________________
૩૩૪] .
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્રથમ ભાદરવા
પાપને પોષણ મળે છે. આ તો ભગવાનના પેટ સુધીનું શરીર થયું. હવે ભગવાનના શરીરના બીજાં અવયવોને જાણવાં હોય તે સંવર, નિર્જરા અને મોક્ષને વિચાર કરવો જોઈએ. નિર્જરાનાં સાધારણ રીતે અનેક ભેદ છે. પણ સકામ નિર્જરા અને અકામ નિર્જરા; એ બે એનાં પ્રધાન ભેદે છે. અહીં સકામ નિર્જરાને જ ગણવામાં આવે છે. અકામ નિર્જરાને ગણવામાં આવતી નથી. નિર્જરાઠા પાપ પુણ્યથી નિવૃત્ત થવાથી આત્મતત્ત્વનું ભાન થાય છે; અને મોક્ષ પ્રાપ્ત થાય છે. જે નિર્જરા સંવરને સાથ આપે છે અર્થાત કર્મોને ખંખેરી નાંખે છે અને નવાં કર્મોને આવવા દેતી નથી તે સકામ નિજર છે. જે દ્વારા ચેડાં કર્મો તે નિર્જરી જાય પછી પાછાં બીજા કર્મો લાગી જાય તે નિર્જરા કામની નથી. તે અકામ નિર્જરા છે. સકામ નિર્જરા કરવામાં આવે તે મોક્ષતત્ત્વને પામી શકાય છે.
મતલબ કે, આ નવ તત્ત્વરૂપી ભગવાનના શરીરને આધાર લઈને સાકાર પ્રાર્થના કરી શકાય છે. હું ભગવાનની પ્રાર્થના કરું છું કે હું પ્રજાનો સેવક છું, એમ કહેવા માત્રથી કાંઈ થતું નથી પરંતુ જે કાંઈ થાય છે તે તેમની આજ્ઞાનું પાલન કરવાથી કે તેમના ઉપદેશ પ્રમાણે વર્તવાથી જ થાય છે. ઉદાહરણ તરીકે જો કોઈ માણસ કહે કે, હું તમારો નોકર છું પણ તમારી આજ્ઞાનું પાલન નહિ કરું કે તમે બતાવેલું કામ નહિ કરું તો શું તમે તેને નોકર સમજશે ! આ વાત તે તમે બરાબર સમજે છે પણ પરમાત્માની પ્રાર્થના કરતી વખતે તે વાત ભૂલી જાઓ છો ! જે પરમાત્માની સાચી પ્રાર્થના કરવી હોય તો તેમના ઉપદેશને કાર્યમાં ઉતારવો જોઈએ. જે ભગવાનના બતાવેલાં તને સમજીને અપનાવવા યોગ્ય તત્ત્વોને અપનાવે છે અને ત્યાજ્ય તને ત્યાગ કરે છે તે જ પરમાત્માની સાચી પ્રાર્થના કરી શકે છે.
ભગવાને જે નવ ત બતાવ્યાં છે તેમાંના છત્ર અજીવ અને બંધ એ ત્રણ તો તે કેવળ જ્ઞાતવ્ય છે. પા૫ અને આશ્રવે તજવાયોગ્ય છે અને અમુક અપેક્ષાએ પુણ્ય પણ ત્યાજ્ય છે તથા સંવર, નિર્જર અને મોક્ષ એ ત્રણ ત ઉપાદેય છે. જે જીવ-અછવને જાણે છે તેજ પાપ-પુણ્ય તથા બંધનો ત્યાગ કરી શકે છે અને સંવર. નિર્જરા તથા મોક્ષને અપનાવી શકે છે. જે આ પ્રમાણે કરે છે તેનીજ પ્રાર્થને સાચી પ્રાર્થના છે. જે પરમાત્માની વાણીને સાકાર રૂપમાં જોઇને તેને માન્ય કરે છે અને તે પ્રમાણે આચરણ કરે છે, તેમને માટે કહેવામાં આવ્યું છે કે –
“તૂ સે પ્રભૂ પ્રભૂ સો તૂ હૈ, કૅતકલપના મેટે;
શુદ્ધ ચેતન આનન્દ વિનયચંદ, પરમારથ પદ ભેટેરે.” અર્થાત–વેદાન્તવાળાઓ જે પ્રમાણે તામસિ કહે છે તે જ પ્રમાણે તમે પણ પરમાત્મા બની જશે, પછી તમે અને પરમાત્મા ભિન્ન નહિ રહે તમે એકદમ પરમાત્મા બની ન શકે પણ જ્ઞાનીઓએ જે આ નવ તત્તો બતાવ્યાં છે તે તને ઉપર ચડવાની સીડીનાં પગથી સમજી તે દ્વારા ઉપર ચડતા જાએ તે તમને સફળતા પ્રાપ્ત થશે અને તમે પરમાત્મા બની શકશે.