________________
૨૭૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ ભાદરવા
વાવિવાદમાં જીત થશે, માટે ચિંતા ન કરેા. અભયાએ કહ્યું કે, મેં કપિલા સાથે વાદ તે કર્યો છે . પણ મને ચિંતા એ થાય છે, કે હું એકલી એ વાદમાં કેવી રીતે જીતી શકીશ ?
પડિતાએ પૂછ્યું કે, શું એ વાદ મને નહિ જાવા ? રાણીએ ઉત્તર આપ્યા કે, તમને એ વાદ નહિં જણાવું તેા કાને જણાવીશ. તમારા વિશ્વાસે જ મેં વાદ કર્યો છે. પિલા સાથે મેં જે વાદ કર્યાં છે તે સાંભળેાઃ-સુદર્શન શેઠ કે જે આપણા નગરશેઠ છે તેને કપિલા વશ કરી ન શકી. અને કપિલાએ મને કહ્યું કે જ્યારે સુદર્શન મારી કપટજાળમાં સાચે નિહ તો પછી કાઈ એને પેાતાની કપટ જાળમાં ફસાવી શકે એમ નથી. આ સાંભળી મે કહ્યું કે, સ્ત્રીઓના ત્રિયાચરિત્રદ્વારા તે દેવા પણ વશ કરી શકાય છે તેા પછી આ સુદર્શન તે શું વિસાતમાં છે! આ પ્રમાણે કહી મેં તેની સામે પ્રતિના કરી છે કે, હું સુદર્શનને ભ્રષ્ટ કરીશ, અને જો હું તેને ભ્રષ્ટ કરી શકીશ નહિ તે હું મારું મોઢું પણ નહિ બતાવું ! આ પ્રમાણે મેં પ્રતિજ્ઞા કરી છે પણ સુદનને ભ્રષ્ટ કેવી રીતે કરવા એની હવે ચિંતા થાય છે.
અભયાનું કથન સાંભળી, પડિતા કહેવા લાગી કે, બસ ! એટલી જ વાત છે ને ? એમાં ચિન્તા કરવા જેવી શું વાત છે ! આપણે ત્રિયાચરિત્રદ્રારા આકાશના તારાઓને પણ નીચે લાવી શકીએ એમ છીએ, તેા પછી આ તે સાધારણ વાત છે. આપ એની હવે ચિંતા ન કરે. વાદમાં તમારી અવશ્ય જીત થશે. તમે કહે। તેને તમારી સમક્ષ હાજર કરી શકું એમ છું. તેા પછી સુદન તે શું વિસાતમાં છે.
પંડિતાનું કથન સાંભળી રાણી ઉત્સાહમાં આવી અને સુદર્શનને ફસાવવાને કા ભાર પડિતાને સોંપ્યા. હવે આગળ શું થાય છે તેના વિચાર યથાવસરે કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદી ૨ બુધવાર
પ્રાર્થના
અન'ત જિનેશ્વર નિત નમે, અદ્ભુત જ્યોતિ અલેખ; ના કહિયે ના દુખિયે, જાકે રૂપ ન રેખ. ા અનેત॰ ૧ ।।
શ્રી અનતનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
• આત્માએ પરમાત્માના સાક્ષાત્કાર કરવો જોઈ એ ' એ જ આત્માના પુરુષા ની ચરમસીમા છે. આને જ પરમ પુરુષાર્થ પણ કહેવામાં આવે છે. પરમાત્માને સાક્ષાત્કાર કરવા માટે શાસ્ત્રમાં જે ઉપાયે બતાવવામાં આવ્યાં છે, તે એક સાથે બતાવી શકાય નહિ, તેમ એક સાથે ઉપયેગમાં પણ લાવી શકાય નહિ; પણ એક એવા ઉપાય છે કે,