________________
૪૧૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ ખીજા ભાદરવા
સાર તારી આગળ વ્યક્ત કરું છું. મારા કોઈ ભાવને અને કોઈ શક્તિને છુપાવું નહિ, પણ મારામાં જે ભાવ અને જે શક્તિ છે તે તારી આગળ પ્રકટ કરું કે જેથી તું મારી આશા પૂરી કરી શકે અને હું તારી ભક્તિ કરી શકું ! ”
કોઈ મોટા માણુસ તમારા ઘેર આવે અને તમે તમારા ઘરમાં જે કાંઇ હોય તે બધું તે માણુસની આગળ મૂકી દે, તે શું તે માણસ તમારી એ ભેટને સ્વીકાર નહિ કરે? કે શું તમારી એ ભેટની પ્રશંસા નહિ કરે? જો તે ખરેખર મેાટા માણસ હશે તે તે અવશ્ય પ્રશંસા કરશે. ચંદનબાળાએ ભગવાન મહાવીરને અડદનાં બાકળાં આપ્યાં હતાં અને તે પણ સૂપડામાં ભરીને આપ્યાં હતાં. તે વખતે તેણીએ હાથકડી તથા ખેડી પહેરેલી હતી અને માથું મુંડાવેલ હતું. છતાં ભગવાને તેણીએ આપેલાં અડદનાં બાકળાં ભાવપૂર્વક સ્વીકાર્યાં. આ જ પ્રમાણે ભલે તમારી ભાષા અપૂર્ણ હાય પણ તમારા હૃદયના ભાવે પરમાત્મા સમક્ષ રજી કરશે તે પરમાત્મા જરૂર તેને સ્વીકાર કરશે. જો હૃદયના ભાવેા પ્રગટ કરવા માટે તમારાથી ખીજાં કાંઈ ન થાય તા છેવટે એમ કહેા કેઃ—
જય જય જગત શિરોમણિ ! ’
આ પ્રમાણે હૃદયના ભાવેને સ ંક્ષેપમાં તે અવશ્ય વ્યક્ત કરા; પણ હૃદયના ભાવે દબાવી રાખેા નહિ. કેવળ બહારથી હાથ જોડી જય જય ખેલે પણ હૃદયમાં ભેદ રાખે। તા તે સાચા જયકાર નથી. જો હૃદયમાં ભેદ રાખી તુચ્છ કામા માટે પરમાત્માના ય માને તે એ જયકાર સાચા નથી. એ તા જયકારને બદલે ઊલટા તુચ્છકાર છે. એટલા માટે એવી ભાવના કરા કે, “ હે ! પ્રભા! હું રાગદ્વેષને દૂર કરવામાં જ તારા જયકાર માનું અને તારા કારમાં જ હું મારા જયકાર માનું. ” આ પ્રમાણે પરમાત્માની પ્રાર્થના કરવાથી કલ્યાણું જ ચશે.
અનાથી મુનિના અધિકાર—–૪૫
આ જ વાત અનાથી મુનિ રાજાને કહે છે કે, “ હે! રાજન! કેટલાક કાયર સાધુ સાધુપણાને વેશ તા ધારણ કરે છે; અને કેશનેા લચ પણ કરે છે, પણ તે બહાર કાંઈ ખીજું બતાવે છે અને અંદર કાંઈ બીજો ભેદ રાખે છે. અને તે કારણે તે અનાથના અનાથ જ રહે છે. સાધુપણું લેવાને કારણે તેમના સ'સારસંબધ સંસારી જેવા રહેતા નથી અને સાધુપણાનું પણ બરાબર પાલન થતું નથી; એ કારણે તેની સ્થિતિ કઢંગી બની જાય છે.''
તમે સાધુતાના પૂજારી છેા. કેવળ વેશ કે વિદ્વતાના પૂજારી નથી. કાશીના પડિત બહુ ભણેલા પણ હેાય છે પણ શુ' તેમને સાધુ માની તેમને વંદના કરી છે ? તેમને વંદના તમે એટલા માટે કરતા નથી કે તમે કેવળ પિડતાઈના પૂજારી નથી; પણ સાધુતાના જ પૂજારી છે. કહેવત છે કેઃ—
(6
ભૈષપૂજા તે મત ક્રૂજા ! ઝ
ભગવાન મહાવીરને સિદ્ધાન્ત કેવળ વેશપૂજા કરવાને નથી. ગુણની જ પૂજા કરવાના છે. એટલા માટે ગુણને જોઈ તે તેની પૂજા કરવી. જે કાઈ સાધુમાં સાધુતાના ગુણ નથી પણ કેવળ વેશ છે તે તેને ન માનવા.