________________
વદી ૨ ]
રાજકેટ-ચાતુર્માસ
| [૨૮૧
ત્યારે મને ભાન થયું કે મારી અનાથતાને કારણે જ હું દુઃખી છું. સંસારનાં પદાર્થો તરફ મમત્વ જેમ વધારતો જાઉં છું તેમ હું વધારે અનાથ થતું જાઉં છું.'
હે રાજન ! સંસારમાં સ્ત્રીને સંબંધ બહુ નિકટ માનવામાં આવે છે અને સ્ત્રી સુખ આપવામાં સાધનભૂત મનાય છે પણ હું મારા સ્વાનુભવથી કહું છું કે, એમ માનવું એ ભૂલ છે. આ વાત હું કોઈ બીજાની સાંભળેલી કહેતો નથી પણ મારા સ્વાનુભવની
भारिया मे महाराय !, अणुरत्त मणुव्वया ।
gofછું નહિં , કર ને જિfસંag | ૨૦ अन्नं पाणं च पहाणं च, गंधमल्लविलेवणं । મg નામના વા, સા વારા નો ખુબરૂ | ૨૧ खणंपि मे महाराय ! पासाओमे न किट्टइ ।
न य दुक्खा विमोयंति, एसा मज्झ अणाहया ॥ ३०॥ - “હે રાજન ! તું મને કહે છે કે, “મારા રાજ્યમાં ચાલે. હું સુંદર સ્ત્રીઓની સાથે તમારે લગ્ન સંબંધ કરાવી આપીશ અને તેથી જે અનાથાના દુઃખને કારણે તમે દીક્ષા લીધી છે તે અનાથતાનું દુઃખ પણ દૂર થઈ જશે.' પણ તારા આ કથનના ઉત્તરમાં મારી વાત પણ સાંભળઃ-“હે રાજન ! મારી પત્ની પતિવ્રતા હતી. તે મારા દુઃખે દુ:ખી અને સુખે સુખી રહેતી હતી. તે મારા દુઃખને કારણે સદા રડયા કરતી અને આંસુએથી મારી છાતીને ભજવ્યા કરતી. મને દુઃખમાં જઈને મારી સ્ત્રીએ ખાવા-પીવાનું તથા કેસર ચંદનાદિ સુગંધી દ્રવ્યોનું વિલેપન કરવાનું અને ગાર સજવાનું બધું છોડી દીધું હતું. મને રાજી રાખવા માટે, કે કુલટાઓની માફક બાહ્ય પતિભક્તિ બતાવવા માટે મારી સ્ત્રી, ખાન-પાનને ઉપભોગ મારી. સામે કરતી ન હોય અને પાછળથી કરતી હોય એમ ન હતું. પણ મારાં દુઃખને જોઈને તે પ્રત્યક્ષ કે પરોક્ષ પણ એ વસ્તુઓને ઉપભોગ કરતી નહિ.
“વળી એ મારી પત્ની એક ક્ષણ માટે પણ મારી પાસેથી દૂર જતી ન હતી, છતાં પણ તે મને દુઃખમુક્ત કરી ન શકી, એવી મારી અનાથતા હતી.
“રોગની પીડાને કારણે મને નિદ્રા આવતી ન હતી તેમ મારા દુઃખને કારણે મારી પત્નીને પણ નિદ્રા આવતી ન હતી. તે મનમાં એમ વિચારતી કે, “હું પતિની અગના છું, જ્યારે પતિ દુઃખી છે તે પછી તેમનું અધોગ સુખી કેમ રહી શકે ? આ વિચારથી તે પણ હમેશાં દુઃખી રહ્યા કરતી હતી. જે પ્રમાણે કાચની સામે કોઈ વસ્તુ મૂકવામાં આવે તે તેનું પ્રતિબિંબ કાચમાં જોવામાં આવે છે, તે જ પ્રમાણે મારા દુઃખની છાયા મારી સ્ત્રી ઉપર પડતી હતી. મારી સ્ત્રી આવી પતિવ્રતા અને સુશીલા હોવા છતાં તે મારાં દુઃખને દૂર કરી ન શકી એવી મારી અનાથતા હતી.”
૩૬