________________
વદ ૦)) ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૯૫
કર્મના વિગ્રહની બધી વસ્તુ નાશવાન છે. અર્થાત સારી વસ્તુ હોય કે ખરાબ વસ્તુ હોય પણ જેને સંબંધે કર્મની સાથે છે તે વસ્તુ નાશવાન છે; એટલા માટે સ્વર્ગ અને નરક બન્નેની આશા-દુરાશા છેડે અને પરમાત્માના શરણે જાઓ ! પરમાત્માના શરણે જવાથી તમારું જે દુઃખ દૂર થશે તે પાછું આવશે નહિ અને તેમને શરણે જવાથી તમારું દુઃખ દૂર થશે જ એ વાત નિશ્ચિત છે. જ્ઞાનીઓના આ કથન ઉપર વિશ્વાસ રાખે. તેમનું આ કથન એકાન્ત સત્ય અને ઠીક છે. આ કથન ઉપર વિશ્વાસ કરી તે પ્રમાણે ચાલશે તે તેમાં કલ્યાણ છે.
તમે કહેશો કે, આ તે આધ્યાત્મિક સુખની વાત થઈ, પણ અમે તો સંસારી છીએ એટલે અમારે તે ભૌતિક સુખની આવશ્યક્તા છે ! આના ઉત્તરમાં જ્ઞાનીઓ કહે છે કે, આધ્યાત્મિક સુખની આગળ ભૌતિક સુખ તે દાસની સમાન છે. પરમાત્માના શરણે જવાથી તમારામાં એક પ્રકારની આકર્ષણ શક્તિ પેદા થશે કે જેની દ્વારા સમસ્ત ભૌતિક ચીજો પણ તમારી પાસે ખેંચાતી ચાલી આવશે અને તમે તે ચીજોને તુચ્છ માનવા લાગશે ! એમ માને, કે કોઈ માણસને એક અમૂલ્ય રત્નની પ્રાપ્તિ થઈ. જો કે, એ રત્નમાં ખાવા-પીવાની કે પહેરવાની કોઈ ચીજ પ્રત્યક્ષ દેખાતી નથી; પણ જેમની પાસે એવું અમૂલ્ય રત્ન હોય છે તેને શું ખાવા-પીવા-પહેરવાની વસ્તુની ઊણપ રહી શકે ! આ જ પ્રમાણે જેમાં આધ્યાત્મિક સુખ છે તેમને ભૌતિક સુખની ઊણપ રહી શકતી નથી. આધ્યાત્મિક સુખ મળતાં બધાં સુખો મળી જશે. એટલા માટે સાંસારિક વસ્તુઓ મેળવવાનો સંકલ્પવિકલ્પ છોડી દઈ સ્થિરતા ધારણ કરે અને પરમાત્માના શરણે જાઓ તે કલ્યાણ જ છે. અનાથી મુનિને અધિકાર–૧૦
ઉત્તરાધ્યયન સૂત્રના વશમા અધ્યયન ઉપર વિચાર ચાલી રહ્યા છે. આ અધ્યયનમાં આત્મકલ્યાણની જે વાત કહેવામાં આવી છે તેને સમજી જ હૃદયમાં સ્થાન આપવામાં આવે તે બધાં સંકલ્પવિકલ્પ મટી જાય અને આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ થાય ! આત્મા ભ્રમમાં પડી જઈ ઘણીવાર ભાતિક સુખોની પાછળ ભટક્યા કરે છે અને એ સુખના અભિમાને તે પોતાને નાથ અને બીજાને અનાથ માનવા લાગે છે; પણ આમ માનવા જતાં “હું બધાને નાથ છું' એ અભિમાનમાં પિતે જ “અનાથ' બની જાય છે. રાજા શ્રેણિક પણ ભૈતિક સુખના અભિમાનમાં પિતાને બધાને “નાથ” સમજતો હતો. શ્રેણિકની આ મોટી ભૂલ હતી. આ ભૂલને જે મહામુનિ અનાથીએ પિતાના ઉપદેશદ્વાર દૂર કરી, અને શ્રેણિક જે પિતાને બીજાના “નાથ” સમજતો હતો પણ વાસ્તવમાં તે પિતે જ “અનાથ” હતું, એ ભૂલ સમજાવી, તેને આધ્યાત્મિક સુખનો માર્ગ બતાવ્યો. તે મહામુનિ કેવા હતા તેને પરિચય આપતાં શાસ્ત્રમાં કહ્યું છે કે –
तत्थ सो पासई साहुँ, संजयं सुसमाहियं ।
निसन्न रुक्खमूलम्मि, सुकुमालं सुहोइयं ॥ ४॥ રાજા શ્રેણિક, તે મંડિકક્ષ બાગમાં વિહારયાત્રા માટે આવ્યો હતો. તે રાજશાહી દાઠમાઠથી આવ્યો હશે પણ શાસ્ત્રમાં એ વિષે કાંઈ વર્ણન મળતું નથી, એટલા માટે