________________
૫૯૪]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો ધર્મધ્યાન કાંઈ કરે છે કે નહિ ?” સીંધીજીએ ઉત્તર આપ્યો કે, “મહારાજ ! પહેલાનાં ભવમાં ખૂબ ધર્મધ્યાન કરી આવ્યા છીએ એટલે જ આ ભવમાં જાગીર મળી છે, ઊંચું કુળ મળ્યું છે અને સારા ઘરની સ્ત્રી પણ મળી છે. તેથી અત્યારે તે આગળના ભવમાં ધર્મધ્યાન કરેલું છે તેનો ઉપભોગ કરીએ છીએ. એટલે હમણાં ધર્મધ્યાન કરવાની શી જરૂર છે ?” ત્યારે રઘુનાથજી મહારાજે કહ્યું કે, “એ તે ઠીક છે કે તમે પહેલાં ધર્મધ્યાન કર્યું છે એનું ફલ અત્યારે મળી રહ્યું છે અને તે બધા જોઈ રહ્યા છે પણ જે હવે ધર્મકરણ ન કરી અને મરીને કુતરા થયા તે આ મકાનમાં આવવા દેશે ? ” સીંઘીજીએ જવાબ આપ્યો કે, “ના, એ દશામાં તો, આવવા નહિ દે.” ત્યારે રઘુનાથજી મહારાજે કહ્યું કે, “અમે એટલા જ માટે ધર્મધ્યાન કરવાનું કહીએ છીએ. પહેલાં ધર્મધ્યાન કર્યું એનું ફળ તે અત્યારે જોગવી રહ્યા છો, પરંતુ ભવિષ્ય માટે પણ કાંઈક સારી કરણી કરે. આ મનુષ્યજન્મ મળ્યો છે છતાં ધર્મધ્યાન ન કર્યું તો શું પછી કૂતરા કે બિલાડીના ભાવમાં ધર્મધ્યાન થઈ શકશે ?”
આ જ વાત તમે તમારા વિષે પણ સમજે. જો આ મનુષ્યજન્મ પામીને પણ આત્માનું કલ્યાણ ન કર્યું તે પછી ક્યારે કરશે ! એટલા માટે આ મનુષ્ય શરીરધારા આત્માનું કલ્યાણ કરે. અનાથી મુનિનો અધિકાર–૬૬
અનાથી મુનિ રાજા શ્રેણિકને આ જ વાત કહી રહ્યા છે કે, “હે ! રાજન ! કુશીલેને માર્ગ છોડી મહાનિઝ ચૅના માર્ગે ચાલ.”
જે કે રાજા શ્રેણિક સાધુ થતું ન હતું પણ તે મુક્તિ અભિલાષી તે હતું જ. આત્માને મુક્તિધામમાં પહોંચ્યા વિના શાન્તિ મળી શક્તિ નથી; એટલા માટે બધાએ મુક્તિની જ અભિલાષા રાખવી જોઈએ. કદાચિત્ આ ભવમાં જ તમે મુક્ત થઈ ન શકે તો પણ જો મુક્તિને પ્રાપ્ત કરવા પ્રયત્ન ચાલુ રહે અને મુક્તિ તરફ જ ગતિ કરવામાં આવે તે મુક્તિ આ ભવમાં નહિ તો અન્યભવમાં મળશે જ. બલ્કિ મુક્તિને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ચાલુ રાખવાથી મુક્તિને પ્રાપ્ત કરી એમ જ કહેવાશે. શાસ્ત્રમાં કહ્યું છે કે – જિ લામાને વરે અર્થાત-જે કાર્યને પ્રારંભ કરવામાં આવ્યો છે તે કાર્યને પૂરું થએલું સમજે અને જેણે ચાલવા માંડયું છે તેને પહોંચેલો સમજે. ' મને કે, એક માણસ મુંબઈ ગયા છે અને બીજે માણસ મુંબઈ જવા માટે રવાના થયું છે. જે પહેલે ગમે છે તે તે મુંબઈ પહોંચી ગયા છે પણ બીજો માણસ જે હજી ઘરમાંથી નીકળ્યો જ છે તેને માટે મુંબઈ હજી દૂર છે છતાં કોઈ એ બન્ને ક્યાં ગયા એમ પૂછે તે એ બન્નેને માટે એમ જ કહેવાશે કે તેઓ મુંબઈ ગયા છે. અર્થાત જે જ્યાં જવા માટે નીકળ્યો તે તરફ પ્રસ્થાન કરનારને માટે એમ જ કહેવામાં આવશે કે તે યથાસ્થાને પગ મૂકી રહ્યો છે. આ જ પ્રમાણે એક માણસ મુંબઈથી રાજકોટ આવવા માટે નીકળ્યો છે. હજી તે મુંબઈમાં જ છે છતાં તાત્ત્વિક દષ્ટિએ તે તેને માટે તે રાજકેટ જ સમીપ કહેવાશે. - શુકલ પક્ષની બીજને દિવસે પ્રકાશ ઓછો થાય છે અને કૃષ્ણપક્ષની બીજને દિવસે પ્રકાશ વધારે થાય છે છતાં એકને શુકલપક્ષ અને બીજાને કૃષ્ણ પક્ષ એટલા માટે કહેવામાં આવે છે કે, એકમાં પ્રકાશની વૃદ્ધિ થઈ રહી છે અને તે પ્રકાશની સન્મુખ છે અને બીજામાં પ્રકાશ