________________
વદ ૧૪]
રાજકેટ-ચાતુર્માસ
[ ૮૯
તે તે જેવું દુધ હિંદુઓને આપે છે તેવું જ દુધ મુસલમાનોને આપે છે. આ દષ્ટિએ ગાય જે પોષણ આપે છે તેની રક્ષા કરવી એ હિન્દુ કે મુસલમાન બધાનું કર્તવ્ય છે. જે હિન્દુ અને મુસલમાન બને ગાયનું રક્ષણ કરવા તૈયાર થઈ જાય તે ગાય કેમ કપાય ? આજના ઘણા લોકો પોતાના મકાનની કે માલ મિલકતની તે ચિન્તા કરે છે પણ ગાયના રક્ષણની કોઈ ચિન્તા કરતું નથી. તેઓ તે એમ જ વિચારે છે કે, અમારી પાસે પૈસા હશે તે દુધ મળશે જ તે પછી અમે ચિતા શા માટે કરીએ !
- જિનદાસ શેઠ સુભગને કહેવા લાગ્યા કે “ હું અભાગી છું કે મને મહાત્માના દર્શન ન થયા. તું ખરેખર સભાગી છે કે, તને મહાત્માના દર્શન થયા ! ” આ પ્રમાણે સાંભળી સુભગ વધારે આનંદિત થયો અને વિચારવા લાગ્યો, કે હું પોતે જ પોતાને ધન્ય માનતો હતો પણ પિતાએ પણ મને ધન્યવાદ આપ્યા !
પાપના કામને ઉત્તેજન આપવાથી તે પાપ થાય છે પણ ધર્મના કામને ઉત્તેજન આપવાથી ધર્મ થાય છે. આજના યુવકે તે પૂર્વાપર વિચાર કર્યા વિના ધર્મને અનુપયોગી કહેવા તત્પર થઈ જાય છે, પણ એટલો વિચાર કરતા નથી કે ધર્મનું જીવનમાં કેટલું બધું મહત્વનું સ્થાન છે ! પહેલાનાં શ્રાવકે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે –
अयमायुसो ! निग्गन्थे पावयणे अढे अयमाउसो !
निग्गन्थे पावयणे परमटे सेस अणढे ॥ અર્થાત-હે ! આયુષ્યમાન ! નિગ્રંથ-પ્રવચન અર્થયુક્ત છે, પરમાર્થયુક્ત છે, બાકી બધું અનર્થ યુક્ત છે.
આ પ્રમાણે પહેલાનાં શ્રાવકો નિગ્રન્થધર્મની બધે ઠેકાણે પ્રશંસા કરતા હતા. ધર્મની પ્રશંસા કરવાથી ધર્મનો પ્રચાર થાય છે અને લોકોને લાભ પહોંચે છે. મક્કા-મદીના હજ કરીને આવનારાઓને મુસલમાને ગળે ગળુ લગાવીને શા માટે ભેટે છે. એટલા માટે કે “ અમે તો હજ કરવા આવી ન શકયા પણ તમે જઈ આવ્યા એટલે તેમને ધન્ય છે. આ જ પ્રમાણે જે લોકો વ્યાખ્યાનમાં આવી શકતા નથી તેઓ વ્યાખ્યાન સાંભળનારાઓની પ્રશંસા કરી તેમને ઉત્સાહિત કરે અને જેઓ વ્યાખ્યાન સાંભળવા આવે છે તેઓ વ્યા
ખ્યાનમાં ન આવનારાઓને વ્યાખ્યાનને સાર સંભળાવે તે ધર્મને કેટલો બધે પ્રચાર થાય અને અમારું કામ પણ કેટલું બધું હલકું થઈ જાય !
સુભગ શેઠને કહેવા લાગ્યો કે, પિતાજી! તમારું કહેવું સાંભળી મને ઘણો જ આનંદ થયે પણ મારાથી એક ભૂલ થઈ ગઈ છે. તે મહાત્મા આકાશમાં ઉડતી વખતે જે મન્ન બોલ્યા હતા તે માત્ર મને યાદ ન રહ્યો. જે તે માત્ર મને યાદ રહે છે તે હું પણ તેમની જેમ આકાશમાં ઉડી જાત !
શેઠે પૂછયું કે, એ મન્ચ કર્યો હતો, તને કાંઈ યાદ છે?
સુભગે કહ્યું કે, એ માત્ર તે મને પૂરે યાદ નથી, પણ તેઓ “નમે અરિહંતાણું– નમે અરિહંતાણું” એવું કાંઈ બોલ્યા હતા ! ૧૨