________________
૫૨૦].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
આપી અને કહ્યું કે, ઓપરેશન ન કરાવવું અને આ દવાની એક ટીકડી દરરોજ ખાવી. તને શક્કરની બિમારી છે એટલા માટે સાકર ન ખાવી, પરંતુ ગોળ-ઘીનાં બનાવેલા લાડવાં જેટલા ખાઈ શકાય તેટલા ખાવાં અને સાતમા દિવસે પેશાબની પરીક્ષા કરાવવી. આ પ્રમાણે કહી તે સાધુ તે ચાલ્યો ગયો અને મેં તેણે બતાવેલી રીતિ પ્રમાણે દવા ખાવી શરુ કરી. શક્કરની બિમારીમાં ગોળ ઝેરના જેવું કામ કરે છે અને દાકતર લેકે મને ગોળ ખાવાની મજા પણ કરવા લાગ્યા, પરંતુ મેં તેમનું કહ્યું માન્યું નહિ અને સાધુના કથન ઉપર વિશ્વાસ રાખી ગોળ-ઘી ખાવાનું ચાલું રાખ્યું. સાતમા દિવસે ત્રણ દાક્તરેએ મારે પેશાબ તપાસ્યો પણ તેમાં જરાપણ શક્કરને ભાગ તેમના જેવામાં આવ્યો નહિ!
તમે કહેશે કે, કોઈ એવી દવા આપનાર તે મળે ! પણ વિશ્વાસ અને ભાવના રાખો તે ન જાણે કોણ ક્યાંથી આવી મળશે! વિશ્વાસની શક્તિ ઘણી મોટી છે. તમારી ભાવનાથી કામ કરશે તે તમારી ભાવના ઉપર તમને વિશ્વાસ થશે અને બીજાના આધારે કામ કરશો તે બીજાના ગુલામ બનશો. જ્યારે તમે દાક્તર ઉપર વિશ્વાસ રાખે છે ત્યારે તમારી ભાવના ઉપર જ તમે વિશ્વાસ કેમ રાખતા નથી ? સનકુમાર ઋષિએ ઘણું દિવસો સુધી શરીરમાં રોગ રાખ્યા પણ તેઓ પિતાની ભાવના ઉપર જ દઢ રહ્યા તે કર્મોને નષ્ટ કરી મુક્ત થઈ ગયા. તમે પણ એવી ભાવના ભાવો તે તેમાં કલ્યાણ જ રહેલું છે. હવે આજ વાત તેમેને સુદર્શન ચરિત્ર દ્વારાએ કહું છું. સુદર્શન ચરિત્ર–પ૭
અવસર દેખ શેઠ મન દઢ કર, લીને સંયમ ભાર;
ઉગ્રવિહાર વિચરતા આયે, પટના શહર મઝાર. . ધન ૧૨૬ સુદર્શને વિચાર્યું કે, અભયા માતા પિતાની ભાવનાથી જ મરી છે પણ હવે મારે શું કરવું? મારે મારી ભાવના સફળ કરવી જોઈએ. આ પ્રમાણે વિચાર કરી તેણે મનોરમાને કહ્યું કે, હવે “આ ઘર અને આ પુત્રને તમે સંભાળે. હવે હું સંયમને ધારણ કરીશ.”
સુદર્શનનું આ કથન સાંભળી મનેરમા લેકવ્યવહારની અનુસાર ગભરાઈ. તે કહેવા લાગી કે, “આપ હમણાં જ ઉપસર્ગમાંથી બચ્યા છે અને હમણું જ સંયમને ધારણ કરો. છે; હમણાં જ અમને બધાને છોડી ચાલ્યા જાઓ છો ?”
સુદર્શને ઉત્તર આપ્યો કે, “આ સમયે તમે મેહમાં પડી ગયા છે. હું પૂછું છું કે, જ્યારે મને શૂળી ઉપર ચડાવવામાં આવ્યો હતો ત્યારે મારું મુખ જેવા કેમ આવ્યા નહતા ?”
મને રમાએ જવાબ આપ્યો કે, તમારી ઉપર કલંક હતું એટલે હું આપનું મુખ જોવા કેમ આવી શકું ? સુદર્શને કહ્યું કે, “ત્યારે એ કલંક તમે જોયું?” મને રમાએ ઉત્તર આપ્યો કે, “એ કલંકને મેં નહિ પણ ધર્મો ધોયું છે.” સુદર્શને કહ્યું કે, તે પછી હું એ ધર્મભાવનાનું પિષણ કરવા માટે જાઉં છું તે પછી તમે એ વખતે કાયરતા કેમ બતાવે છે ?” - શેઠે મનેરમાને સમજાવી. શહેરમાં વાયુવેગે ખબર ફેલાઈ ગઈ કે શેઠ દીક્ષાને અંગીકાર કરે છે. જોકે શેઠની પાસે આવી કહેવા લાગ્યા કે, આપ અમારા સદ્દભાગ્યે તે