________________
૨૩૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
ત્યારથી તમારા મિત્રને શરીરમાં પીડા થવા લાગી છે. એ પીડા પણ એવી અસહ્ય છે કે તેઓ સહી શકતા નથી. અત્યારે તેઓ મિત્ર મિત્ર એમ પાકાર કરી રહ્યા છે! જાણે તમે જ તેમના સાક્ષાત્ ઈશ્વર કેમ ન હેા ! માટે તમે બધું કામકાજ પડતું મૂકીને જલ્દી ધેર આવેા.''
કપિલાના પેટમાં કેટલું બધું પાપ છે અને ઉપર ઉપરથી કેવી મીઠી વાતા કરી રહી છે! જ્યારે હૃદયમાં કપટ હોય છે ત્યારે એવું જ બને છે. આ પ્રકારના કપટને શાસ્ત્રમાં માયા કે શલ્ય તરીકે વર્ણવવામાં આવેલ છે. કપટ કરીને બીજાને ઠગવે! તે પેાતાના આત્મામાં જ કાંટા ધેાંચવા જેવું છે.
કપિલા સુદર્શનને કહેવા લાગી કે, “તમારા મિત્રને કાઇ ગંભીર રોગ લાગુ પડયા જણાય છે. આપ આવી તેમને કાંઈ ઉપચાર કરેા નહિં તે ગજબ જ થઈ જશે.''
મિત્રને ગંભીર ખીમાર થએલા જાણી સુદર્શનના જીવ ઉચક થઈ ગયેા. સુદર્શને કપિલાને કહ્યું કે, “જ્યારે મારા મિત્ર આટલા બધા ખીમાર છે તેા તેમને છેડીને તમે અહીં કેમ આવ્યા ! કાઈ નાકરને મને ખેલાવવા માટે માકલવા હતા તે ! ” કપિલાએ ઉત્તર આપ્યા કે, “આપ બીજો કાઈ ખેલાવવા આવે તે આવેા કે ન પણ આવે, તમે જલ્દી આવા એટલા માટે તમને તેડવા માટે હું, પોતે આવી.” સુદર્શને કહ્યું કે, “ ઠીક તમે ચાલા, હું હમણાંજ આવું છું.” પેિલાએ કહ્યું કે, “ના, પહેલાં તમે આગળ ચાલેા, હું તમારી પાછળ આવું છું.”
સુદર્શન જે કપડાં પહેર્યાં હતાં તે કપડાંભેર કપિલાની સાથે ચાલી નીકળ્યેા. આગળ સુદર્શન હતેા અને તેની પાછળ કપિલા હતી. કપિલા પેાતાના મનમાં એવું અભિમાન કરતી જતી હતી કે મે કેવા દાવ ફેંક્યા કે મારી જાળમાં સુદર્શન ફસાઈ ગયા. લોકો કહે છે કે, કપટ ન કરવું પણ હું તો કહું છું કે, કપટ કરવાથી જ આનંદ મળે છે. આજે પણ લોકેા કપટ કરવામાં જ આનંદ માને છે. અને કપટને ‘પેાલીસી’નું નામ આપી લેાકાને ઠંગે છે. આ પ્રમાણે કપિલા કપટના વિષયથી ઉન્મત્ત થઈ મરડાતી ચાલતી હતી જ્યારે સુદર્શન નીચી દ્રષ્ટિ કરી ચાલ્યા જતા હતા.
કપિલને ઘેર જઈ સુદર્શને કપિલાને પૂછ્યું કે, “મિત્ર કયાં છે?'' કપિલાએ ઉત્તર આપ્યા કે, “એવા ગંભીર ખીમારને બહાર કેમ સુવડાવી શકાય ? એ ા ઘરની અંદર સુતેલા છે ! '” શેઠ ઘરમાં ગયા. શેઠ જેવા ધરમાં દાખલ થયેા કે તરત જ કપિલાએ ધરના બારણાં બંધ કરી દીધાં. આ પ્રમાણે કપિલાને બારણાં બંધ કરતા જોષ સુદર્શન સમજી ગયા કે, આ તેા કપટની જાળમાં ફસાઇ ગયા ! હવે તો આ કપટજાળમાંથી કેમ છૂટી શકાય એના જ ઉપાય વિચારવા જોઈએ! અત્યાર સુધી તો હું ભાવનાથીજ શીલનું પાલન કરતા હતા પણ આ તો મારી એ ભાવનાની પરીક્ષા છે. આ પરીક્ષામાંથી ઉત્તીર્ણ થઈ જાઉં તેા મારી ભાવના સફળ થઈ જાય !
કપિલાએ તે ઘરનાં દ્વાર બંધ કરી દીધાં છે અને આ બાજુ સુદર્શન શીલપાલનની ઉન્નત ભાવના ભાવે છે. હવે આગળ શું થાય છે તેના હવે પછી યથાવસરે વિચાર કરવામાં આવશે.