________________
૯૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ શેઠે કહ્યું કે, ઠીક, હું સમજી ગયો! એ નવકારમંત્ર હતા. સાંભળ, હું તને તે મંત્ર સંભળાવું છું.
नमो अरिहन्ताणं।
નમો સિતા.. नमो आयरियाणं ।
નમો ઉવાયા !
नमो लोए सव्व साहूणं । एसो पंच नमोकारो, सन्ध पावपणासणो ।
मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥ આ બન્ને સંભળાવી શેઠે સુભગને કહ્યું કે, આ જ મંત્ર હતો ને ? સુભગે કહ્યું કે, હા, એ જ “મંતર” હતું. શેઠે કહ્યું કે, તારા કાનમાં એ પરમાત્માનું એક વાક્ય પણ રહી ગયું એ સારું થયું! હું જંગલ ગયા હતા ત્યાં એક ફકીર કાંઈ આપવા માટે કહેતા હતા કે –
યાદસે આબાદ, ભૂલસે બરબાદ. આ ફકીર કોને યાદ કરવા માટે કહેતે હતો ! ધન, પુત્ર, સ્ત્રી વગેરેને લેકો કહેવા ન છતાં પણ યાદ કરે જ છે પણ પરમાત્માને યાદ કરે, તેને ભૂલો નહિ, જે પરમાત્માને ભૂલતા નથી, તેના હાથે પાપ થતું જ નથી, તે બરબાદ થતા નથી !
“બિસમિલ્લાહિ રહિમાને રહીમ અર્થાતઅલ્લાના નામની સાથે હું પ્રારંભ કરું છું. આ પ્રમાણે જે “અલ્લા'ના નામ સાથે કાર્યને પ્રારંભ કરે છે તેની દ્વારા શું ખરાબ કામ થઈ શકે? તે કોઈને ગળા ઉપર છરી ફેરવી શકે? કોઈ માણસ અહીંના કાકર સાહેબનું નામ લઈ કોઈના ગળે છરી ફેરવે અથવા ચોરી કરે અને પછી ઠાકોર સાહેબને કહે કે, મેં આપનું નામ લઈ આવું કાર્ય કર્યું છે ! તે ઠાકોર સાહેબ શું તેની ઉપર પ્રસન્ન થશે ? નહિ જ. આજ પ્રમાણે પરમાત્માનું નામ લઈ કોઈ ખરાબ કામ કરે, અથવા કોઈને ગળા ઉપર છરી ફેરવે તો શું પરમાત્મા તેના ઉપર પ્રસન્ન થાય ખરા ? આ પ્રમાણે પરમાત્માનું નામ યાદ કરી ખરાબ કામ કરવું એ બને વાત કેમ બની શકે?
કેટલાક લોકો કહે છે કે, પરમાત્માનું નામ લેવાથી શું થાય છે? આમ કહેનારને એ ખબર નથી કે, જે નામ લેવામાં ન આવે તે કાંઈ કામ પણ થતું નથી ! તમે કોર્ટમાં જઈને કહે કે, “અમારા દશ હજાર રૂપિયા લે છે તે અપાવવામાં આવે.” જ્યારે કોર્ટે તેને પૂછે કે કોની પાસે લેણું છે? ત્યારે તમે એમ કહે કે, “મને તેના નામની ખબર નથી' તે શું દા ચાલી શકશે? તમે પોતે તમારું નામ કેટલી વાર લ્યો છે ! ' મારું નામ તે હજારો લોકો જાણે છે એમ તમે પણ કહે છે; જ્યારે તમને હજારો માણસે જાણે છે અને નામ જાણવાથી જ કામ ચાલે છે તે પછી નામથી શું કામ, એમ કેમ કહી શકાય?