________________
વદી ૯ ] રાજ કેટ–ચાતુર્માસ
[૩૨૩ ચાલતી નથી, મેરુપર્વત કંપતું નથી અને સૂર્ય અંધકાર આપતી નથી; છતાં કદાચ દેવવશાત એ બધું થવા લાગે તો પણ હું મારા શીલવતનો ત્યાગ કરી શકું નહિ.”
એકાંગી મગ અગમ ગમન કર, વિલમ્ છિન છિન છાંહિ.”
“હું એકાન્તરૂપે શીલનું પાલન કરનારો છું. બીજા લેકે શું કરે છે તે હું જેવા ચાહતો નથી. હું તો તેમનો દાસ છું કે જેઓ ભૂતકાળમાં શીલને પાળનારા હતા, વર્ત. માનમાં જેઓ શીલ પાળે છે, અને ભવિષ્યમાં જેઓ શીલ પાળશે. એટલા માટે હું કોઈ પણ રીતે શીલને ત્યાગ કરી શકું એમ નથી. મારે જે કાંઈ કહેવાનું છે તે મેં સંક્ષેપમાં કહી દીધું છે. હવે વધારે હું કાંઈપણ કહેવા ચાહત નથી.”
સુદર્શનના આ કથનમાં શીલવ્રતને પાળવાને દઢ સંકલ્પ છે. એ દઢ સંકલ્પમાં પરમાત્મિક બળ આવી જાય છે.
તમે લોકો પણ સુદર્શનને આદર્શ દષ્ટિસમક્ષ રાખી દઢ સંકલ્પપૂર્વક શીલવતનું પાલન કરે છે તેમાં તમારું કલ્યાણ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદી ૯ બુધવાર
પ્રાર્થના શ્રી મુનિસુવ્રત સાહબા, દીનદયાલ દેવા તણું દેવ કે; તરણ તારણ પ્રભુ તુમ ભણી, ઉજજવલ ચિત્ત સમરું નિત્યમેવ કે,
શ્રી મુનિસુવ્રત સાહબા. ૧ મુનિસુવ્રત ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થના શા માટે કરવામાં આવે છે એ વાત હું વારંવાર સમજાવું છું પણ આજની પ્રાર્થને વિષે થોડો વિશેષ વિચાર કરવાને છે.
પરમાત્મા પ્રત્યે એવી પ્રાર્થના કરવામાં આવે છે કે, “હે પ્રભો ! આપ દીનદયાળ છો, આપ દેવાધિદેવ છે એટલા માટે હું ઉજજવલ ચિત્ત આપના શરણે આવી, આપની પાસે એક આશા પૂરી કરવા માટે આપની પ્રાર્થના કરું છું. આપ તે આશા નષ્ટ કરી ચૂક્યા છે અને તેથી આપે જે આશા નષ્ટ કરી છે તે આશા આપની દ્વારા પૂરી કરાવવા ચાહત નથી પણ જે આશા સંસારમાં આપના સિવાય બીજું કઈ પૂરી કરી શકે એમ નથી તે આશા હું પૂરી કરવા ચાહું છું. આત્માનું સ્વરૂપ હું સમજું એ મારી આશા છે. આત્માનું સ્વરૂપ સમજવા માટે હું અનેક સ્થળે ભટક્યો, પણ મારા હૃદયને કયાંય સંતોષ થયે નહિ-મારા હૃદયની શંકાનું ક્યાંય સમાધાન થયું નહિ. હે પ્રભો ! મારા ચિત્તનું સમાધાન થયા વિના કઈ ક્રિયા પણ બરાબર થઈ શકતી નથી. જ્યાં સુધી ચિત્તમાં