________________
૨૨૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
મૃત્યુ બાદ તું મારો ધધે ચલાવીશ નહિ. બસ! એ એક જ મને ચિંતા છે. સુલકે કહ્યું કે, હું આપની પાછળ પણ ધંધો કરીશ. આપ વિશ્વાસ રાખો. કાલકસૂરીએ કહ્યું કે, વચન આપ. સુલકે તેમને વચન આપ્યું અને કાલકસૂરીએ પ્રાણ છોડયા. સુલક વિચારવા લાગ્યો કે, અભયકુમાર કહેતા હતા કે, જે સંસ્કાર જડ ઘાલી જાય છે તે સંસ્કારો મરવાના સમયે પણ છૂટતા નથી અને એ કારણે જેવી મતિ હોય છે તેવી જ ગતિ થાય છે એ વાત તદ્દન ઠીક છે. •
આયુષ્યને બંધ પડયા પહેલાં તે જેવી મતિ હોય છે તેવી ગતિ થાય છે અને આયુષ્ય બાંધ્યા બાદ જેવી ગતિ હોય છે તેવી મતિ થઈ જાય છે.
- કાલસૂરી મરણ પામે. સુલકના કુટુમ્બીએ સુલકને કહેવા લાગ્યા કે, હવે કસાઈપણાના ધંધા કર. તે તારા પિતાને વચન આપ્યું છે. સુલકે ઉત્તર આપ્યો કે, મેં વચન આપ્યું છે પણ બંધ કરવાનું વચન આપ્યું છે. કોઈ જીવને મારવો એ ધંધે નથી. આ ઉપર તેણે એક યુકિત પણ કરી હતી પણ અત્યારે તે કહેવાનો સમય નથી. આખરે કુટુમ્બીઓએ તેને કહ્યું કે, તું કસાઈ૫ણાને બંધ કર, તેનું જે પાપ થશે તે અમને લાગશે. સુલકે કહ્યું કે, ઠીક છે. એમ કહી તેણે એક છરો મંગાવ્યો અને પિતાના હાથ ઉપર છર માર્યો અને કુટુમ્બીઓને કહ્યું કે, મને જે વેદના થઈ રહી છે તે વેદના તમે લઈ લો અને મને વેદનારહિત કરે ! કુટુમ્બીજનોએ કહ્યું કે, પિતાના હાથે તે કરે માર્યો અને વેદનાને મટાડી આપે એમ કહે છે? અમે કેવી રીતે એ વેદના મટાડી શકીએ ? સુલકે ઉત્તર આપ્યો કે, જ્યારે હું અને તમે આપણે બન્ને સામે જ છીએ ત્યારે પણ મારી વેદના મટાડી શકતા નથી તે પછી પરલોકમાં મારી વેદનાને કેવી રીતે દૂર કરી શકશો? કુટુમ્બીઓએ કહ્યું કે, તે પછી પિતાને તે જે વચન આપ્યું છે તેનું પાલન કેવી રીતે કરીશ? સુલકે ઉત્તર આપે કે, પિતાને મેં વચન આપ્યું છે એટલા માટે હું પહેલાં ભોજન કરીશ નહિ પણ કુટુંબીઓને ભોજન કરાવ્યા બાદ જ ભજન કરીશ. આ પ્રમાણે પિતાને જે વચન આપ્યું છે તેનું પાલન કરીશ. | કહેવાનો આશય એ છે કે અભયકુમારે નીચ અને પાપી ગણાતા સુલકની સાથે પણ પ્રીતિ બાંધી. તે તેના દુર્ગણે લેવા માટે નહિ પણ એ દુર્ણને દૂર કરવા માટે. સુદર્શન પણ દુર્ગણીઓનાં દુર્ગુણો દૂર કરવા માટે બધાની સાથે પ્રીતિ બાંધતા હતા તે પછી કપિલ તે સજજન હતો તે તેની સાથે શા માટે પ્રીતિ ન બાંધે ?
કપિલ અને સુદર્શન વચ્ચે પ્રીતિસંબંધ જોડાયે. હવે પછી કપિલદ્વારા સુદર્શનની કેવી રીતે પરીક્ષા થાય છે તેને વિચાર હવે પછી યથાવસરે કરવામાં આવશે.