________________
[ ૩૩૫
વદી ૧૦ ]
રાજકેટ-ચાતુર્માસ અનાથી મુનિને અધિકાર-૩૬
અનાથી મુનિ રાજા શ્રેણિકને પણ એજ કહે છે કે, “હે રાજન! આત્મા જ્યાં સુધી પરમાત્મા બનવાના કાર્યમાં પ્રવૃત્ત થતો નથી ત્યાંસુધી તે અનાથ જ છે. મેં અનાથતામાંથી નીકળવાનો સંકલ્પ કર્યો. સંકલ્પ કરતાં જ મને નિદ્રા આવી ગઈ.
एवं च चिन्तइत्ता णं, पसुत्तो मि नराहिवा!। परियत्तन्तीइ राईए, वेयणा मे खयं गया ॥ ३३ ॥ तओ काले पभायंमि, आपुच्छित्ताण बंधवे । खन्तो दन्तो निरारंभो, पव्वइओ अणगोरियं ॥ ३४ ॥ तोऽहं नाहो जाओ, अप्पणो य परस्स य ।
सव्वेसिं येव भूयाणं, तस्साणं थावराणं य ॥ ३५ ॥ છેલી બે ગાથાઓમાં ગણધરોએ તને એ સંગ્રહ કર્યો છે કે જાણે તેના સાગરને ગાગરમાં ભરી દીધું છે. આ ગાથાઓના ભાવને હું પૂરી રીતે વર્ણન કરી શકું નહિ પણ એ સંબંધમાં મારા હૃદયનાં જે ભાવે છે તે પ્રકટ કરું છું.
અનાથી મુનિ કહે છે કે, “હે રાજન ! સંક૯પ કરતાં જ મને નિદ્રા આવી ગઈ. હું સુઈ ગયે. તે રાત જાણે મારા દુઃખને દૂર કરવામાં જ પસાર થઈ ન હોય એમ મને લાગ્યું. રાત પૂરી થતાં બીજે દિવસે જે પ્રભાત થયું તે મારા માટે અપૂર્વ હતું.”
ગ્રન્યકારોએ પ્રાતઃકાલનું વર્ણન બહુ જ સારી રીતે કરેલ છે. તેમણે પ્રાતઃકાલની ઘણી વિશેષતા બતાવેલ છે તે બધી વિશેષતાને કહેવાને અત્યારે અવકાશ નથી એટલા માટે તમને એજ પૂછું છું કે, તમે પ્રાતઃકાલમાં કાંઈ અપૂર્વતા જુઓ છે કે નહિ ? તમને પ્રાતઃકાલ હંમેશાંના જેવું તે નથી લાગતું ને? જેમના આત્મા સુષુપ્ત છે તેમને પ્રાત:કાલમાં ઊગતા સૂર્ય પ્રાચીન જ જણાય છે, પણ જેમને આત્મા જાગ્રત છે તેમને તે પ્રાતઃકાલને સૂર્ય હંમેશાં નિત્યનૂતન જણાય છે. પ્રકૃતિની રચના ઉપર દષ્ટિપાત કરવાથી આ વાત તમને દીવા જેવી સ્પષ્ટ જણાશે. સૂર્યોદય થતાં જ કમલે શું વિકસિત થયા વિના રહે છે ! આ જ પ્રમાણે કેટલાંક વૃક્ષોનાં પુષ્પો તથા સૂર્યમુખી કુલ વગેરે સૂર્યોદય થતાં વિકસિત થયા વિના રહેતાં નથી. વનસ્પતિથી વિશેષ ચેતનતા ધારણ કરનાર
ને જુએ તો તેમાં પણ સૂર્યોદય થતાં જાગૃતિ જોવામાં આવે છે. પ્રાતઃકાલ થતાં પક્ષીઓ કે કિલકલાટ કરે છે. ભ્રમરાઓ કે ગુંજારવ કરે છે, અને મધમાખીઓ કે ગણગણાટ કરે છે. જાણે તેઓ સૂર્ય પ્રાચીન છે, એ વાતને ભૂલી જઈ, સૂર્યની નૂતનતાથી જાણે નવીનતા અનુભવતા હોય, એવું લાગે છે.
આ પ્રમાણે વનસ્પતિ તથા પશુપક્ષીઓમાં પણ પ્રાતઃકાલમાં સૂર્યોદય થતાં જ નવીન ચેતનતા-જાગૃતિ આવે છે અને તેઓ પિતાના કાર્યમાં લાગી જાય છે, તો તમે મનુષ્ય અને મનુષ્યમાં પણ શ્રાવક થઈને સૂર્યોદય થયા પછી સુતાં રહે એ ક્યાં સુધી ઠીક છે તેને વિચાર કરે.