________________
[ ૧૪૩
શુદી ૬].
રાજકેટ–ચાતુર્માસ રાજા વિચારે છે કે, આ આર્ય મુનિનું રૂપ-વર્ણ વગેરે આશ્ચર્યજનક છે. તેમની સમ્યતા પણ આશ્ચર્યજનક છે. સંસારના સમસ્ત શીતલતા આપનાર પદાર્થો તેમની સેમ્યતા આગળ તુચ્છ છે. ચન્દ્ર સિમ્ય માનવામાં આવે છે પણ તેની સામ્યતા પણ આ આર્ય મુનિની સૈમ્યતા આગળ તે તુચ્છ છે. - સામાન્ય રીતે જેવી વસ્તુ પિતાને લાગે છે, કે તેને તેવી કહે છે, પણ કેવળ મોહ કે ભ્રમને કારણે વસ્તુને વધારે મહત્ત્વ આપવું એ વાત જુદી છે અને વાસ્તવમાં વધુ સારી હોય અને તેને મહત્ત્વ આપવું એ વાત જુદી છે. આ પ્રમાણે વસ્તુનું મૂલ્યાંકન કરવામાં પણ અંતર પડી જાય છે. જેમકે કવિઓ સ્ત્રીઓના મુખ આગળ ચન્દ્રને પણ તુછ બનાવી દે છે. અને સ્ત્રીઓના મુખની ઉપમા દેવા માટે ચંદ્રને અયોગ્ય માને છે એટલું જ નહિ, પણ કેટલાક કવિઓ તે ત્યાં સુધી કહે છે કે, સ્ત્રીઓના ઉજજવલ મુખની આગળ એ કલંક્તિ ચંદ્ર ઉભે જ કેમ રહી શકે? એટલા જ માટે ચંદ્ર દિવસે છુપાઈ રહે છે અને રાત્રે ઊગે છે. આ પ્રમાણે સ્ત્રીઓના મુખને ચંદ્રથી પણ વધારે ઉજજવલ માને છે પણ એ તેમની મોહાંધતા જ છે. મહાધતાને વશ થઈ કોઈ વસ્તુનું મહત્વ વધારી દેવું એ વાત જુદી છે અને વસ્તુનું વાસ્તવિક મૂલ્યાંકન કરવું એ પણ જુદી વાત છે.
રાજા તે મુનિની સૌમ્યતા વિષે જે કાંઈ કહી રહ્યા છે તે વાસ્તવિકતા જોઈને કહી રહ્યા છે કે, “ચન્દ્રનાં કિરણો અને તેની સામ્યતા વડે કમલિની વિકસિત થઈ શકે અને બીજી વનસ્પતિઓને પણ રસ મળી શકે; પણ ચંદ્રનાં કિરણે કે તેની સામ્યતા વડે આત્મા વિકસિત થઈ શકતું નથી, તેમ આત્મામાં રસ પેદા થઈ શકતું નથી. પણ એ આર્ય મુનિની સામ્યતા તે આત્માને વિકાસ કરનારી હતી. આત્મા ભલે ગમે તેવા ક્રોધ, માન, માયા કે લેભથી યુક્ત હેય પણ આર્ય મુનિનું સામ્ય મુખ જોતાં જ તેને આત્મા શાન્ત થઈ જાય છે. કેધી માણસ ક્રોધાદિથી ગમે તેટલે સંતપ્ત હોય પણ મુનિના સિમ્ય મુખ ઉપર ટપકતી શીતળતાથી તેને સંતાપ શાન્ત થઈ જાય છે. મારા પિતાના હૃદયને ત્રિવિધ તાપ પણ આ આર્ય મુનિની સામ્યતા જોતાં જ શાન્ત થઈ ગયો છે, એટલા જ માટે હું તેમની સામ્યતાની પ્રશંસા કરું છું અને સંસારનાં બધાં શીતલતા આપનાર પદાર્થો પણ આ મુનિની સામ્યતા આગળ તુચ્છ છે એમ કહું છું.”
રાજા શ્રેણિક મુનિની સામ્યતાની પ્રશંસા કર્યા બાદ તેમની ક્ષમાની પ્રશંસા કરી રહ્યું છે કે, “અહા ! આ મુનિમાં કેવી ક્ષમા છે ! કદાચ કોઈ કહે કે, આ મુનિમાં ક્ષમા છે એ રાજાએ કેવી રીતે જાણ્યું? તે આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, જેમ ભૂલને ન દેખવા છતાં વૃક્ષને જેવાથી મૂળનું અનુમાન થઈ શકે છે, તે જ પ્રમાણે મુનિના મુખ ઉપરની સામ્યતા જોઈ રાજાએ અનુમાનથી જાણી લીધું કે, આ મુનિમાં કે આશ્ચર્યજનક ક્ષમાભાવ છે? રાજા પણ વિચક્ષણ હતું એટલે મુનિના મુખ ઉપર ટપક્તી શાન્તિ ઉપરથી એ કળી ગયો કે, આ મુનિમાં ક્ષમાભાવ છે.
ક્ષમા એટલે શું? એ વિષે અત્રે વિચાર કરવો પણ પ્રાસંગિક છે. આજે લોકો કાયરતાને ક્ષમાનું રૂપ આપે છે, પણ એ તેમની ભૂલ છે. ક્ષમાનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ એક ઉદાહરણદ્વારા સમજાવું છું.