________________
૨૩૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [શ્રાવણ ચરિત્રને આધાર લઈએ છીએ. અમે ભગવાનના ચરિત્રને પાર પામી શકતા નથી. મહાન પુરુષની આ પદ્ધતિને તમે પણ અપનાવી એમ કહે કે –
શ્રી જિન મોહનગારો છે, જીવન પ્રાણ હમારે છે. આધ્યાત્મિક વિચાર કરનારાઓએ શરીરને વિચાર કરતાં શરીરમાં રહેલા આત્માને વિચાર કર્યો છે અને તેઓ કહે છે કે, શરીરને શું જુએ છે, આત્માને જુઓ. આત્માને માટે આધારભૂત ભગવાન નેમિનાથ છે એટલા માટે આત્માને ભગવાન નેમિનાથ જ મેહનગારા હોવા જોઈએ.
આ સંસારમાં અનેક પ્રકારની માન્યતા અને ભિન્નતા જોવામાં આવે છે. કેટલાક લોકો તે શરીરને જ બધું માની બેઠા છે. તેઓ કહે છે કે, જે કાંઈ છે તે શરીર જ છે. શરીર સિવાય બીજું કાંઈ નથી. જે કાંઈ છે તે આ પંચભૂત પૂતળામાં જ છે. કેટલાક લકે એથી પણ આગળ વધેલા છે. તેઓ કહે છે કે, શ્વાસ વગેરે પ્રાણો જ બધુય છે. તે સિવાય બીજું કશુંય નથી. પ્રાણ જ તે “હું” છું. આજનું વિજ્ઞાન મન સુધી પહોંચ્યું છે. પણ ભગવાન કહે છે કે “તું” શરીર નથી, પ્રાણ નથી, મન નથી કે વિજ્ઞાન નથી; પણ એ બધાંથી પર જે છે તે જ “તું” છે, એને સાક્ષાત્કાર કરવો એ જ સાચું તત્ત્વજ્ઞાન છે, તમે એ તત્ત્વજ્ઞાન સમજે, કેવળ શરીરને જ તમારું માની બેસે નહિ! જેને તમે તમારું માને છે એ શરીરમાં તમારા રહેવાથી જ ચેતના છે, નહિં તે તે શરીર જડ છે; એટલા માટે હું શરીર જ છું અથવા શરીરને માટે હું છું એમ માની બેસે નહિ ! જે લોકો એમ માને છે તેમણે અનાથી મુનિની શરણે જવું જોઈએ. અનાથી મુનિને અધિકાર–-૨૫
અનાથી મુનિ, રાજા શ્રેણિકને કે જે શરીરને જ સર્વસ્વ માનતા હતા તે રાજા શ્રેણિકને કહે છે કે, “હે રાજા! હું શરીર જ છું’ એમ માનવું એ ભૂલ છે. આ શરીરમાં રહેલો આત્મા પાસે જ હોવા છતાં તેને ભૂલી રહ્યા છો અને “શરીર જ એ હું છું” એમ ભાનીને ધુમાડાને પકડવા જેવો પ્રયત્ન કરી રહ્યા છે ! ” જ્ઞાનીઓ કહે છે કે, આ શરીરના અધ્યાસથી છૂટવું જેટલું કઠણ છે તેટલું જ તે સુંદર પણ છે. જે પ્રમાણે જમીનને ઊંડી ખોદવાથી જ હીરો હાથ લાગે છે, અને એક જ હીરો પ્રાપ્ત થવાથી બધું દારિઘ ફિટી જાય છે, તે જ પ્રમાણે શરીરને અધ્યાસ છોડો કઠણ તે છે પણ એ અધ્યાસ છૂટયા બાદ કોઈ પ્રકારનું કષ્ટ કે અજ્ઞાન રહેવા પામતું નથી. એટલા માટે શરીરના અધ્યાસને છોડવાને અભ્યાસ કરવો જોઈએ.
શરીરને અધ્યાસ છોડવા માટે હું તે ગણધરની કહેલી વાણી જ તમારી સામે મૂકું છું. કહ્યું છે કે – સતા ચે ઉચ્છિષ્ટ સાંગ તે મી બેલ કાયમી પામર જાણવે.
હું તમને ગણધરોની વાણી સંભળાવું છું. મારી પિતાની પાસે તે કાંઈ નથી; હા, ગણધરોની વાણી તમારી સમજમાં આવે એટલા માટે ગણધરની વાણીને સરળ કરી