________________
વદ ૦)) ]
રાજકેટ-ચાતુર્માસ
[૯૩
આ સાંભળી માતાએ વિચાર્યું કે, છોકરે બગડી ગયું છે! તે તેની સ્ત્રીના વશમાં આવી ગયું છે એટલે જ આમ કહે છે.
શ્રીમતીના પતિને લાગ્યું કે, મારી માતાને મારી વાત ઉપર વિશ્વાસ આવતો નથી માટે તેમને મંત્રનો પરિચય બતાવવો જોઈએ. એમ વિચારી તેણે માતાને કહ્યું, કે માતાજી! મારી સાથે ચાલે. માતા સાથે ગઈ. પુત્રે કહ્યું કે, આ ઘડામાં શું છે તે જુઓ ! માતાએ ઘડામાં જોયું ત્યાં રાડ પાડી કહેવા લાગી કે, બાપ રે! એમાં તે મોટે સર્પ છે. પુત્રે કહ્યું કે, માતાજી! થોડી વાર ઉભા રહો ! એમ કહી તેણે શ્રીમતીને બેલાવી કહ્યું કે, આ ઘડામાં એક બીજી માળા છે તે કાઢી માતાજીને પહેરાવ. શ્રીમતી ગઈ અને ઘડામાં હાથ નાંખે ત્યાં તેના હાથમાં સર્પાને બદલે માળા જ આવી, તે માળા લઈ માતાજીના ગળામાં પહેરાવી દીધી. આ જોઈ તેની સાસુ ઘણું આશ્ચર્ય પામી. શ્રીમતીના પતિએ તેની માને કહ્યું કે, માતાજી ! તમે આને આટલાં બધાં કઠોર વચને કહ્યા છે છતાં તે કોઈ દિવસ ક્રોધે ભરાઈ છે?
માતાએ કહ્યું કે, ના, તે કોઈ દિવસ મારા ઉપર ક્રોધી થઈ નથી. પુત્રે કહ્યું કે, આ બધે પ્રતાપ નવકારમંત્રને જ છે, માટે એને ઝગડે કોડે.
શેઠે આ પ્રમાણે સુભગને નવકારમંત્રના પ્રભાવની કથા કહી સંભળાવી અને નવકાર મંત્ર પણ શીખડાવ્યો. સુભગ વિચારવા લાગ્યો કે, મને નવકારમંત્ર યાદ થઈ ગયો છે એટલે હવે ગમે ત્યાં જાઉં–હું નિર્ભય છું.
સુભગ નવકારમંત્ર શીખે, પછી શું થયું તે વિષે યથાવસરે કહેવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ અષાડ વદી ૦)) શનીવાર
-
પ્રાર્થના. શ્રી અભિનન્દન દુઃખનિજન વંદન પૂજન જોગળ,
આશા પૂરે ચિંતા ચૂરે, આ સુખ આગળ. શ્રી. ૧ શ્રી અભિનંદન ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
ભક્ત લોકો પરમાત્માની પ્રાર્થના ક્યા ભાવે કરે છે, એ વાત હું વારંવાર કહું છું. આ વિષય એવો લાંબો અને સરસ છે કે આ વિષય ઉપર જેટલો વધારે વિચાર કરવામાં આવે અને હદયમાં જેટલો તેને ઉતારવામાં આવે તેટલે જ તે આત્માને આનંદકારી અને ચમત્કારી જણાય છે.
આ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે, “હે ! પ્રભે ! તું દુઃખને નાશ કરનાર છે માટે મારા દુઃખને નાશ કર, એવી હું તને પ્રાર્થના કરું છું.' આ ઉપરથી કોઈ એમ કહી શકે કે, પરમાત્મા તે પ્રત્યક્ષ દેખાતા નથી અને દુ:ખને નાશ કરવા માટે સંસારમાં