________________
શુદી ૧૨]
રાજકેટ-ચાતુર્માસ
[ ૨૭૭
હું ઈચ્છું તે મારી આંખના એક પલકારા માત્રથી તેમને શિરચ્છેદ કરાવી નાંખવા જેટલું સામર્થ્ય ધરાવું છું. આ જ પ્રમાણે સુદર્શન તે શું, મોટા મોટા યોગીઓને પણ ત્રિયા ચરિત્રની સહાયતા વડે ચલિત કરી શકાય છે.”
વ્યર્થ ગવ મત ધરે રાની, એ સબવિધિ કર છાની; સુદર્શન નહિં ચલે શીલસે, યહ બાત લો માની. ધન ૪૧ જો મિ નારી હું હશિયારી, સુદર્શન વશ લાઉ નહિં તે વ્યર્થ જગતમેં જીકે, તુ ન મુખ દિખલાઉ. એ ધન, કરો સુદર્શન કે જે વશ લાવો, તે તુમ રંગ ચઢાઉં,
નારી ચરિતકી પૂરી નાયિકા, કહે કે મને બતાઉં. તે ધન૪૩ કપિલા રાણીને ઉત્તેજિત કરવા માટે કહેવા લાગી કે, “મહારાણી આપ એવું અભિભાન ન કરો! તમે તમારી પ્રશંસા કરો છો પણ હું તે તમારું કહેવું સાચું ત્યારે જ ભાનું કે જ્યારે તમે સુદર્શનને ચલિત કરો.' રાણીએ કહ્યું કે, “ઠીક છે. હવે જોજે સુદર્શનને હું કેવી રીતે ફસાવું છું. જે હું સુદર્શનને ન ફસાવું તો તને મોટું પણ નહિ બતાવું. આ મારી પ્રતિજ્ઞા છે.”
કપિલાએ અભયાને વધારે ઉત્તેજિત કરવા કહ્યું કે, “હું પણ જોઉં છું કે, તમે સુદર્શનને કેવી રીતે ફસાવો છો અને તેને ફસાવીને તમે લીધેલી પ્રતિજ્ઞાનું પૂરેપૂરું પાલન કરશે ત્યારે જ હું તમને સાચી ક્ષત્રિયાણું અને સિયાચરિત્રની જાણકા માનીશ.”
આ પ્રમાણે અભયારણું કપિલા સાથે સુદર્શનને ફસાવવાની પ્રતિજ્ઞા કરી પિતાના તંબૂમાં આવી અને સુદર્શનને ફસાવવાનો ઉપાય વિચારવા લાગી.
કરી પ્રતિજ્ઞા હે નિર્લજ, ક્રીડા કર ઘર આઈ; ધાય પિડિતાએ બાત સુનાઇ, લેભસે વહ લલચાઈ. ધન૪૪ ઘાટ ઘડા નાનવિધ જબ મન, એક ઉપાય મન આયા;
કૈસુદી મહોત્સવ નિકટ આવે જબ, કામ કરૂં મન ચાયા. ધન ૪૫ રાણીને ઉદાસ અને વિચારમગ્ન બેઠેલી જોઈ પંડિતા નામની તેની ધાયમાતા કહેવા લાગી કે, આજે તમે ઉદાસ કેમ છો ? રાણીએ કહ્યું કે શું કહું? જે મારું કામ સફળ નહિ થાય તે હું જીવી શકીશ નહિ. અત્યારે મારું જીવન સંકટમાં છે. પંડિતાએ પૂછયું કે, અરે ! એવી વાત શું છે? એ તે કહે ! કયા કારણે તમારું મન આટલું બધું ખાટું થઈ ગયું છે ! રાણીએ જવાબ આપ્યો કે, અપમાનિત થઈને જીવવા કરતાં મરી જવું એ સારું છે. પંડિતાએ કહ્યું કે, તમારું એવું અપમાન કેણે કર્યું છે ? અભયાએ ઉત્તર આપ્યો કે, તે કપિલાને તો જાણતી જ હઈશ ? પંડિતાએ કહ્યું કે, હા તેને હું જાણું છું. શું તેણીએ તમારું અપમાન કર્યું છે? રાણીએ જવાબ આપ્યો કે, કપિલાએ મારું અપમાન તે કર્યું નથી પણ તેની સાથે મારે વાદવિવાદ થયો છે.
પંડિતાએ કહ્યું કે, વાદવિવાદમાં તમે આટલી બધી ચિંતા શું કરે છે ! વાદવિવાદમાં શું તમે કોઈ દિવસ પરાજિત થયા છે કે આ વખતે પરાજિત થશે? તમારી અવશ્ય