________________
વઢી ૮ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૨૩૯
કહું છું. ગણધરાએ જ સમાજના હિત માટે કેટલા બધા પ્રયત્ન કર્યાં છે એ વિષે વિચાર કરે.. અનાથી મુનિએ રાજા શ્રેણિકને જે કાંઈ કહ્યું છે તેને શાસ્ત્રમાં ગુંથીને ગણધરો આપણા માટે કેટલેા બધા વારસા છેાડી ગયા છે! જે પ્રમાણે પિતા ધનને એકત્રિત કરી પુત્રને વારસામાં આપી જાય છે, તે જ પ્રમાણે ગણધરા શ્રમ કરીને આપણને આ “આગમે” વારસામાં આપી ગયા છે! ચેાગ્ય પુત્ર, જો પૈતૃક સંપત્તિને વધારતા નથી તો તેના નાશ પણ કરતા નથી. આજ પ્રમાણે આપણા હિત માટે ગણધર આપણને વારસામાં જે “આગમા” આપી ગયા છે તેને ધ્યાનમાં રાખે। અને જો તેમાં વધારો કરી ન શકેા, તે તેને નષ્ટતા થવા દે નહિ, પણ તેને સુરક્ષિત ા અવશ્ય રાખો !
રાજન્ ! મારી આવી
અનાથી મુનિ કહે છે કે, “હે અનાચતા હતી. આ ખીજમંત્ર છે. હું દરેક રીતે અનાથ હતા. હે ! રાજન! જે શરીર જોઇને તું આશ્રય પામે છે એ શરીરના સારરૂપે આ આખા છે. એ આંખેામાં પણ એવી કારમી વેદના થતી હતી કે વાત જ પુછેા મા !
“પન્નવણા સૂત્રમાં એમ કહ્યું છે કે ‘સારભૂત પુદ્ગલે! આંખાને મળે છે.' આંખા સંસારનું બધું રૂપ જુએ છે. આ આંખાએ ન જાણે સંસારનું કેટલું બંધું રૂપ જોયું હશે ! આવી અણુમેાલ આંખોને હું જેમ કે।ઇ માણસ અમૃતથી પોતાના પગ ધ્રુવે એવા દુરુપચેાગ કરી રહ્યા હતા. અમૃતથી પગ પણ ધોઈ શકાય છે. આ પ્રમાણે વિચાર કરી કાઇ અમૃતથી પગ ધેાઇને કહે કે, અમૃત તે પગ ધાવા માટે છે. જીએ ! મે' અમૃતથી પગ ધોયા તા પગ કેવાં સાફ થઈ ગયાં ? આ સાંભળી તેના મિત્રે કહ્યું કે, એ તારી ભૂલ છે. તું અમૃતને પગ ધેાવાના કામમાં લે છે પણ એજ અમૃતનું એક ટીપું કોઈ રાગીને આપવામાં આવે તે તેને રાગ સદાને માટે નાશ પામે છે તે પછી એ અમૃત પગ ધોવા માટે છે એમ તું કેમ માને છે? અને અમૃતને! આ પ્રમાણે દુરુપયેાગ શા માટે કરે છે?
આજ પ્રમાણે સારભૂત આંખના ખેલ-તમાશા વગેરે જોવામાં દુરુપયોગ કરવા એ તે અમૃતથી પગને ધાવા જેવુ કામ છે. પણ હે ! રાજન્! આ વાત મને પહેલાં સમજમાં આવી ન હતી. અને તેથી હું આંખાના દુરુપયોગ કરતા, જ્યારે મારી આંખામાં કારમી વેદના ઉપડી ત્યારે જ મને ભાન થયું કે હું મારી આંખોને દુરુપયેાગ કરી રહ્યા છું. હું તેા એ વેદનાને મહા શક્તિરૂપ ગણું છું. તે વેદનાથી મને દુઃખ તે અવશ્ય થયું પણ દુ:ખના અનુભવે મને આત્મ ભાન થયું. હે! રાજન! તું જાણે છે કે, આ યુવાવસ્થામાં સુખસોંપત્તિ અને સ્ત્રીનેા ત્યાગ કરવા કેટલા મુશ્કેલ છે પણ એ વેદનારૂપ મહા શક્તિની કૃપાથી હું ત્યાગ કરી શકયેા. એટલા માટે એ વેદનાને ભલે ખીજા લોકો દુઃખરૂપ માને પણ મારા માટે તેા એ વેદના દયા કરનારી હતી એમ હું માનું છું,
“ હે રાજન ! એ વેદનાને દુઃખરૂપ માનવી કે સુખરૂપ માનવી એ વિષે લોકો થાપ ખાઇ જાય એ સ્વાભાવિક છે, પણ એ વિષે ઊંડા વિચાર કરવામાં આવે તે એ વેદના પરિણામે સુખરૂપ જણાયા વિના રહેશે નહિ ! ''