________________
વદ ૫]
રાજકેટ–ચાતુર્માસ
[૪૭૭
માટે ચાલ્યો ગયો. જ્યારે વૈદ્યની દવા પણ રોગને નષ્ટ કરી દે છેતે પછી શું પરમાત્માની પ્રાર્થને દુર્ગુણોને નષ્ટ કરી ન શકે ? જે દવા ઉપર વિશ્વાસ રાખો છો તો પછી પરમાત્માની પ્રાર્થના ઉપર વિશ્વાસ કેમ રાખતા નથી ? જે તમે પરમાત્માની પ્રાર્થના ઉપર વિશ્વાસ રાખી દુર્ગુણને નષ્ટ કરવા માટે પ્રાર્થના કરે તે અવશ્ય દુર્ગણ નષ્ટ થઈ જશે, અને તમે પરમાત્માની પ્રાર્થનાને યોગ્ય બની શકશે. અનાથી મુનિને અધિકાર–પર
આ જ વાત અનાથી મુનિ રાજા શ્રેણિકને સમજાવી રહ્યા છે. એ બન્નેનો સંવાદ પણ ઘણો જ મહત્ત્વનું છે. એક બાજુ તે અનગારસિંહ છે તે બીજી બાજુ રાજાસિંહ છે. એક સાધુ છે અને બીજા ગૃહસ્થ છે પણ બન્નેય મહાન શક્તિશાળી છે.
અનાથી મુનિ કહે છે કે, “હે ! રાજન્ ! કેટલાક લેકે સાધુ થયા પછી પણ અનાથતામાં પડી જાય છે. સંસારમાં પ્રચલિત કહેવત છે કે, “એક દમડીની ચીજ માટે કેઈએ કીંમતી ચીજને પણ ગુમાવી દીધી.” આ કહેવત પ્રમાણે તે સાધુઓ પણ દમડીની ચીજ જેવાં સંસારનાં સુખો માટે કીમતી સંયમને પણ ગુમાવી બેસે છે. ”
આ વાત તમે કદાચ સાધુઓને કહી પણ ન શકે પણ અનાથી મુનિ તે સ્પષ્ટ કહે છે કે, “ હે ! સાધુઓ ! દમડીની ચીજ જેવાં સાધારણ સંસારના સુખ માટે મહાન કીંમતી સંયમને ગુમાવે નહિ.”
અનાથી મુનિ આગળ કહે છે કે – चिरं पि से मुण्डरुई भवित्ता, अथिरव्वए तवनियमेहिं भट्टे । .... નિરં ગળા વિસરતા, ન પાના દો દુ સંપI | કરે છે
હે! રાજન ! જે વ્રત-નિયમોમાં અસ્થિર છે અને જે તપ-અનુષ્ઠાન આદિ કરતે નથી તે ભલે લાંબા સમય સુધી માથું મુંડાવ્યા કરે, કેશને લંચ કર્યા કરે, છતાં પણ તે આ સંસારને પાર જઈ શક્તા નથી.
કેશને લોચ કરવાથી કેટલું બધું કષ્ટ થાય છે એને માટે જે તમે તમારા માથાને એક કેશ ખેંચી અનુભવ કરી જુઓ તે તમને ખબર પડે. આ પ્રકારનું કષ્ટ સહન કરવા છતાં પણ વ્રત-નિયમનું પાલન ન કરવાથી સંસારને પાર કરી શકાતું નથી.
અત્રે એક પ્રશ્ન થાય છે કે, કેશને લોન્ચ કરવાથી કષ્ટ પણ થાય છે, અને મસ્તિષ્કની શક્તિને પણ હાનિ પહોંચે છે તે પછી અસ્તરાથી કેશ શા માટે કાપવામાં ન આવે? હું
જ્યારે નાનો હતો ત્યારે બદનાવર નામના ગામમાં મને એક મુસલમાને પણ આ જ પ્રશ્ન કર્યો હતો કે, જ્યારે તમારો ધર્મ દયામય છે તે કેશને લેચ કરવાથી શું હિંસા થતી નથી? જેમને લોન્ચ કરવામાં આવે છે તેને આટલું બધું કષ્ટ થાય છે તો પછી કેશકુંચનથી હિંસા કેમ ન થાય ? આ પ્રશ્ન ઉપથી મેં સામે પ્રશ્ન કર્યો કે, તમે હજામત શા માટે કરાવો છો? તમે સારા દેખાઓ એટલા જ માટે હજામત કરાવો છો ને ? હજામત કરાવતાં કરાવતાં કઈ હજામદ્વારા માથામાંથી લેહી પણ નીકળે છે અને કષ્ટ પણ થાય છે, છતાં પિતાના શેખ