________________
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ અષાડ વદ ૧૦ સોમવાર
પ્રાર્થના
“અશ્વસેન” નૃ૫ કુલ તિલે રે, “વામા” દેવીને નન્દા ચિન્તામણિ ચિત્ત મેં બસે રે, દૂર ટલે દુઃખ વંદા
જીવ રે તૂ પાશ્વ જિનેશ્વર વદ ૧ છે શ્રી પાર્શ્વનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં આત્માનું નિજ સ્વરૂપ આત્મા પોતે કેમ ભૂલી ગયો છે અને પિતાનું આત્મભાન તેને ફરી કેમ થાય એ બતાવવામાં આવ્યું છે. આત્મા પિતે ચિદાનંદસ્વરૂપ છે છતાં પોતે પિતાનું રૂપ કેમ ભૂલી ગયા છે અને ભૂલી ગયા છે તે ફરી તે સ્વરૂપ કેમ જાણું શકે એવો પ્રશ્ન ઉભો થાય છે. આ પ્રશ્નને ઉકેલ કરવો મુશ્કેલ જણાય છે, પણ જ્ઞાનીઓ કહે છે કે, જે હદય ખોલીને આ પ્રશ્ન ઉપર વિચાર કરવામાં આવે તે તેને ઉકેલ કરો પણ સરલ છે.
આત્મા પિતે ભ્રમજાળમાં ફસાઈ ગયો છે અને પોતે જ એ ભ્રમજાળમાંથી છૂટ થઈ શકે છે, પણ તેમાં પુરુષાર્થની જરૂર રહે છે. જે આત્મા પુરુષાર્થ કરે તે ભ્રમજાળને ભેદી આત્મસ્વરૂપ જાણવું તેને માટે મુશ્કેલ કામ નથી. આત્મા ભ્રમજાળમાં કેવી રીતે ફસાઈ ગયે છે એના માટે પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે –
સર્ષ અભ્યારે રાસડી રે, સૂને ઘર વૈતાલ
ત્યે મૂરખ આતમ વિષે રે, મા જગ ભ્રમજાલ છે અંધારામાં પડેલી દેરીને જેઈ સાપને ભય પેદા થાય છે. જો કે વાસ્તવમાં તે સર્પ હેત નથી પણ પિતાની કલ્પનાથી દેરીને સાપ માનવામાં આવે છે અને એ રીતે પિતાની કલ્પનાથી જ દેરીને એ સર્ષ થતું નથી અને સર્પની દેરી બનતી નથી પણ એવી કલ્પનાથી ભય પેદા કરવામાં આવે છે. તે કલ્પના ભ્રમમાંથી પેદા થાય છે. આ ભ્રમને અંધકાર તે આત્મભાનને પ્રકાશ થાય ત્યારે જ દૂર થઈ શકે છે.
કલ્પનાથી ભય કેવી રીતે પેદા થાય છે અને પછી એ ભય કેવી રીતે દૂર થાય છે એને મને સ્વાનુભવ થયો છે. હું જ્યારે દક્ષિણમાં વિચરતે હો ત્યારે ઘેડનદી નામના ગામમાં રાત્રે લોકો સાથે જ્ઞાનચર્ચા કરતો હતો. હું છાયામાં બેઠેલો હતો અને લોકો ખુલ્લામાં પણ બેઠેલા હતા અને જ્ઞાનચર્ચા કરતા હતા. છાપરા ઉપર ચાંદનીની થોડી છાયા પડતી હતી. તે છાપરા ઉપર થેડી તરાડ પડેલી હતી. તે તરાડ છાયામાં જાણે સાપ છાપરા ઉપર બેઠેલો હોય એવી જણાતી હતી. એટલે ત્યાં બેઠેલા લોકોને ભય થયો કે, જો આ સર્પ આખી રાત અહીં રહેશે તો તે કોઈને હાનિ પહોંચાડે એવો સંભવ રહે છે. એ માટે બધા લોકો એ સપને પકડવા માટે પ્રબન્ધ કરવા લાગ્યા. કોઈ તેને પકડવા માટે પકડ લાવ્યા અને કોઈ બત્તી લાવ્યા પણ જેવો પ્રકાશ આવ્યો અને જોયું તે જણાયું કે, તે સાપ નહિ પણ છાપરા ઉપર પડેલી તરાડ હતી.