SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ શ્રાવણ રામે લક્ષ્મણને કહ્યું કે, “જો તું મારી સાથે આવીશ તા માતાપિતાને કેટલું બધું દુ:ખ થશે? વળી મારી સાથે આવવાને તું આગ્રહ પણ શા માટે કરે છે ! શું હું કાયર હું ! તું ! અહીં રહીને ભાઇ ભરતને સહાય કર. મારી સાથે આવવાની જરૂર નથી.” લક્ષ્મણે કહ્યું કે, “અહીં તા માતાપિતાની સેવા કરનાર તેા ઘણા છે. હું તે આપતી સાથે જ આવીશ. આપ જંગલમાં જાએ અને હું મહેલમાં રહું એ કેમ બની શકે ? લક્ષ્મણની વાત સાંભળી રામ સમજી ગયા કે, લક્ષ્મણ સાથે આવ્યા વિના માનશે નહિ. એટલા માટે તેમણે લક્ષ્મણને કહ્યું કે, “તું માતાની રજા લઇ આવ, પછી મારી સાથે આવજે. લક્ષ્મણ આ સાંભળી પ્રસન્ન થયા પણ સાથે તેને એવા વિચાર આવ્યા કે, માતા પુત્રસ્નેહને કારણે રામની સાથે વનમાં જવાની રજા આપશે કે નહિ ? જો માતા રજા નહિ આપે તે રામ પણ સાથે લઈ નહિ જાય ! લક્ષ્મણ પરમાત્માને પ્રાર્થના કરવા લાગ્યા કે, “ હે પ્રભા ! માતાને એવી સબુદ્ધિ સૂઝે કે મને રામની સાથે વનમાં જવાની સ્વીકૃતિ આપે. ’ "" લક્ષ્મણ પેાતાની માતા સુમિત્રાની પાસે ગયેા. સુમિત્રાને પુત્ર સ્નેહ તેા હતેા છતાં તેમણે લક્ષ્મણને શું કહ્યું તેનું જનરામાયણમાં ઘણું જ સુંદર વર્ણન આપેલ છે. તેમાં કહ્યું છે કેઃ— 2 6 વત્સ સુવત્સ બુદ્ધિ તારી, ભલેા મતે તુંજ માંય; તાત રામ કરી લેખવા, કહે સુમિત્રા માય.’ "" સુમિત્રા કહે છે કે, “ હે પુત્ર! તે રામની સાથે વનમાં જવાને જે વિચાર કર્યાં છે તે ઘણું! જ સારા વિચાર છે. રામને તું પિતા અને સીતાને માતાની માફ્ક સમજજે. તેમને કોઈ પ્રકારનું કષ્ટ ન થાય તેને પૂરેપૂરા ખ્યાલ રાખજે, અને તેમની ખરાખર સેવા કરજે. તારા ભાગ્યથી જ રામ વનમાં જાય છે અને તેથી જ તને સેવા કરવાના આવે। શુભ અવસર મળે છે. ' લક્ષ્મણ જેવા ભાઈ અને સુમિત્રા જેવી માતા મળવી મુશ્કેલ છે. સુમિત્રા કહે છે કે, “હે પુત્ર! તારા ભાગ્યથી જ રામ વનમાં જાય છે માટે તું પણ જા, ઢીલ કર નહિં, નહિં તે રામ વનમાં ચાલ્યા જશે અને તું અહીં રહી જઈશ. '' માતાનું આ કથન સાંભળી લક્ષ્મણને કેટલા બધા હ થયા હશે ? ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી મળવાથી જેવા આનંદ થાય તેવા આનંદ લક્ષ્મણને થયા. લક્ષ્મણ, રામની સાથે વનમાં ગયેા. વનમાં લક્ષ્મણે રામની કેવી સેવા કરી એ તે વાત પ્રસિદ્ધ જ છે. અનાથી મુનિ કહે છે કે, “હે રાજન્! મારા ભાઈએ સ્વાર્થી ન હતા, પણ મારા દુઃખને દૂર કરવા માટે અને રાગમુક્ત કરવા માટે હંમેશાં પ્રયત્નશીલ રહેતા હતા. મારા ભાઈ એ હમેશાં મારા વિષે ચિંતા કરતા હતા કે, “ મારા ભાઇનું દુ:ખ કેમ દૂર થાય અને તે રાગમુક્ત કેમ થાય! અમને તે। ત્યારે જ આનંદ થશે કે, જ્યારે ભાઇના રાગ દૂર થશે. કાઈ ભલે આ બધી સપત્તિને કે આ ધરબારને લઈને પણ અમારા આ
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy