________________
*
*
*
*
* *
*
- •
- કે
મ
છે
મારા ક ક મ
ન કે. કા.
.
.
.
.
*
* *
*
*
*
શુદ ૬]
રાજકેટ–ચાતુર્માસ
[૪૦૩
મને રમા કહેતી હતી કે, “ધર્મના કારણે જ આપણું બધાને સંબંધ છે. એ ધર્મને ત્યાગ કરી દયાના નામે દેડવું એ અનુચિત છે. હે ! પુત્ર ! હું નિશ્ચયપૂર્વક કહું છું કે, તમારા પિતાને કોઈ પ્રકારને દેષ નથી, છતાં તેમને માથે કલંક કેમ ચડાવવામાં આવ્યું છે! એને માટે એમ જ કહી શકાય કે, જેમ ગગનવિહારી, તેજસ્વી અને કલાપૂર્ણ સૂર્યને પણ રાહુ ઘેરી લે છે તે જ પ્રમાણે તમારા પિતાને પણ આ કલંકરાહુએ ઘેરી લીધા છે. સૂર્યને રાહુથી છોડાવવા માટે જે પ્રમાણે દાન આપવામાં આવે છે તે જ પ્રમાણે હે ! પુત્રો ! તમારા પિતાને આ પાપ–રાહુથી છોડાવવા માટે દાન આપે. પણ બીજાને દાન આપવા પહેલાં પિતાના આત્માને જ દાન આપે. પિતાનાં પાપ છૂટયાં નથી અને સૂર્યને રાહુથી છોડાવવા માટે દાન દેવા માંડવું એ તે ઊલટો માર્ગ છે. એટલા માટે પહેલાં ધર્મધ્યાનનું પિતાના આત્માને દાન આપે. ચાલો આપણે ધર્મધ્યાન કરીએ. એટલા માટે સાચા મનથી પરમાત્માનું ભજન કરે.”
માતાને પ્રભાવ પુત્ર ઉપર પડે જ છે. જે માતા પુત્રમાં વિરતાને ભાવ ભરે તે બાળક જરૂર વીર બની શકે છે. માતા પિતાની ઈચ્છાનુસાર બાળકને બનાવી શકે છે. પણ આજકાલના માતાપિતાઓ શું કરે છે તે જુઓ. તેઓ બાળકેમાં સદ્દગુણ ભરે છે કે દુર્ગુણો? બાળક તે માટીના પિંડાની માફક છે. તેને જેવો ઘાટ ઘડવા ચાહિએ તેવો ઘડી શકાય છે. જે માતા-પિતા ગાળો ભાંડશે તે બાળકો ગાળો ભાંડતાં શીખશે અને જે માતા-પિતા મીઠાં વેણ બોલશે તે બાળકો પણ મીઠાં વચને બોલતાં શીખશે. આ તે બધાને પ્રત્યક્ષ અનુભવ છે. બાળકને કારણે જ માતાપિતાની નિંદા કે પ્રશંસા થાય છે. જે બાળક સારું હશે તે માતાપિતાની પ્રશંસા થશે અને ખરાબ હશે તે નિંદા થશે. આ ઉપરથી બાળકને સુધારવા માટે માતા-પિતાએ કેવા સંસ્કારે બાળકોમાં ઉતારવા જોઈએ તેને વિચાર કરે.
કેટલાક લોકો બાળકોની વાતમાં શું પશુ છે એમ કહી ઉપેક્ષા કરે છે, પણ બાળકોનાં કોઈ કોઈ કામ પણ શીક્ષાપ્રદ હોય છે. બાળકો કોઈવાર ગાડીની પછવાડે દેડે છે અને ગાડીના પાટીયા ઉપર બેસવાને પ્રયત્ન કરે છે. ગાડીવાળો મારે છે છતાં પોતાને પ્રયત્ન છોડતા નથી. આ જ પ્રમાણે બાળકો કાર્યના ફળને ન જોતા કાર્ય કરતાં જ રહે છે. બાળકોના આ કાર્યથી શિક્ષા એ લેવાની છે કે, જે પ્રમાણે બાળકો ફલ ન જોતાં ક્રિયામાં પ્રવૃત્ત થાય છે તે જ પ્રમાણે તમે પણ ફલ ન જોતાં ધર્મક્રિયામાં પ્રવૃત્ત થાઓ–અર્થાત નિષ્કામ થઈ ધર્મક્રિયા કરે છે તેમાં કલ્યાણ છે.
મનેરમાએ અને તેના પાંચેય પુત્રોએ પરમાત્માનું ધ્યાન ધરી પ્રાર્થના કરી કે, “હે! પ્રભો ! અમે તમારા શરણે આવ્યા છીએ. અમને બીજા કોઈને આધાર નથી. આજે જે સુદર્શન શૂળીની શિક્ષામાંથી બચી જાય અને તેમના માથે ચડાવવામાં આવેલું કલંક મટી જાય તે સંસારમાં સત્યને જય જયકાર થઈ જાય.”
મને રમા અને તેના પુત્રએ ભગવાનનું ધ્યાન ધર્યું તે શું બીજા કોઈ દેવ-દેવી ન હતાં કે તેમણે ભગવાનનું જ ધ્યાન ધર્યું?
કેટલાક લોકો કહે છે કે, વીતરાગ ભગવાન સહાયતા કરવા આવતા નથી એટલા માટે એવાં કામ માટે તે સરાગી દેવને માનવા પડે છે. આ પ્રમાણે પિતાની નિર્બળતાને કારણે