________________
શુદ ૮ ]
રાજકોટ–ચાતુર્માસ
[૪૧૩
બચીએ તા કાઈ દિવસ અમારી પણ આવી જ અવદશા થશે. કાઈ એમ પણ કહેતા હતા કે, આવા ધર્માત્માને રાજા નિર્ણય કર્યાં વિના જ દંડ આપે છે ! અને કાઈ એમ કહેતું હતું કે, આમાં કાંઈ રાજાના દેષ નથી. મેાટા મેટા પ્રતિષ્ઠિત લેાકેા પણ સુદ'નને સમજાવવા ગયા પણ તે તે કાંઈ ખેલ્યા જ નહિ.
સુભટા આ પ્રમાણે નગરજને સમક્ષ અવાજ કરતાં કરતાં સુદર્શનના ઘરની આગળ આવ્યા. એટલે લોકા શેઠાણી પાસે જઈ કહેવા લાગ્યા કે, હવે આ છેલ્લા અવસર છે માટે બહાર નીકળી પતિના દર્શીન તેા કરી લે ! પણ શેઠાણીએ કાંઈ ઉત્તર ન આપતાં, તે તેા ધ્યાનમાં બેસી રહી. હવે આગળ શુ થાય છે તે વિષે હવે પછી વિચાર કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા શુદી ૮ ગુરૂવાર
પ્રાથના
જય જય જગત શિરામણ, હું સેવકને તૂં ધની; અબ તૌસું ગાઢી અણી, પ્રભુ આશા પૂરા હમ તણી. મુજ મ્હેર કરા, ચંદ્રપ્રભુ, જગજીવન અંતરજામી; ભવ દુઃખ હરા, સુનિએ અરજ હમારી ત્રિભુવન સ્વામી. ॥ જય જય૦ ૧ —વિનયચ’દ્રજી કુંભટ ચાવીશી.
શ્રી ચંદ્રપ્રભુ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
ભકતાએ પેાતાના હૃદયમાં પેદા થતાં ભાવાને પ્રાર્થનાની કડિઓમાં વ્યક્ત કરેલ છે. તેમના હૃદયમાં કેટલાં બધાં ભાવે ભર્યા હશે એ તેા કહી શકાય નહિ; પણ એ તે સ્પષ્ટ છે કે, જ્યારે હ્રદયમાં બહુ ભાવા ભરાઈ જાય છે ત્યારે કેટલાક ભાવે સ્તુતિ રૂપે બહાર નીકળી આવે છે. જ્યારે એન્જીનમાં બહુ આગ હાય છે ત્યારે થાડી આગ તખાના રૂપમાં બહાર નીકળી આવે છે. આ જ પ્રમાણે ભકતાના હૃદયમાં જ્યારે બહુ ભાવા ભરાઈ જાય છે ત્યારે કેટલાક ભાવેા પ્રાર્થનાના રૂપમાં બહાર આવે છે.
કદાચ કોઈ કહે કે, અમારા હૃદયમાં પણ ભક્તાના જેવા ભાવા ભાવાને વ્યક્ત કરવાની રીત આવડતી નથી; તેા પછી અમે ભાવેાને રીતે વ્યક્ત કરી શકીએ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, ભલે પ્રાર્થનાની ન જોડાય પણ હૃદયમાં તા ભાવા એવા જ હાવા જોઈ એ, અને જે ભાવા ભકતાએ પ્રગટ કર્યા છે તેથી અનંતગણા ભાવા પોતાના છે. ભક્તો કહે છે કે,
હાય, પણ અમને પ્રાર્થનાના રૂપે કેવી કડીએ જોડાય કે વ્યક્તિસ્વાતંત્ર્યની દૃષ્ટિએ હૃદયમાં પેદા કરી શકાય
“ હે ! પ્રભા ! હું તારા ગુણો કેવી રીતે ગાઉં ? તારા શરણે કેવી રીતે આવું ? તું ત્રિભુવનનેા નાથ અને રાગદ્વેષ રહિત જિન છે. તારી સ્તુતિ કરવામાં ઇન્દ્ર પણ સમય નથી તા પછી હું તુચ્છ તારી સ્તુતિ કેવી રીતે કરી શકું? અને તારા શરણે કેવી રીતે આવી શકું? પણ તું વીતરાગ છે એ જાણીને તારા શરણે આવવાની અને તારી સ્તુતિ કરવાની મને હિંમત આવે છે. એટલા માટે મારામાં જે ભાવા છે એ ભાવાને હું મારી શક્તિ અનુ