________________
૧૩૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
તમે એમ સમજે છે કે, દાન આપવાથી ધન ખૂટી જાય છે અને તેથી તમને દાન આપવાની રુચિ બહુ ઓછી છે. સાધુભાર્ગી સમાજના જેવી કૃપણતા તે કઈકજ સમાજમાં હશે ! બીજી સમાજના લોકો કોઈને કોઈ રૂપમાં થોડું ઘણું તે આપે છે પણ આ સમાજ તે દાનને જ ભૂલી રહ્યો છે ! એનું કારણુ ધન ખૂટી જવાને ભય છે; પરંતુ દાન આપવાથી ધન ખૂટી જાય છે એ ધારણુ સાચી નથી. શેઠે સુભગને નવકારમંત્રનું દાન આપ્યું હતું. નવકારમંત્રનું દાન આપવાથી તે ઘટતું નથી પરંતુ તે ઉત્તરોત્તર વધે જ છે. શેઠે નવકારમંત્રનું દાન આપી પિતાને ત્યાં પુત્રની જે ખામી હતી તે પુરી કરી હતી. એમ તે ત્યાં રાજા પણ એ જ ચાહતે હશે કે, નગરશેઠને પુત્રની પ્રાપ્તિ થાય અને પ્રજા પણ એ જ ચાહતી હશે કે, નગરશેઠને ત્યાં તેમના જેવો શ્રેષ્ઠ પુત્ર થાય પણ શેઠને ત્યાં પુત્રની ખેટ કોઇએ પૂરી કરી નહિ. નવકારમંત્રના દાનથી તે બટની પૂતિ થઈ.
રાતના સમયે શેઠાણી સુતાં હતાં ત્યારે તેમણે સ્વપ્નમાં કલ્પવૃક્ષ જોયું. સ્વપ્ન જોઈ તે જાગી ઊઠયા અને વિચારવા લાગ્યા કે, આજે જ સુભગને ગુમાવ્યો છે અને આજે જ મને આવું સ્વપ્ન કેમ આવ્યું? તેના મૃત્યુથી મારા દિલમાં બહુ દુઃખ થયું છે, છતાં મેં આજે આવું સુખદાયક સ્વપ્ન જોયું છે. એ ઉપરથી એમ જણાય છે કે, પ્રકૃતિનું કોઈ ગંભીર રહસ્ય આ સ્વપ્નમાં રહેલું છે. શેઠાણી ઉઠીને ધીરેધીરે પોતાના પતિના ઓરડામાં ગઈ
આજે રાગને વશ થઈ પતિ-પત્ની ન જાણે કેવી કેવી અનીતિ પિષી રહ્યાં છે ! પણ પ્રાચીન સાહિત્ય જેવાથી એ સ્પષ્ટ જણાય છે કે, પહેલાંના સમયમાં પતિ-પત્ની જુદા જુદા એારડામાં સુતા હતા. એક જ જગ્યાએ સુતા ન હતા. આજે જુદા જુદા એરડામાં સુવાનું તે દૂર રહ્યું પણ જુદી જુદી પથારીમાં પણ કદાચ કોઈક જ સુતા હશે ! આ કારણે વિષયવાસનાને કેટલો બધે વેગ મળે છે એ થેડામાં કહી ન શકાય! અગ્નિ ઉપર ઘી મૂકવામાં આવે છે તે કરી શકતું નથી તે જ પ્રમાણે એક પથારીમાં શયન કરવાથી અનેક પ્રકારની ખરાબીઓ પેદા થવા પામે છે, અને તેથી વ્યવહારનું કામ પણ પૂરેપૂરું સધાતું નથી તે પછી બીજું કામ તે શી રીતે સાધી શકાય?
શેઠાણી પતિની પાસે ગઈ. શેઠ શેઠાણીને જોઈ કહેવા લાગ્યા કે, અત્યારે કેમ આવવું પડયું ? આજે સુભગનું મૃત્યુ થયું છે એટલે ચિંતા થવી જોઈએ અને એને બદલે તમારા મુખ ઉપર પ્રસન્નતા જણાય છે એનું શું કારણ?
શેઠાણીએ ઉત્તર આપ્યું કે, મેં આજે સ્વપ્નમાં કલ્પવૃક્ષ જોયું છે. આ સાંભળી શેઠે પ્રસન્ન થતાં કહ્યું કે, આજે જ સુભગનું મૃત્યુ થયું છે અને આજે જ તમે સ્વપ્રમાં કલ્પવૃક્ષ જોયું છે, એ ઉપરથી જણાય છે કે, તમારી પુત્રવિષયક આશા પૂર્ણ થશે! સુભગ ક૯પવૃક્ષની સમાન જ હતો. તેનું શરીર મેં નદીમાંથી બહાર કઢાવી બાળ્યું ત્યારે તેને મુખ ઉપર ગ્લાનિની જરા પણ છાયા ન હતી, પરંતુ તેનું મુખ પ્રસન્ન જ હતું એમ મેં જોયું. આ ઉપરથી હું તો એમ અનુમાન કરું છું કે, સુભગ મરીને તમારા ગર્ભમાં આવ્યા છે. તમે કલ્પવૃક્ષનું ફળ નહિ પણ વૃક્ષ જોયું છે. વાસ્તવમાં તે કલ્પવૃક્ષની સમાન જ હતે. એટલા માટે હું તે એમ સમજું છું કે, તમારી કુક્ષીએ નવ માસ ને સાડા સાત દિવસ વ્યતીત થયે તે પુત્રરૂપે જન્મશે. શેઠાણી ગર્ભવતી થઈ કહેવત છે કે –