________________
-
'
વદ ૮] રાજકેટ-ચાતુર્માસ
[૪૮૩ ચક્ષુથી જોઈ શકાય! તેમને તે જે રીતિએ જોઈ શકાય તે રીતિએ જ તમે જોઈ શકે. કદાચિત તમે પરમાત્માને જોતા નથી તે તમારા આત્માને તો જુઓ છે ને ? સંસારની વસ્તુઓ જેમના હોવાથી પ્રિય લાગે છે તે આત્મા છે, એ તે માને છે અને તેને જાણો છો. હવે જે તે આત્માને જ જાણી શકતા નથી તે પછી પરમાત્માને કેવી રીતે જાણી શકે ?
તમે કદાચ એમ કહે કે અમે આત્માને કેવી રીતે જાણીએ ? પણ જે જીભદ્વારા બેલે છે, આંખે દ્વારા જુએ છે. કાનદ્વારા સાંભળે છે અને જે આ દેહને દહી છે તે જ આત્મા છે. એ આત્માના હોવાથી જ સંસારની બધી વસ્તુઓ પ્રિય લાગે છે. એ આત્માને જાણવાથી પરમાત્માને પણ જાણી શકાશે. જોકે પરમાત્માને શોધવા માટે તીર્થ વગેરે સ્થાનમાં જાય છે, પરંતુ જ્યાં સુધી આત્માને પત્તો લાગતું નથી ત્યાં સુધી પરમાત્માનો પત્તો લાગી શકતે નથી. અને જ્યારે તમને તમારા આત્માને પત્તો લાગી જશે ત્યારે તમે જ્યાં બેઠા હશો ત્યાં જ ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ જશે.
મતલબ કે, આત્મામાં એવી કાયરતા છે કે, તે પિતાનાં દુર્ગણોને દબાવી દુનિયામાં માટે બનાવા ચાહે છે. આ કાયરતાને દૂર કરવા માટે જ પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે છે અને તેમના શરણે જવામાં આવે છે. રાજાની સહાયતા તે જ ચાહે છે કે જેમની પાછળ શત્રુઓ પડ્યા હોય છે. ધનવાનના શરણે તે જ જાય છે જે ગરીબ છે. આ જ પ્રમાણે આત્મામાં દુર્ગુણેને દબાવવાની નિર્બળતા છે અને એટલા જ માટે આત્મા, પરમાત્માની પ્રાર્થના કરે છે અને તેમના શરણે જાય છે. આત્મા પિતાની નિર્બળતાને દૂર કરવા માટેજ પરમાત્માના શરણે જાય છે એ ઉપરથી એટલું તે સમજાય છે કે, આત્માને પોતાની નિર્બળતાનું ભાન થયું છે. નિર્બળતાનું ભાન થયા વિના પરમાત્માના શરણે જઈ શકાતું નથી. પિતાની નિર્બળતા સમજીને જ ભક્તજને કહે છે કેઃ- ૮ -
કબહું મન વિશ્રામ ન માન્ય, વિસરી સહજ સુખ જહં તહે ઈન્દ્રિય તા., કબહું ચદપિ વિષય સંગ સો દુસહ દુઃખ વિષમ જાલ અનજાન્ય,
તદપિ ન તજત મૂઢ મમતા વશ જાનત હું નહીં જાજે. કબહું ભક્ત કહે છે કે, “હે ! પ્રભે ! મારા આત્માની એવી સ્થિતિ થઈ રહી છે કે, મારું મન જરા પણ વિશ્રાંતિને પામતું નથી. મારા મનને ઈન્દ્રિયોના વિષયે જે બાજુ ખેંચે છે તે બાજુ મન ભાગી જાય છે. સ્થિર રહેવામાં મનને જે સહજ સુખ છે તે સુખને મન ભૂલી રહ્યું છે. અનાથી મુનિને અધિકાર-પ૩
અનાથી મુનિ રાજા શ્રેણિકને આ જ વાત કહી રહ્યા છે. તેઓ કહે છે કે, જેમણે સનાથ બનવાની ભાવનાથી સંસારને ત્યાગ કર્યો છે તેઓ પણ ઇન્દ્રિયોના વિષયમાં ખેંચાઈ જઈ રખડી પડે છે. જો કે આમ બને છે પણ આ દશ્યથી છવને સનાથતા અને અનાથતાને ભેદ સમજવામાં સરળતા પડે છે. કેઈને સાધુતાથી પતિત થતાં જોઈ જ્ઞાનીઓને એ વિચાર થાય છે કે, વાસ્તવમાં સાધુતાનું પાલન કરવું મુશ્કેલ છે. આ મુશ્કેલ કામને કાયર લેકે કેવી