________________
૩૨૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ પ્રથમ ભાદરવા અનાથી મુનિને અધિકાર–કપ
અનાથી મુનિ રાજાને કહે છે કે, “હે રાજન ! અનાથતાને દૂર કરવા માટે આત્મતત્ત્વને જાણવાની જરૂર છે અને જ્યાં સુધી રાગદ્વેષ હોય છે ત્યાં સુધી આત્મતત્વ જાણું શકાતું નથી. જ્યારે રાગદ્વેષને ત્યાગ કરી આત્મતત્વને જાણવાની ઈચ્છા કરશે ત્યારે આત્મતત્ત્વ જાણવામાં વાર પણ નહિ લાગે! હે રાજન! જ્યારે મને એવું ભાન થયું કે, આ બધું દુ:ખ મેં જ પેદા કરેલું છે ત્યારે મેં એ દુઃખને દૂર કરવાને સંકલ્પ કર્યો, અને સંકલ્પ કરતાં જ મને નિદ્રા આવી ગઈ.”
કેઈએમ કહે કે, “મુનિએ સત્સંકલ્પ કર્યો અને તેમને રોગ ચાલ્યા ગયા એમાં શું મોટી વાત છે ! રેગ તે દવા દારૂ તથા યંત્ર મંત્ર આદિથી પણ ચાલ્યા જાય છે. ભલે આત્મભાવને દઢ સંકલ્પ કરવાથી પણ રોગ ચાલ્યો જતો હશે પણ મૂળ વાત તે રેગને દૂર કરવાની છે; જે રોગ દવા દારૂ કે યંત્ર મંત્ર આદિથી ચાલ્યો જાય છે તેમાં શું વાંધો છે? દવામાં તે ખાવા પીવાની પણ ચરી પાળવી પડે છે પણ યંત્ર મંત્રમાં તે ખાવા પીવાને કાંઇ નિયમ પાળ પડતું નથી અને રોગ ચાલ્યો જાય છે તે પછી યંત્ર મંત્ર, મેમેરીઝમ કે હિનેટીઝમ આદિના પ્રયોગથી રોગ દૂર કરવામાં આવે તે શું વાંધે છે! આજે તે વાત વાતમાં મેગ્નેરિઝમ કે હિનેટીઝમ દ્વારા રેગ ચાલ્યા જાય છે તે પછી એ પ્રાગદ્વારા જ રોગને દૂર કરી નિગી શા માટે બનાવવામાં ન આવે?”
ઑકટર આદિ દ્વારા રોગ મટતું જ નથી એમ અમારું કાંઈ કહેવું નથી, ડેકટર કે યંત્ર મંત્ર આદિ દ્વારા રોગ મટી જતો હશે પરંતુ તેમની દ્વારા રોગ મટી જવા છતાં તમે સનાથ થયા કે અનાથ રહ્યા ? મુનિને ઉદેશ કેવળ રોગ મટાડવાને ન હતો. તેમને ઉદેશ અનાથતાને મટાડવાનો પણ હતો. તેમણે દૃઢ સત્સંકલ્પ દ્વારા પિતાની અનાથતાને દૂર કરી હતી. ઠેકટર આદિ દ્વારા રેગ મટી શકે પણ અનાથતા મટી શકે નહિ. સત્સંકલ્પ દ્વારા આત્મબલ વધે છે. આ અધ્યયનનું કથન એ છે કે, ડોકટરની દવાથી કે શાતા વેદનીય કર્મના ઉદયથી રોગ મટી પણ જાય પણ આત્માની અનાથતા દવાથી મટી શકે નહિ! આ જ પ્રમાણે યંત્ર, મંત્ર, મેગ્નેરિઝમ કે હિપ્નોટીઝમ દ્વારા રોગ કદાચ મટો પણું જાય પણ તેથી આત્માની અનાથતા વધશે પણ ઘટશે નહિ એમ સમજે. તમારા પિતાનામાં મેગ્નેરિઝમ કે હિનોટીઝમથી વિશેષ શક્તિ રહેલી છે અને તમે અનેકવાર દેવયોનિ પણ ભોગવી આવ્યા છે છતાં તમારો આત્મા અનાથ જ રહ્યા; સનાથ ન થયો. એટલા જ માટે અનાથી મુનિ કહે છે કે, બધાનાં પ્રયત્નોથી મારો રોગ મટી ન ગયો એ સારું જ થયું. મારે રેગ મારા સસંકલ્પથી દૂર થશે અને તેથી જ હું અનાથતામાંથી મુક્ત થઈ શકે છે. મેં એ સત્સંકલ્પ કર્યો હતો કે, મારો રોગ એકવાર ચાલ્યા જાય તે હે ક્ષમાવાન, જિતેન્દ્રિય, નિરારંભી અને પ્રવર્જિત બનીશ અને પછી મારા ઉપર ભલે ગમે તેટલી આપત્તિઓ પડે તેને સમતાપૂર્વક સહી લઈશ પણ આ દઢ શ્રદ્ધા અને દઢ સંકલ્પથી જરા પણ ચલિત થઇશ નહિ.
આજના લોકોની શ્રદ્ધા પાંગળી બની ગઈ છે. તેમની શ્રદ્ધામાં ચૈતન્ય નથી. તેમની શ્રદ્ધામાં ઉત્સાહ કે સત્સંકલ્પ નથી. એટલા જ માટે લેકો એમ કહેવા લાગે છે કે, “જો