________________
દ૨૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
રાણી, કહેવા લાગી કે, “હે ! પ્રભો ! જ્યારે મારા પેટમાં ગર્ભ આવ્યો ત્યારે મારા જેવામાં ચૌદ મહાસ્વપ્ન આવ્યાં. વળી ગર્ભના પ્રતાપથી મારામાં ઘણી જ સારી ભાવના પેદા થવા લાગી છે. જે પ્રમાણે કાચની હાંડીમાં દીપક જ્યાં સુધી કરવામાં આવતા નથી ત્યાં સુધી તે કાચની હાંડી પ્રકાશિત થતી નથી તે જ પ્રમાણે ગર્ભની શક્તિ જ મારામાં આવી છે અને તેથી જ મારામાં ઉત્તમોત્તમ શુભ ભાવનાઓ પેદા થવા લાગી છે. હું તે આપની સેવિકા અને ધર્મ સહાયિકા છું. એટલા માટે આપની અને ગર્ભની શક્તિના પ્રતાપથી જ દુભિક્ષ મટી સુભિક્ષ થયો છે અને જ્યાં જરાપણ અન્નોત્પત્તિની સંભાવના ન હતી ત્યાં અન્ન પેદા થયું છે.”
રાણીની વાત સાંભળી રાજાએ કહ્યું કે, વાસ્તવમાં તમારા ગર્ભમાં રહેલા મહાપુરુષની શક્તિને જ આ બધો પ્રતાપ છે. એટલા માટે હું એ મહાપુરુષને જન્મ થયે તેમનું નામ સંભવનાથ જ પાડીશ.
- ભગવાન સંભવનાથનું નામ સંભવનાથ કેમ પાડવામાં આવ્યું એ વાતની ચર્ચા આવશ્યક ભાષ્યમાં કરવામાં આવી છે. તમે લેકે લેગસ્સનો પાઠ બોલો છો તેમાં પણ ભગવાન સંભવનાથનું નામ આવે છે અને ત્યાં પણ આ જ અર્થ બતાવવામાં આવ્યો છે. 'ભગવાન સંભવનાથનું નામ સંભવનાથ પાડવાનું બીજું કોઈ કારણ પણ હશે પણ અન્નોત્પત્તિનો સંભવ છે એ મુખ્ય કારણ છે. અન્નનું ઘણું જ મહત્વ છે. હીરા-મોતીથી પણ અન્નની કીંમત વધારે છે. અન્ મળે એ ધાતુ ઉપરથી “અન્ન” શબ્દ બન્યો છે; અને મન
ને એ ધાતુ ઉપરથી “પ્રાણ” શબ્દ બન્યો છે. અન્ન અને પ્રાણનો પારસ્પરિક ઘનિષ્ટ સંબંધ છે. હીરા-મોતી વિના તે પ્રાણ ટકી શકે છે પણ અન્ન વિના પ્રાણ ટકી શક્તા નથી. એટલા જ માટે ભગવાને જે નવ પ્રકારનું પુણ્ય બતાવેલ છે તેમાં અન્નપુર્ણને પ્રથમ સ્થાન આપેલ છે. - અન્ન વિના કેવી ભયંકર સ્થિતિ થાય છે એનું કેટલુંક વર્ણન પટ્ટાવલીમાં પણ મળે છે. તેમાં લખ્યું છે કે, પિતાએ પિતાની પુત્રીને સોનામહોરની ટોપલીના બદલામાં પણ અન્નની ટપલી આપી નહિ. આ પ્રકારની વિષમ પરિસ્થિતિમાં ધર્મની પણ કેવી દશા થઈ હશે તે કાણું કહી શકે? આવા સમયમાં ધર્મ કોણ કહે અને કોણ સાંભળે. એટલા જ માટે પ્રાર્થના કરતાં તુલસીદાસજીએ કહ્યું છે કે –
તુલસી તબહિં જાનિકે, રામ ગરીબનિવાજ
મોતીકણ મહંગા કિયા, સસ્તા કિયા અનાજ લેકે કહે છે કે, અન્નમાં શું છે ? પણ જે મોતીની માફક અન્ન પણ મોઘું હેત તે લકોની દશા કેવી હોત? અને કદાચિત ખેતીને ભાવ આજે જે છે તેથી પણ વધારે મેં હેત તે લેકેને શું હાનિ થાત? પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજ કહ્યા કરતા કે, જ્યારે અન્ન સતું હોય અને સેના-ચાંદી વગેરે મધું હોય ત્યારે તે જમાને પુણ્યને માનવામાં આવે છે અને જ્યારે અન્ન મધું હોય અને સોના-ચાંદી સસ્તા હોય ત્યારે તે જમાને પાપને માનવામાં આવે છે. આ પ્રમાણે અન્ન મોતીઓથી વધારે માંડ્યું છે. છતાં અન્નની કીંમત જે મોતીની માફક મળી હતી તે દુનિયામાં હાહાકાર મચી જાત. એટલા માટે અન્ન સતું હોય એ જ જમાને સારે માનવામાં આવે છે. ઈતિહાસ કહે છે કે, ભારતમાં એક સમયે એક રૂપિયાના