________________
વદી ૨]
રાજકેટ-ચાતુર્માસ
[૨૭૯
જે બધાને માટે સુલભ અને સરલ છે. તે ઉપાય પરમાત્માની પ્રાર્થના છે. અનેક ઉપાય દ્વારા જે વસ્તુની પ્રાપ્તિ થઈ શકતી નથી તે પરમાત્માની પ્રાર્થનાદ્વારા પ્રાપ્ત થઈ શકે છે, એવું જ્ઞાનીજનેનું કથન છે.
પરમાત્માની અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરવા માટે ઉપાસકે સર્વ પ્રથમ પિતાના ઉપાસ્યને બરાબર ઓળખવા જોઈએ. ઉપાસ્યને ઓળખ્યા વિના કરવામાં આવતી ઉપાસના “ થwાયિકાઃ તિર્યંતિત મારચન્યા' એ કથનાનુસાર નિષ્ફળ જાય છે. માટે પરમાત્માની પ્રાર્થના કરવા માટે સર્વ પ્રથમ પરમાત્માને ઓળખવા જોઈએ. પણ પ્રશ્ન મેટ એ છે કે, પરમાત્માને ઓળખવા કેવી રીતે ? આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજને કહે છે કે, પરમાત્માને ઓળખવાની જે આંતરિક ઈરછા હોય તો પરમાત્મા તમારી પાસે જ છે. તેમને ઓળખવા એ કાંઈ કઠિન કામ નથી તેમ તેમને ઓળખવા માટે ક્યાંય બહાર જવાની પણ જરૂર નથી. પરમાત્મા તે તમારા સમીપ જ છે. કહ્યું પણ છે કે
સૂક્ષ્મથી સૂક્ષ્મ પ્રભુ, ચિદાનંદ ચિદ્રપ,
પવન શબદ આકાશથી, સૂક્ષ્મ જ્ઞાનસ્વરૂપ.” પરમાત્મા સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ વસ્તુને શોધવા માટે ક્યાંય બહાર જવું પડતું નથી, તે તે સમીપ જ હોય છે. તે જ પ્રમાણે પરમાત્મા પણ આત્માની પાસે જ છે.
પરમાત્મા આત્માની સમીપ કેવી રીતે છે એ વિષે ઉપનિષતમાં એક કથા આવેલ છે. તેમાં કહ્યું છે કે –
એક બ્રહ્મચારીને આત્માને સાક્ષાત્કાર ન થવાથી ખૂબ ઉદાસીનતા થઈ. ઉદાસીનતા પણ કોઈ કોઈવાર કાર્યસાધક પણ નીવડે છે. તે બ્રહ્મચારીને એટલી બધી ઉદાસીનતા થઈ કે, તેણે ખાવા-પીવાનું પણ છોડી દીધું. બધા લોકો તે બ્રહ્મચારીને કહેવા લાગ્યા કે, તમે હમણાં ખાતા-પીતા કેમ નથી અને આખો દિવસ ઉદાસીન કેમ રહો છો ?' - બ્રહ્મચારીએ જવાબ આપ્યો કે, મને ઇશસાક્ષાત્કાર ન થવાને કારણે ઉદાસીનતા રહે છે અને ઉદાસીનતાને લીધે ખાવું-પીવું ગમતું નથી એટલે ખાતે–પીતે નથી. આ સાંભળી અગ્નિદેવ અર્થાત આત્માગ્નિ પ્રગટ થઈને તે બ્રહ્મચારીને કહ્યું કે, “ઈશ તો તારા સમીપ જ છે તે પછી તું દુઃખી શા માટે થાય છે?” બ્રહ્મચારીએ પૂછ્યું કે, ઈશ મારી સમીપ કયાં છે ? ત્યારે અગ્નિદેવે કહ્યું કે, “ જે “પ્રાણુ બ્રહ્મ' અર્થાત આ પ્રાણ એ બ્રહ્મપ છે. “ કે બ્રહ્મ ' અર્થાત આ સુખ પણ બ્રહ્મરૂપ છે અને “ખ બ્રહ્મ' અર્થાત આ આકાશ પણ બ્રહ્મરૂપ છે.” -
આ સાંભળી બ્રહ્મચારી કહેવા લાગ્યો કે, આ પ્રાણ તે બ્રહ્મરૂપ છે એ વાત તે ઠીક છે પણ આ સુખ અને આ આકાશ પણ બ્રહ્મરૂપ કેવી રીતે હોઈ શકે ! તે મને સમજવામાં આવતું નથી. આ આકાશ અને સુખ તે જડ છે તે તે બ્રહ્મરૂપ કેવી રીતે બની શકે ?
બ્રહ્મચારીનું આ કથન સાંભળી અગ્નિદેવે તેને કહ્યું કે, “તું મારા કહેવાને ભાવાર્થ સમજી ન શકો.” મારે કહેવાને આશય એ છે કે, “જે સુખ છે તે જ આકાશ કહેવાય