________________
શુદી · ૨ ]
રાજકાટ–ચાતુર્માસ
[ ૫૩૩
કદાચ કાઈ એમ કહે કે, અમે પરંપરાથી એમ જ કરતા આવ્યા છીએ. પણ કાઈ પેઢી દર પેઢીથી રાગ ચાલ્યું આવતા હેાય તે શું તે રોગ દૂર કરી ન શકાય ? પણ ભારતના લેાકેા સીધી સાદી વસ્તુના લાભમાં એવા પડી ગયા છે કે કેટલાક લોકો એમ કહે છે કે, જો અશુચિને સારી રીતે પેક કરી સુંદર શીશીમાં ભારતીયેાને આપવામાં આવે તે ભારતીયેા એ ચીજને પણ ખાઈ જાય. જે ચીજની બનાવટમાં તમે સાક્ષીભૂત નથી એ ચીજને ખાઈ જવી એ અજાણીતી વસ્તુને ખાવા સમાન છે, અને અજાણીતી વસ્તુને ખાવી તેની મના છે.
મતલખ કે, ઉદ્દેશિક હાય કે ખરીદેલું હાય એ બન્નેય સમાન છે. કદાચ કાઈ એમ કહે કે, જો ઉદ્દેશિક કે ખરીદેલી ચીજ લેવામાં ન આવે પણ નિત્ય આમ ંત્રિત થઈ આહારપાણી લેવામાં આવે તે શું વાંધો છે? આના ઉત્તરમાં શાસ્ત્ર કહે છે કે, નિત્ય પિંડ લેવું એ પણ સાધુઓને માટે પાપ છે. નિત્યપિંડ લેવું એ અહિંસાની ધાત કરવા બરાબર છે. એ તે તમે જાણા છે કે, કેાઈ માણસ તમારે ત્યાં આવે અને ભાજન કરવાના સ્વીકાર કરે ત્યારે જ તમે તેને માટે ભેાજન બનાવા છે પણ જો કેાઈ માણસ પહેલાંથી જ ભાજન કરવાની ના પાડે તેા તમે તેને માટે ભાજન શા માટે બનાવે ! આ જ પ્રમાણે જો સાધુ હમેશાં આવે કે તમારું આમત્રણુ હમેશાં સ્વીકારે તે તેમના માટે ભેજન બને પણ જો તે પહેલેથી જ એમ કહી દે કે, અમે રાજરાજ આવી શકીએ નહિ. અમને રાજરાજ એક જગ્યાએથી ભાજન લેવું કલ્પતું નથી તે પછી ગૃહસ્થા સાધુએ માટે શા માટૅ બનાવે એટલા જ માટે સાધુએ પહેલેથી જ કાઈને ત્યાં ભિક્ષા માટે જન્મને કાંઈ નિયમ રાખતા નથી. અમુક દિસે અમુક જગ્યાએ જવું અથવા ખીજે ત્રીજે કે. ચેાથે દિવસે ભિક્ષા લેવા માટે નિયમિત જવાથી પણ આજે સાધુ આવશે એમ માલુમ પડી જાય છે. એ કારણે સાધુને ઉદ્દેશિક, નિત્યપિંડ આદિનું પાપ લાગી જાય છે. જો સાધુ કયારે, કયે દિવસે
ભિક્ષા માટે આવશે એ વાતની ખંખર જ પાડવા ન દે તે જ આ પાપથી બચી શકાય છે.
કદાચ કાઈ કહે કે, સાધુઓને માટે અઢારપાણી, મકાન વગેરે બનાવવામાં આવતાં ન હાય પણ પાત્રો તા ગૃહસ્થેા વાપરતા નથી. તે તે સાધુએના જ કામમાં આવે છે. એટલા માટે પાત્રો લેવામાં તે સાધુઓને દેષ લાગે છે કે નહિ ? પરંતુ આના માટે પહેલાં એ જીએ કે, પાત્ર બનાવનારે પાત્રે શા માટે બનાવ્યાં છે? લેાકાએ પૈસાના માટે જ પાત્રા બનાવ્યાં છે અને સાધુઓ પાસે પૈસા તેા હાતા નથી. જો સાધુ પૈસા આપી પાત્રો ખરીદે તે તે તેમને દેષ લાગે, અથવા સાધુઓને માટે પૈસા આપી પાત્રો ખરીદવામાં આવે તા તા તેમને દેષ લાગે પરંતુ વૈરાગીને માટે પાત્રો લાવવામાં આવ્યા, અને તેમાંથી બચેલા પાત્રો સાધુઓએ પણ લીધાં તે એમાં સાધુઓને કાંઈ દેષ લાગી શકે નહિ.
અનાથી મુનિ કહે છે કે, હે ! રાજન ! જે કુશીલ સાધુ હાય છે તે આહારાદિના દોષાના વિચાર છેડી દે છે. જે પ્રમાણે અગ્નિ સભક્ષી છે અર્થાત્ અગ્નિમાં જે કાંઈ નાંખવામાં આવે છે તેને અગ્નિ ખાઈ જાય છે તે જ પ્રમાણે તે કુશીલ ભિક્ષુ પણ સભક્ષી બની જાય છે, તે કલ્પ-અકલ્પને કાંઈ વિચાર કરતા નથી અને જો કાઈ કલ્પ–અકલ્પના વિષે કાંઈ કહે છે તે તેને ઊલટું સમજાવી દે છે. આવા કુશીલ માણસ ભલે થાડા દિવસ સુધી આનંઃ માને પણ આખરે તે કંઢે પાપક્ષને પામે છે.