________________
રાજકોટ–ચાતુર્માસ
વદ ૫ ].
"
[૪૭૯
પછી અસ્તરાની સાથે કાચ પણ રાખવો પડશે, તેલ પણ રાખવું પડશે અને આ પ્રમાણે આરંભની પ્રવૃત્તિ પણ વધવા પામશે. અને આ પ્રમાણે ધીરે ધીરે સાધુતાના ધ્યેયથી જ પતિત થઈ જશે.
અનાથી મુનિ કહે છે કે, હે! સાધુઓ ! જે તમે તપ-નિયમની આરાધના નહિ કરે તે શાસ્ત્ર તમને અનાથની કટિમાં મૂકે છે. એ દશામાં તમે સાધુ નથી. ચારિત્રવાન બન્યા વિના કેવળ માથું મુંડાવાથી કે કેશલેસન કરવાથી સંસારને પાર જઈ શકાતું નથી માટે ચારિત્રવાન બને અને સંયમનું પાલન કરી સંસારને છેદ કરે.
અનાથી મુનિ જે કાંઈ કહી રહ્યા છે તે જ વાત પ્રાર્થનામાં પણ કહેવામાં આવી છે. યોગ્ય બનીને પરમાત્માની પ્રાર્થના કરે. ગ્યતા મેળવ્યા વિના કરવામાં આવતી પ્રાર્થના ઢોંગ રૂપ બની જાય છે. અનાથી મુનિ પણ એમ જ કહે છે કે, ચારિત્રવાન બન્યા વિના કેવળ વેશ ધારણ કરે એ ઢોંગ રૂપ છે માટે ચારિત્રવાન બને અને સાધુતાને દીપા. દ્રવ્ય વેશની સાથે ભાવને પણ સંબંધ જેડ અને દ્રવ્ય અને ભાવથી જે સાધુતાનું પાલન કરશે તે તેમાં કલ્યાણ રહેલું છે. સુદર્શન ચરિત્ર પર
રાજા અને પ્રજા સાથે મળીને સુદર્શનને ભાવ સહિત તેને ઘેર લઈ ગયા. મને રમા સાચી શ્રાવિકા હતી. કેટલાક લેકે કહે છે કે, શ્રાવિકા બનવાથી ગૃહકાર્યમાં મુશ્કેલી આવે છે પણ જેને ગૃહકાર્યમાં મુશ્કેલી જણાય છે તે સાચી શ્રાવિકા જ નથી. શ્રાવિકાને કોઈ ગ્રહકાર્ય કરતાં અટકાવતું નથી પરંતુ બૃહકાર્યમાં વિવેક રાખવાનું કહેવામાં આવે છે. શ્રાવિકા થયા બાદ તેણીએ એમ વિચારવું જોઈએ કે, પહેલાં હું વિવેક ઓછો રાખતી હતી પણ હું શ્રાવિકા થઈ છું એટલા માટે વિશેષ વિવેક રાખવો જોઈએ. એમ થવું ન જોઈએ કે, ઘરના માણસો મરતા હોય તો ભલે મરે પણ હું તે પિસે કરીશ. ઘરના લોકે તે પાસામાં અંતરાય પાડનારા છે. છોકરે ભૂખથી રોતે હોય તે ભલે , મારે તો મમતા ઓછી કરવી છે. ગર્ભસ્થ બાળક મરતું હોય તે ભલે મરે પણ મારે તે તપસ્યા કરવી છે. જે આમ કરવામાં આવે તે શું તેણીને વ્યવહાર વિર્વેકપૂણ કહેવાય ખરો ? વિષયવિલાસની મમતા તે છૂટી નથી અને સંતાનની દયા કરવાના સમયે આમ કહેવું એ તે મૂળવ્રતઅહિંસાને નાશ કરવા બરાબર છે. શ્રી. હસરાજજી ખીંવસરા પિતાની પુત્રીને કહ્યા કરતા હતા કે, જે તારાથી સામાયિક થઈ શકતી ન હોય તે કાંઈ વાંધો નથી પણ ચુલામાં કઈ જીવ બળી ન જાય તેનું ધ્યાન રાખજે; કારણ કે એ પહેલું મૂળવ્રત છે, પછી ગુણવત છે અને પછી શિક્ષાવ્રત છે. અહિંસા એ મૂલવ્રત છે અને સામાયિક એ ગુણવ્રત છે. આ પ્રમાણે શ્રાવિકા થઈને વિશેષ વિવેક રાખવા જોઈએ.
મનોરમા સાચી શ્રાવિકા હતી. એટલા માટે તેણીએ વિચાર્યું કે, ગૃહ ગૃહિણીનું જ હેય છે. એટલા માટે મારે સિંહાસન ઉપર બેસી ન રહેતાં ઘેર આવેલા લોકોને સરકાર કર જોઈએ.
શ્રાવક-શ્રાવિકાઓએ સુદર્શન અને મને રમાને વિવેક જઈ વ્યવહાર ભૂલી જ ન જોઈએ. સંસારના કામમાં તે વ્યવહાર રાખે અને ધર્મના કામમાં એમ કહે કે, “એમાં શું