________________
૪૭૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા માટે તે કષ્ટથી ભય પામતા નથી અને હજામત કરાવે છે પણ પિતાની કાયરતાને કારણે કેશલુંચનમાં હિંસા થાય છે એમ કહે છે. તમે શેખને માટે તે આટલું કષ્ટ સહી લે છે અને અમે ધર્મને માટે સહીએ છીએ તે એમાં હિંસા કહેવામાં આવે છે! વાસ્તવમાં કેશલુચન કરવામાં અમે લેકે કષ્ટ માનતા નથી. હા, જ્યારે કેશને ખેંચવામાં આવે છે ત્યારે થોડું કષ્ટ જણાય છે પણ અમે તે કષ્ટોને જે પ્રમાણે તમે હજામતથી થતાં કષ્ટોને સહી લે છે તે પ્રમાણે સહી લઈએ છીએ. હવે મસ્તકને હાનિ પહોંચવાની વાત; પણ જે કેશલેસન કરવાથી મસ્તકને કઈ પ્રકારની હાનિ પહોંચતી હોય તે ભગવાન કેશલુંચનને માર્ગ કદાપિ બતાવત નહિ. બલ્કિ મારે તે અનુભવ છે કે, કેશકુંચન કર્યા બાદ જે મસ્તકને બદામ વગેરેનું તેલ મળી જાય તે મસ્તકની શક્તિ અને આંખની જ્યોતિ વૃદ્ધિને પામે છે.
અસ્તરાથી વાળ કાપવાથી વાળ વધારે વધવા પામે છે પણ ભગવાને કેશલુંચન કરવાને એવો ઉપાય બતાવ્યો છે કે, જેથી ધીરે ધીરે વાળોનું ઉગવું જ બંધ થઈ જાય છે. આ ઉપરથી જે કઈ એમ કહે કે, કેશકુંચન કરવાથી કષ્ટ થાય છે તે કષ્ટ તે ઉઘાડે પગે ચાલવાથી પગને પણ થાય છે. જે પ્રમાણે કેશલેચનના કષ્ટથી બચવા માટે અસ્તરા રાખવાની આવશ્યકતા અનુભવે છે તે જ પ્રમાણે પગને કષ્ટથી મુક્ત કરવા માટે પાલખીની આવશ્યકતા પડશે. આ જ પ્રમાણે શીલનું પાલન કરવામાં પણ કષ્ટ ભોગવવાં પડે છે તે તે કષ્ટથી બચવા માટે સ્ત્રીની આવશ્યકતા પણ ઊભી થશે. આ પ્રમાણે કષ્ટની દૃષ્ટિએ છૂટ લેવામાં આવશે તે તે ધીરે ધીરે દીક્ષાને જ ઉચ્છેદ થઈ જશે. - નમી રાજાને ઇન્ટે કહ્યું હતું કે, તમે ધર્મની પાછળ શું પડ્યા છો? જેતા નથી કે તમારા રાણીવાસમાં કેવું રુદન થઈ રહ્યું છે ! આ હિંસાનું કેવું પાપ થઈ રહ્યું છે ! તે પછી તમે એ પાપને કેમ દૂર કરતાં નથી? આ પ્રશ્નના ઉત્તરમાં નમી રાજાએ કહ્યું હતું કે, મારી દીક્ષાને કારણે એ કોઈ રેતા નથી, પરંતુ એ લેકે પિતાતાના સ્વાર્થ માટે રાઈ રહ્યા છે! દીક્ષા લીધા પહેલાં તે હું દંડ પણ આપતે હતા, અને હાથમાં તલવાર લઈ બીજાને ભય પણ બતાવતા હતા પણ હવે તે હું દીક્ષા લીધા બાદ કોઈ તલવાર લઈને આવે તે પણ આંખ પણ લાલ કરું નહિ. જે હું એમ કરું તે સંયમથી જ પડી જાઉં. આ પ્રમાણે મારી દીક્ષાને કારણે એ લેકે કાંઈ રેતા નથી. તે લેકે પિતાના સ્વાર્થને માટે રિઈ રહ્યા છે.
આ પ્રમાણે અહિંસાનું નામ લેવામાં આવે તે તે પછી દીક્ષાને જ ઉચ્છેદ થઈ જાય. સાધુએમાં કઈ તે વર્ષમાં ત્રણ કે ચાર વાર કેશને લેચ કરે છે. બાકી વર્ષમાં એક વાર તે કેસને કરવા આવશ્યક જ છે. કેશને લેચ કરતાં કેટલાક મુનિઓ સ્વાધ્યાય પણ કરતા જાય છે અને પ્રસન્નતાપૂર્વક કેશલુંચન કરે છે; પરંતુ આજે લેકમાં કાયરતા આવી રહી છે અને એ કારણે જ દયાના નામે આ પ્રશ્ન કરવામાં આવે છે.
સાધુઓ માટે અહિંસાની રક્ષાથે જ કેશને લેચ કરવાનું બતાવવામાં આવ્યું છે. ભગ વાનનું એવું કહેવું છે કે, જે માથા ઉપર વાળ રહેશે તે પછી જેની ઉત્પત્તિ પણ થશે, અને અહિંસાનું પાલન પણ થશે નહિ. જે અહિંસાની દષ્ટિએ કેશલુંચન કરવાનું બતાવવામાં ન આવત તે વાળ ઓળવા, તેલ લગાવવું વગેરેની પ્રવૃત્તિ પણ વધવા પામત. આ કારણે ભગવાને આ ઉપાય બતાવ્યો છે. જે લેચ કરવાને બદલે અસ્તરાથી વાળ કાપવામાં આવે તે