________________
૧૪૨ ]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ માટીમાંથી ઘડાં બનાવવાં એ લક્ષ્યાર્થ સિદ્ધ થયો કહેવાય છે, તેમ આત્મામાંથી પરમાત્મા બનવું એ લક્ષ્યાર્થ સિદ્ધ થયો કહેવાય છે. અત્યારે આપણે વાચ્યાર્થમાં જ છીએ, આપણે લક્ષ્યાર્થ પરમાત્મા બનવાને છે. આત્મામાં પરમાત્મા બનવાનો લક્ષ્યાર્થ સિદ્ધ કરવાની શક્તિ છે એમ જ્ઞાનીઓ કહે છે, માટે આત્માએ પિતાને લક્ષ્યાર્થ ભૂલવો ન જોઈએ ! જે આત્મ પિતાનો લક્ષ્યાર્થ ભૂલી જાય છે તે વિચારવાનું કહેવાતું નથી. જે પ્રમાણે કોઈ કુંભાર પિતાના હાથમાં માટીને પિંડ લઈ, સોની હાથમાં સેનું લઈ અને સ્ત્રી પોતાના હાથમાં રોટલીને કણ લઈ નિષ્ક્રિય બેસી રહે અને ક્રમશઃ ઘડે, આભૂષણ કે જેટલી બનાવે નહિ તે તે બધાં મૂર્ધની કટીમાં ગણાશે. જ્યારે માટીમાં ઘડો બનવાની, સેનામાં ઘરેણાં બનવાની અને રોટલીના કણમાં રોટલી બનવાની શક્તિ છે છતાં પોતાના લક્ષ્યાર્થીને ભૂલી જઈ જે ઘડે, આભૂષણ કે રોટલી બનાવવામાં ન આવે તે તે તેઓ ઉપાલંભને પાત્ર ગણાય છે. તે જ પ્રમાણે જે આત્મા પરમાત્મા બનવાને પિતાને લક્ષ્યાર્થ ભૂલી જાય તે તે વિચારવાન નહિ પણ મૂર્ખ જ ગણાય છે.
તમે લોકો વ્યવહારનાં કામોમાં તે વાચ્યાર્થ અને લક્ષ્યાર્થીને કદાચ જ ભૂલી જાઓ છો પણ આત્માનો લક્ષ્યાર્થ ભૂલી રહ્યા છો એ કારણે આત્માને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે એ જોતા નથી. જ્ઞાનીઓનું કહેવું છે કે આપણા આત્મામાં પણ પરમાત્મા બનવાની શક્તિ છે માટે પરમાત્મા બનાવાને આપણે લક્ષ્યાથું ભૂલી જ ન જોઈએ. જે આવરણોને દૂર કરી પરમાત્મા સિદ્ધ થયા છે તે આવરણોને દૂર કરી આપણે પણ લક્ષ્યાર્થ સિદ્ધ કરી શકીએ છીએ. જે આવરણને તેમણે દૂર કર્યા છે તે જ આવરણને દૂર કરી આપણે આત્મા પણ પરમાત્મા બની શકે છે માટે જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોને કારણે આપણી પરમાત્માની શક્તિ દબાઈ ગઈ છે તે આઠ કર્મોનાં આવરણોને દૂર કરી પરમાત્માની શક્તિ પિતાના આત્મામાં પણ પ્રગટાવવી જોઈએ. જે આવરણોને દૂર કરી પરમાત્મા સિદ્ધ થયા છે–પરમાત્મપદને પ્રાપ્ત કર્યું છે એ આવરણોને દૂર કરવા માટે તેમના આદર્શ કાર્યદ્વારા આપણને સહાયતા મળે તે માટે પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે છે. અનાથી મુનિને અધિકાર–૧૫
આ જ વાતને શાસ્ત્રધારા વધારે સ્પષ્ટ કરું છું. અહીં રાજા શ્રેણિક પણ વાચાર્ય પ્રમાણે લાર્ય જોઈ રહ્યો છે. તે જુએ છે કે, આ મુનિ જેવા છે, તે જ તેમને લદ્યાર્થ છે. મુનિનો લક્ષ્યાર્થ જોઈ રાજા પોતે પણ મુનિના લક્ષ્યાર્થનું ધ્યાન કરી રહ્યો છે. અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે, જેમનું ધ્યાન ધરવામાં આવે છે, ધ્યાન કરનાર પિતે પણ તેના જે જ બની જાય છે. આ પ્રમાણે રાજા શ્રેણિક પણ મુનિના લક્ષ્યાર્થીનું ધ્યાન ધરતાં પતે પણ તેમના જેવો બની રહ્યા છે. મુનિને જોઈ તે કહે છે કે –
अहो वण्णो अहो ख्वं, अहो अज्जस्स सोमया। ઘણો વન મહો કુત્તી, દો મને કરાયા છે. तस्स पाए उ वन्दित्ता, काऊण य पयाहिणं । नाइदूरमणासने, पंजली पडिपुच्छइ