________________
વદ ૧૨] રાજકોટ–ચાતુર્માસ
: [ ૬૯ સુભગ બાળક ગાયો ચરાવવા માટે હમેશાં જંગલમાં જતો હતો અને પ્રકૃતિની રચનાદ્વારા નવું નવું જ્ઞાન પણ મેળવતો હતો.
તમે એમ કહેશે કે, જ્ઞાન તે હાઈસ્કૂલ કે કૅલેજમાં પુસ્તકો વાંચવાથી મળી શકે પણ જંગલમાંથી જ્ઞાન કેવી રીતે મળી શકે? તે આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, પ્રકૃતિની પાઠશાળામાંથી જે સંસ્કારી જ્ઞાન મળે છે તે કૅલેજ કે હાઈસ્કૂલમાંથી મળવું મુશ્કેલ છે ! જે મહાપુરુષ જંગલમાં જઈને રહે છે તેઓ પ્રકૃતિ પાસેથી કેવી રીતે શિક્ષા મેળવે છે એ વાતને પૂર્ણરૂપે કહેવાનો અત્યારે અવકાશ નથી પણ અત્યારે એ વિષે એક જ વાત કહી પ્રકૃતિની બધી વસ્તુઓ કેવી શિક્ષા આપનારી હોય છે એ સમજાવું છું –
જંગલમાં ઝરૂ-ઝર્ અવાજ કરતા વહેતા ઝરણાને જોઈ મહાપુરુષે શું વિચારે છે તે જુઓ. તેઓ ઝરણાને “ઝ-ઝ અવાજ સાંભળી એવો વિચાર કરે છે કે, જ્યારે આ ઝરણાની પાસે આવ્યા ન હતા, ત્યારે પણ આ ઝરણું ઝર્ઝ' અવાજ કરતું હતું. અત્યારે હું આવ્યો છું ત્યારે પણ એવો જ અવાજ કરે છે અને હું અહીંથી ચાલ્યો જઈશ ત્યારે પણ એવો અવાજ કરતું રહેશે ! ભલે કોઈ રાજા આવે કે ગરીબ આવે અથવા કોઈ નિંદા કરે કે પ્રશંસા કરે તો પણ આ ઝરણું એ કારણે પિતાના ઝરૂ-ઝર્ અવાજમાં વધારો-ઘટાડે કરતું નથી અને પિતાનો અવાજ બદલતું નથી. જે પ્રમાણે આ ઝરણું એ પિતાને ધર્મ બદલતું નથી તે જ પ્રમાણે હું પણ મારો ધર્મ બદલું નહિ તે મારું જીવન જ સાર્થક થઈ જાય ! પણ હું તે વેશ્યા જેવું આચરણ કરું છું. જેમ વેશ્યા ગરીબને જોઈ તેને ધુત્કારે છે અને રાજાને જોઈ તેનું સન્માન કરે છે તે જ પ્રમાણે હું પણ કરું છું. પણ આ ઝરણામાં એ રાગદ્વેષ નથી. જે પુરુષમાં ઝરણાને આ ગુણ છે તે વાસ્તવમાં મહાપુરુષ છે !
“આ ગુણ સિવાય ઝરણામાં એક ધારાએ વહેવાને બીજો ગુણ છે. આ ઝરણું જે ધારાએ વહે છે તે જ ધારાએ વહેતું રહે છે. જ્યારે મારા જીવનની ધારા વહેતી જોઉં છું તે થેડી થોડી વારમાં મારી ધારા બદલતી જ રહે છે. આજે મારી જીવનધારા આ બાજુ વહે છે તે કાલે બીજી બાજુ આ પ્રમાણે મારી જીવનધારા એક સરખી વહેતી નથી. ધન્ય છે આ ઝરણાને કે તે હમેશાં એક સરખી ધારાએ જ વહેતું રહે છે.
“આ ઝરણામાં ત્રીજો પણ ગુણ છે, જે મારા માટે ખાસ અપનાવવા યોગ્ય છે. આ ઝરણું પિતાનું બધું પાણી કોઈ મોટી નદીને સોંપી દે છે અને તેની સાથે મળી જઈ સમુદ્રમાં લય થઈ જાય છે અને ત્યાં પિતાનું નામ શેષ પણ રાખતું નથી. એ જ પ્રમાણે હું પણ કોઈ મહાપુરુષની સંગતિ કરી પરમાત્મામાં લીન થઈ જાઉં તે પછી મારે જોઈએ જ શું?”
આ એક ઝરણા પાસેથી મહાપુરુષ પ્રાકૃતિક શિક્ષા મેળવે છે તે પછી બીજી પ્રાકૃતિક રચનાઓમાંથી કેટલે બધા તેઓ બોધપાઠ મેળવતા હશે! પ્રકૃતિની પ્રત્યેક રચનામાંથી માહપુરુષ કોઈને કોઈ પ્રાકૃતિક શિક્ષા મેળવ્યા જ કરે છે.