________________
૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
કામ કરવા છતાં ગાળ સાંભળું છું અને તેમ છતાં મને ક્રોધ આવતું નથી. હું મન્ચ પણ એ જ જપું છું કે “નમો અરિહંતાણું –અર્થાત્ જેમણે કર્મશત્રુઓનો નાશ કર્યો છે તેમને નમસ્કાર કરું છું. મારા ગુરુએ આવા ભગવાનને નમસ્કાર કરી કામ-ક્રોધ વગેરે કર્મ શત્રુઓને જીતવાની શિક્ષા આપી છે. તમે મારી પરીક્ષા કરી જુઓ કે મારી સાસુ ગાળો ભાડે છે તે પણ હું શાન્ત રહી કેધને જીતી શકું છું કે નહિ?
શ્રીમતીના પતિએ વિચાર્યું કે, આ એમ માનશે નહિ માટે તેને ગમે તે ઉપાયે મારી નાંખવી. પણ તેને એવી રીતે મારવી કે તે મરી જાય અને મારી ઉપર મારી નાંખવાને આરોપ પણ ન આવે એ વિષે વિચાર કરવા લાગ્યો. એક દિવસ એક મદારી માટે સાપ લઈને આવ્યો. શ્રીમતીના પતિએ વિચાર્યું કે, આ સાપને લઈ તેની દ્વારા પત્નીને મારી નાંખવી ઠીક છે. સર્પ કરડશે એટલે તે મરી જશે અને મારા ઉપર લેકે મારી નાંખવાનો આરોપ પણ નહિ આવે ! આ પ્રમાણે વિચાર કરી તેણે મદારી પાસેથી સાપ ખરીદી લીધે અને એક ઘડામાં તે સપને પૂરી પિતાના શયનાગારમાં મૂકી આવે. રાત્રે તે શયનાગારમાં આવ્યો ત્યારે શ્રીમતીએ પૂછ્યું કે શું આજ્ઞા છે. તેના પતિએ કહ્યું કે, જા, પેલા ઘડામાં મેં ફુલની માળા મૂકી છે તે લઈ આવ. માળા પહેરવાનું આજે મારું મન થયું છે.
મન્ચ બડે નવકાર, સુમર લે મન્ન બડે નવકાર, કૃષ્ણ ભુજંગકો ઘાલા ઘટમેં, મારણ કે હાર
નાગ મિટકે ભઈ પુલકી માલ, મગ્ન જપ નવકાર-સુમર૦ શ્રીમતી પ્રસન્ન થતી ગઈ અને ઘડામાં હાથ નાંખ્યો. તેના પતિની ઈચ્છા ઘડામાં રાખેલા સર્ષદ્વારા શ્રીમતીનું મૃત્યુ નીપજાવવાની હતી, પણ શ્રીમતીએ ઘડામાં કુલની માળા લેવા માટે હાથ નાંખ્યો ત્યાં નવકાર મંત્રના પ્રભાવે કે પોતાના આત્મબળના પ્રભાવે એ સાપ ફૂલની માળા બની ગયો. શ્રીમતીએ કુલની માળા લઈ તેના પતિને આપી. આ જોઈ તેના પતિને આશ્ચર્યને પાર રહ્યો નહિ! તેણે વધારે પરીક્ષા કરવા માટે કહ્યું કે, જા, બીજી માળા લઈ આવ ! શ્રીમતી ફરી ગઈ અને માળા લઈ આવી. પતિ માળા જોઈ ખૂબ આશ્ચર્ય પામ્યો અને વિચારવા લાગ્યો કે, હું ઘડામાં તે સર્પ લાવ્યો છું અને આ માળા ક્યાંથી લાવી !
માટે ચાલ, હું જોઉં કે ઘડામાંથી સર્પ ક્યાં ગયો ? જે તે ઘડામાં જોવા ગયો ત્યાં સર્વે હુંફાડે માર્યો. શ્રીમતીના પતિએ વધારે પરીક્ષા કરવા માટે શ્રીમતીને કહ્યું કે, જા, બીજી માળા લઈ આવ ! શ્રીમતીએ ફરી ઘડામાં હાથ નાંખ્યો તો તેના હાથમાં ફરી માળા જ આવી. પતિએ પૂછ્યું કે, શું તું કાંઈ મંત્ર જાણે છે ! શ્રીમતીએ કહ્યું કે, હા, હું નવકાર મંત્ર જાણું છું. પતિએ કહ્યું કે, તેને તે આ ઝગડો જ છે.
શ્રીમતીને પતિ પિતાની માતાની પાસે ગયો અને કહ્યું કે, “તમે હવે નવકારમંત્રને ઝગડા છોડી દો, તે સ્ત્રી નહિ પણ દેવી છે, મેં તેની આજે પરીક્ષા કરી જોઈ છે.”