________________
૯૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[ અષાડ
અનેક સાધના છે તેા પછી પરમાત્મા કે જે પ્રત્યક્ષ નથી તેમની પ્રાના શા માટે કરવી જોઈ એ ? વળી દુ:ખનિકંદન કહી પરમાત્માને પોકારવાની પણ શી જરૂર છે ? કેવળ પ્રત્યક્ષને જ પ્રમાણ માનનારા લોકો, આ પ્રમાણે કહી દલીલો કરે છે કે, જેમ રાગનું દુઃખ દૂર કરવા માટે દાક્તર છે; દાક્તરની પાસે જવાથી દાદ્વારા રાગનું દુઃખ દૂર કરી શકાય છે. માનાપમાનનું દુઃખ હાય, તેા વકીલ કે એરીસ્ટર પાસે જવાથી સન્માનની રક્ષા કરી શકાય છે. જો સ્ત્રી કે પુરુષને પરણવાની આવશ્યક્તા હાય, તે વિવાહ કરી શકાય છે. આ પ્રમાણે આ સંસારમાં દુઃખ છે, તે એ દુઃખાને દૂર કરવાનાં ઉપાયે પણ છે; અને આ ઉપાયાઠારા દુ:ખ દૂર કરી શકાય છે, તેા પછી પરાક્ષ પરમાત્મા માટે એમ શા માટે કહેવામાં આવે છે કેઃ—
શ્રી અભિનંદન દુઃખનિકન્દન, વાદન પૂજન જોગજી । આશા પૂરા ચિ'તા ચૂરા, આપે। સુખ આરાગજી !!
અર્થાત્—“ હે! પ્રભા ! તું દુઃખના નાશ કરનાર છે, તારા સિવાય બીજો કોઈ દુ:ખના નાશ કરનાર નથી, એટલા માટે મારું દુઃખ દૂર કર અને મારી ચિન્તાને નાશ કર.”
પ્રત્યક્ષવાદીઓ કહે છે કે, જ્યારે દુ:ખને દૂર કરવાનાં પ્રત્યક્ષ સાધના છે, તેા પછી પરાક્ષ પરમાત્માની દુઃખ દૂર કરવા માટે પ્રાર્થના શા માટે કરવામાં આવે છે! આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીએએ ઘણા વિચાર કર્યાં છે. તેએ કહે છે કે, તમે દુઃખ દૂર કરવાનાં જે પ્રત્યક્ષ ઉપાયે। સમજી રહ્યા છે તે ઉપાયા એકાન્તક કે આત્યન્તિક નથી; અર્થાત્ એ ઉપાયે।દ્વારા દુઃખ કાયમને માટે દૂર થઈ જાય છે એવા કોઈ નિશ્ચય નથી.
આ જ પ્રમાણે મટી ગયેલું દુઃખ કરી નહિ આવે એવા પણ નિશ્ચય નથી. જે દાક્તરદ્વારા તમે રાગ દૂર કરવા ચાહેા છે. તેજ દાક્તરદ્વારા બીજો રોગ પેદા થઈ શકે છે કે નહિ : જે વકીલદ્વારા તમે તમારા કેસ જીતવા ચાહેા છે. તે જ વકીલારા તમે કેસમાં હારી જાએ છે કે નહિ ! આ જ પ્રમાણે સ્ત્રી કે પુત્ર કે જેમને દુઃખ દૂર કરનારા માતા છે, શું તેમની દ્વારા દુઃખ પેદા થતું નથી ! ખીજા ઉપાયેાની વાત તેા એક બાજુ મૂકે પણ તમારા જ શરીરની વાત લ્યા કે જે શરીરને તમે સુખનું કારણ માને છે તે શરીર પણ કેવું કેવું દુઃખ આપે છે ! આ પ્રમાણે જેમને તમે દુઃખને દૂર કરવાનાં ઉપાયા માને છે. તે ઉપાયે એકાન્તિક કે આત્યન્તિક નથી. વાસ્તવમાં એ ઉપાયેાદ્બારા દુ:ખ મટી સુખ મળતું નથી પણ સુખને આભાસ થાય છે. એકાન્તરૂપે દુઃખનેા નાશ તેા પરમાત્માના શરણે જવાથી જ થાય છે ! એટલા જ માટે જ્ઞાનીજના પરમાત્માના શરણે જઈ પ્રાથના કરે છે કેઃ—
શ્રી અભિનદન દુઃખનિકંદન, વ±ન પૂજન જોગજી આશા પુરા ચિન્તા ચૂરા, આપે। સુખ આરેાગજી !
તમે લેાકેા પુસ્તકા તા વાંચતા હશો, પણ કેવળ પુસ્તકાના વાંચન ઉપર જ વિશ્વાસ રાખા નહિ; કારણ કે પુસ્તકમાંની કેટલીક વાતે તે આત્માને લાભદાયક હાય છે અને કેટલીક હાનિકારક પણ હાય છે, એટલા માટે પુસ્તકો એકાન્તિક લાભ કરનારા ન હોવાથી તેના વિશ્વાસે જ ન રહેતાં જ્ઞાનીઓના વચન ઉપર વિશ્વાસ કરે. જ્ઞાનીઓનું કથન છે કે,