________________
વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ શ્રાવણ વદી ૬ શનિવાર
પ્રાથના.
‘વિજયસેન’ નૃપ ‘વિપ્રા' રાણી, નમિનાથ જિન ચે; ચોસૐ ઈન્દ્ર કચેા મિલ ઉત્સવ, સુરનર આનંદ પાયા. સુજ્ઞાની જીવા, ભજ લેારે, જિન ઇવીશમા. ॥ ૧ ॥
શ્રી નેમિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
ભક્તજને સંસારના લેાકેાને આમંત્રણ આપે છે કે, હું સુજ્ઞાનીએ ! બધું કામ છેડી પરમાત્માનું સ્મરણ કરી લે અને પરમાત્માના ભજનમાં લીન થઇ જા !
પ્રશ્ન એ થાય છે કે, પરમાત્માનું ભજન કરવા માટે સુજ્ઞાનીઓને કેમ કહેવામાં આવ્યું ! જેએ સુજ્ઞાનીએ હાય છે તે તેા પરમાત્માનું ભજન કરશે જ. જેએ હાલી ચાલી શકે છે તેમને ચાલવા માટે શા માટે કહેવું જોઇએ. ચાલતા બળદને ચાબુક શા માટે મારવા જોઇએ ? આ પ્રશ્નના ઉત્તરમાં ભક્તજના કહે છે કે, સુજ્ઞાનીઓને ન કહીએ તેા શું અજ્ઞાનીએને કહીએ ? જેએ અજ્ઞાની છે તે લોકો તે અજ્ઞાનને કારણે કોઇ વાતને સાંભળતાં જ નથી. એટલા માટે શું અમારે મૌન સેવવું! કોઇને કાંઈ કહેવું જ નહિ ! મૌન તેા બેઠા રહેવું નથી, એટલા માટે સુજ્ઞાનીઓને પરમાત્માનું ભજન કરવા માટે કહેવામાં આવે છે!
આ પ્રત્યેક આત્માની મૂળ દશાનું વર્ણન છે. મૂળમાં તેા બધા આત્માએ સુજ્ઞાની છે. તેમને અજ્ઞાન તેા વિકારી પ્રકૃતિને કારણે ચાંટેલું છે. વાસ્તવમાં મૂળ દશાની દ્રષ્ટિએ તે બધા આત્મા સુજ્ઞાની જ છે.
કર્મોના ફળને પેાતાનું માનવું એ અજ્ઞાનને છેાડી સ્વરૂપને સમજવું, એ અજ્ઞાનને દૂર કરી સુજ્ઞાની બનવા જેવું છે. કમ અને કળથી પ્રાપ્ત થએલી વસ્તુને પેાતાની માની, તેના સ્વામી માનવાથી જ અજ્ઞાન આવ્યું છે. જીવ જો આ પ્રમાણે પાતાપણુંમાલિકીપણું છેાડી દે તે એ સુજ્ઞાની જ છે. મૂળમાં તા એ સુજ્ઞાની જ છે. જેમ સૂર્ય સ્વય' પ્રકાશિત છે, પણ જ્યારે તેના ઉપર વાદળ આવી જાય છે ત્યારે તે સૂર્ય ઢંકાઈ જાય છે અને તેને પ્રકાશ પણ દયા જાય છે; પરંતુ જેવાં તેના ઉપરથી વાદળ હઠી જાય છે તેવા જ તે પાછા પ્રકાશ આપવા લાગે છે. આજ પ્રમાણે આત્મા ઉપર પણ, કમ પ્રકૃતિથી પ્રાપ્ત થએલી વસ્તુ ઉપર માલિકી ધારણ કરવાથી અજ્ઞાનનું આવરણ આવી રહ્યું છે. જો આવરણ દૂર થઈ જાય તો આત્મા સુજ્ઞાની છે અને તેને સ્વશરીરથી જ અનંત બળ પ્રાપ્ત થઈ શકે છે. વાદળાને હટાવવાં કે પોતાના ઉપર વાદળાને આવવા ન દેવાં એ તો સૂર્યના હાથમાં નથી પણ ક-પ્રકૃતિને હટાવવી—દૂર કરવી એ તે। જીવના હાથમાં છે. કમ-પ્રકૃતિને મટાડવા માટે દેહ ભિન્ન છે અને આત્મા અભિન્ન છે’, ‘શરીર ખંડિત અને વિનાશી છે અને હું અખંડિત અને અવિનાશી છું’, ‘શરીર તેા જડ છે અને હું