________________
વદી ૬ ] રાજ કેટ-ચાતુર્માસ
[ ૨૩૫ કવિતામાં કહેવામાં આવ્યું છે કે, કપિલા મહાવ્યભિચારિણી હતી. આ કથનને એ અર્થ નથી કે બજારુ સ્ત્રી-વેસ્યા હતી. તેણીએ સુદર્શન સિવાય બીજા કોઈની સાથે વ્યભિચાર કરવાની ઈચ્છા કરી ન હતી, તેમાં કોઈની સાથે વ્યભિચાર સેવ્યો પણ ન હતું, તેમ છતાં તેને મહાવ્યભિચારિણી કહેવાનું કારણ એ છે કે, તેણીએ એક મહાપુરુષને ભ્રષ્ટ કરવાની ઇચ્છા કરી હતી. જેમ કોઈ માણસ રાજ્યના ભંડારને તોડી ચોરી કરે તો તે મહા ચોર કહેવાશે કારણ કે તેણે ઘણું સાહસપૂર્વક ચોરી કરી છે. કોઈ માણસ રાણીની સાથે વ્યભિચાર સેવે તે તે માણસ મહાવ્યભિચારી કહેવાશે. જો સાધુ કઈ રાણુની સાથે ભ્રષ્ટ થાય તો તેને *દશમું પ્રાયશ્ચિત્ત કહ્યું છે અને કોઈ સાધારણ સ્ત્રીની સાથે ભ્રષ્ટ થયો હોય તે તેને આઠમું પ્રાયશ્ચિત કહેલ છે; અર્થાત રાણીની સાથે ભ્રષ્ટ થવાને માટે અપરાધ માનવામાં આવ્યા છે. આજ પ્રમાણે કપિલાને મહા વ્યભિચારિણી એટલા માટે કહેવામાં આવી છે કે, તેણીએ સુદર્શનને કે જેને જોઈ પાપી માણસના હૃદયમાં પણ ધર્મભાવના જાગ્રત થતી હતી, તેવા ધર્માત્માને ભ્રષ્ટ કરવાની ઇચ્છા કરી હતી.
સુદર્શનને ફસાવવા માટે કપિલાએ ઘણાં પ્રપંચે રચાં પણ બધામાં તેને અસફળતા મળી. તે સુદર્શનને પિતાની જાળમાં ફસાવી શકી નહિ!
એક દિવસ જરૂરી કામને અંગે રાજાએ કપિલને બહારગામ જવાનું કહ્યું. એ કામ એટલું બધું જરૂરી હતું કે તે સુદર્શનને મળી પણ શકો નહિ; પણ તે કપિલાને કહેતે ગયો કે, કોઈ જરૂરી કામ હોય તે મારા મિત્ર શેઠને કહેજે, તે બધું કરી આપશે. હું આજે જરૂરી કામને અંગે બહારગામ જાઉં છું. આ સાંભળી કપિલાને પ્રસન્નતા થઈ અને તે વિચારવા લાગી કે, સુદર્શનને ફસાવવાને આ ઠીક અવસર મળ્યું છે. પુરોહિત પણ જે કાંઈ કામ હોય તે શેઠને કહેવાનું અને શેઠને મારી જગ્યાએ માનવાનું કહી ગયા છે. દુર્જન લેકે સીધા અર્થને પણ પિતાને ઊલટે અનુકૂલ અર્થ કરે છે. - કપિલ બહારગામ ગયો. કપિલા વિચારવા લાગી કે, મારા સદ્દભાગ્ય છે કે મને આવો અવસર મળ્યો છે. તેણીએ પિતાનું ઘર સાફસુફ કરી સજાવ્યું અને પોતે પણ શરીર શણગાર્યું. પછી દેડતી દોડતી ગભરાએલી હોય તેમ સુદર્શનની પાસે ગઈ મિત્રની સ્ત્રીને આવતી જોઈ સુદર્શને તેને સત્કાર કર્યો. સુદર્શનની દ્રષ્ટિ કપિલાના પગ ઉપર હતી. તેના સંગાર કે રૂ૫ ઉપર નહતી. મિત્રની સ્ત્રીને કઈ દૃષ્ટિએ જોવી જોઈએ એને ઘણો લાંબે વિચાર છે.
શેઠે કપિલાને પૂછ્યું કે, “આજે તમે ગભરાતાં ગભરાતાં કેમ દોડતાં આવ્યા છે !” શેઠના આ પ્રશ્નના ઉત્તરમાં કપિલા વીલું મોટું કરી રહેતી હોય એ રીતે સુદર્શનને કહેવા લાગી કે, “શું કહું ! કહી શકાતું નથી ! તમે તમારા મિત્રને મળીને જેવા બહાર નીકળ્યા
* દશમાં પ્રાયશ્ચિતનું નામ પારંચિય પ્રાયશ્ચિત છે, આ પ્રાયશ્ચિતમાં જધન્ય ૬ મહિના અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ સુધી ગચ્છ બહાર રહેવું પડે છે, ભીક્ષા-ગોચરી કરવી પડે છે, અને જેમની સાથે દોષ થયો હોય તે બધા લોકોને જાહેર સભામાં બોલાવી તેમની સામે ક્ષમા માંગવી પડે છે. કેટલાક આચાર્યોને એવો પણ મત છે કે નવમા અને દશમાં પ્રાયશ્ચિતનો લોપ થયો છે.
* આઠમાં પ્રાયશ્ચિતમાં ફરી દીક્ષા લેવી પડે છે. તે પ્રાયશ્ચિતનું નામ “મુલાદિહ પ્રાયશ્ચિત છે.