SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ વી ૯ ] રાજકાટ-ચાતુર્માસ [ ૩૨૭ પીવું અને મેાજમજા માણવી. બસ ! સંસારમાં એ જ સુખ છે. બાકી આત્મા જેવું કાંઇ છે જ નહિ. હે પ્રભું!! નાસ્તિક લેાકેાનુ આ કથન પણ મારા ગળે ઉતરતું નથી. નાસ્તિકાનું આ કથન તેા એના જેવું છે કે, કોઇ આંધળા માણસ રથમાં બેઠેલા છે પણ તે આંધળેા હાવાને કારણે રથને જોઈ શકતા નથી એટલે તે કહે કે રથ જ નથી. જેમ આ વાત બરાબર નથી તેમ નાસ્તિકાનું કહેવું પણ ખરાબર નથી. આ શરીર રચની સમાન છે. ઇન્દ્રિયા એ આ શરીર–રથનાં ધેડાંએ છે. મન એ સારથી છે અને આ શરીર–રથમાં આત્મા ખેઠેલા છે. આમ હેાવા છતાં શરીરરૂપી રથને જુદા ન માનવા, એ તેા રથમાં બેઠેલ હેાવા છતાં રથને ન માનવા સમાન છે. એ તે આંધળાની જેવી વાત છે કે જે રથમાં ખેડેલ હાવા છતાં રથ માનવાની ના પાડે છે. કલ્પના કરેા કે, કાઈ એક સ્ત્રી દીવા લઇ ભોંયરામાં ગઇ. તે ભેાંયરામાં જઈ કહે કે, આ દીવા છે, આ ટેબલ છે, આ ખુરશી છે, પણ હું નથી. આના જવાબમાં તે એમ જ કહી શકાય કે, જ્યારે તું જ નથી તેા પછી આ દીવેા છે, આ ટેબલ છે, એમ કોણ કહે છે ? આ જ પ્રમાણે શરીરરૂપી રથમાં આત્મા ખેડેલેા છે છતાં કોઇ તેના નિષેધ કરે તે તેને મતિભ્રમ થયા સિવાય બીજું શું કહી શકાય ? હે પ્રો ! આ પ્રમાણે નાસ્તિકવાદીઓના મત પણ મને રુચતા નથી. એટલા માટે જ હું તમારા શરણે આવ્યે છું. “એમ અનેક વાદી વિભ્રમ, સકટ પડિયેા ન લહે; ચિત્ત સમાધિ તે માટે પૂછું, તુમ વિષ્ણુ તત્ત્વ કાઈ ન કહે.” —આન ધનજી. હું પ્રભા ! મેં અનેક મતવાદીનાં મત સાંભળ્યાં પણ તે મતેમાંથી કોઈ મતે મારા મનનું સમાધાન કર્યું નહિ, ઊલટું મારા મનમાં અનેક સંશયા પેદા કર્યા; એટલા માટે હવે હું આપના શરણે આવ્યા છું અને આપને પ્રાર્થના કરું છું કે મને આત્મતત્ત્વનું ભાન કરાવા. "" ઃઃ વલતુ જગગુરુ અણુ પર ભાખે, પક્ષપાત સખ છ'ડી; રાગ દ્વેષ માહ પખ વર્જિત આતમ સું રહે મંડી.’ આન ધનજી. આ પ્રમાણે પ્રાર્થના કરવાથી પરમાત્મા કહે છે કે, “મેં રાગ, દ્વેષ અને પક્ષપાતને છેાડીને જ આત્મતત્ત્વને જાણ્યું છે. રાગ દ્વેષ રહિત થવાથી તમે પણ આત્માને ઓળખી શકા છે. આત્મા છે એ વાત ઉપર વિશ્વાસ રાખી પરભાવને ત્યાગ કરે। તે આત્મતત્ત્વને જાણી શકા છે. મતલબ કે, પરમાત્માની પ્રાર્થના આત્મતત્ત્વને જાણવા માટે જ કરવામાં આવે છે. અને જ્યારે રાગદ્વેષને છેડવામાં આવે ત્યારે જ આત્મતત્ત્વને જાણી શકાય છે. એટલા માટે રાગ દ્વેષને કેમ છેાડી શકાય તે અનાથી મુનિના ચરિત્ર ઉપરથી જીએઃ
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy