આ સંસાર વિચિત્ર છે. જ્યારે આ સંસાર વિચિત્ર છે તે શું પરમાત્માની શક્તિ નથી ? ધર્મની શક્તિ નથી? જે છે તે પછી વહેમ કેમ છે ? એક નાનામાં નાના દેવમાં પણ કોડ ચક્રીનું બલ હેાય છે; તે પછી શું એ એક થપ્પડ મારવાથી ભાગી જઈ શકે? જો દેવ હશે તે તે તે આમ ભાગી જઈ શકે નહિ પરંતુ આ વાતને જાણવા છતાં. પણ લેકેને વહેમ દૂર થતો નથી. | વ્યંતરી સુદર્શન મુનિને ધ્યાનમાંથી વિચલિત કરવા માટે તેની પાસે ગઈ. પણ સુદર્શન તે પિતાના ધ્યાનમાં જ મસ્ત હતા વ્યંતરી સુદર્શનને ધ્યાનમાંથી વિચલિત કરવા માટે પ્રયત્ન કરે છે. હવે આગળ શું થાય છે તે વિષે યથાવસરે વિચાર કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસો સુદી ૬ બુધવાર
પ્રાર્થના પદ્મપ્રભુ પાવન નામ તિહારે, પતિત ઉધારન હારે, જદપિ ધીવર ભીલ કસાઈ, અતિ પાપીષ્ટ જમારે; તદપિ જીવહિંસા તજ પ્રભુ ભજ, પાવૈ ભવનિધિ પારે. પ૦
–વિનયચંદ્રજી કુંભ, વીશી પદ્મપ્રભુ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં ભકતએ પરમાત્માના નામને મહિમા બતાવ્યો છે. આત્માની ઉન્નતિ સાધવાનું સર્વોત્કૃષ્ટ સાધન તરીકે ભક્તોએ પરમાત્માનું નામ સંકીર્તન બતાવેલ છે. એક દૃષ્ટિએ જુઓ તે પરમાત્માનાં નામે અનંત છે અને બીજી દૃષ્ટિએ જુએ તે તેમનું કાંઈ નામ જ નથી; કારણ કે તે નામ અને રૂપથી પર છે. પરંતુ આત્મા અપૂર્ણ છે અને આત્માએ અપૂર્ણતામાંથી પૂર્ણતામાં જવું છે એટલા માટે તેને નામના આધારની આવશ્યકતા રહે છે. .
પરમાત્માના નામમાં શું ગુણ રહેલું છે અને પરમાત્માનું નામ લેનારને કયા ગુણને લાભ થાય છે એ વાતને પૂરી રીતે બતાવવા માટે સમયની વિશેષ આવશ્યક્તા રહે છે, એટલા માટે સંક્ષેપમાં એ વિષે એટલું જ કહેવાનું છે કે, પરમાત્માનું સાચા હયથી નામ લેવામાં આવે તે બધાં કામ પાર પડે છે. જે પતિતથી પતિત છે તે પણ પરમાત્માનું નામ લઈ પાવન બની શકે છે. બધાં દાર્શનિકો એ વાતને સ્વીકાર કરે છે કે, પરમાત્માનું
२४