________________
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ અષાડ વદી ૪ બુધવાર
પ્રાર્થના મહિલ જિન બાલ બ્રહ્મચારી, “કુંભ” પિતા પરભાવતિ' મિયા તિનકી કુમારી, મલિલ જિન બાલ બ્રહાચારી છે. ટેક
| મલિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
જે આ પ્રાર્થના વિષે કોઈ મહાવક્તા વ્યાખ્યાન આપે તે ઘણું લોકોની ઊલટી માન્યતા દૂર થઈ જાય અને આ પ્રાર્થનાની પાછળ રહેલા સિદ્ધાન્તનું રહસ્ય પણ સમજી શકાય એ મારે ખ્યાલ છે. મારે શાસ્ત્રને ઉપદેશ આપવાનું છે એટલે આ વિષે વિશેષ વિચાર ન કરતાં કેવળ એટલું જ કહીશ કે, ભકિત અને પ્રાર્થનાના માર્ગમાં પુરૂષોએ અહંકારને ભૂલી જવો જોઈએ. અહંકારને ભૂલી જવાથી જ ભક્તિના માર્ગે જઈ શકાય છે. “અમે પુરુષ છીએ' એ અભિમાનને ભૂલી જઈ સ્ત્રી કે પુરુષ જે મહાત્માઓ થઈ ગયા છે તેમની બધાની ભક્તિમાં તલ્લીન થઈ જવું જોઈએ. ઘણા પુરુષ સ્ત્રીઓને તુચ્છ ગણે છે અને પિતાને મહાન માની અભિમાન કરે છે પણ એ તેમની ભૂલ છે.
જ્યારે મોટામાં મોટું તીર્થકરનું પદ પણ સ્ત્રીઓ પ્રાપ્ત કરી શકે છે તે પછી સ્ત્રીઓને તુચ્છ કેમ કહી શકાય ? માટે પુરુષોએ અભિમાનને છોડી સ્ત્રીઓના ગુણવિકાસ ઉપર પણ વિચાર કરવો જોઈએ. અનાથી મુનિનો અધિકાર
હવે છે, ભગવાન મલિનાથને નમસ્કાર કરી વીસમા અધ્યયનની વાત કહું છું. કાલે મહાન અને નિગ્રન્થ શબ્દોના અર્થ વિષે વિચાર કર્યો હતો. આ દ્વાદશાંગી વાણીને સાંભળવાથી શું લાભ થાય છે એ સમજાવવા માટે પૂર્વાચાર્યોએ ઘણે પ્રયત્ન કર્યો છે. તેમણે શાસ્ત્રની સમજણ અને ઓળખાણ માટે અનુબધુ ચતુષ્ટયની ચાવી બતાવેલ છે. હવે એ અનુબન્ધ ચતુષ્ટય આ વીસમા અધ્યયનમાં કેવી રીતે ઘટે છે એ અત્રે જોવાનું છે, આ અધ્યયનમાં વિષય, પ્રજન, અધિકારી અને સમ્બન્ધની સંજના કેવી રીતે કરવામાં આવી છે એ વિષે પણ અત્રે વિચાર કરવાનો છે.
આ “મહાનિર્ગથીય અધ્યયનને વિષય શું છે, એ તે એના નામથી જ પ્રકટ છે. આ અધ્યયનના નામ પ્રમાણે મહાન નિર્ચન્ય વિષે ચર્ચા કરવામાં આવશે એ સ્પષ્ટ છે. આ અધ્યયનની પ્રથમ ગાથામાં એ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, “હું ધર્મરૂપ અર્થમાં ગતિ કરાવનાર તત્વની શિક્ષા આપું છું.” આ ઉપરથી આ અધ્યયનમાં સાંસારિક વાત વિષે નહિ પણ ધાર્મિક તો વિષે ચર્ચા કરવામાં આવશે એ સ્પષ્ટ જણાય છે.
આ ધાર્મિક તની ચર્ચાથી સંસારને શું લાભ પહોંચશે, એ પણ વિચારવા જેવું છે. કારણ કે સંસારમાં મલિન વિચારોનું વાતાવરણ ફેલાઈ જવાને કારણે ધાર્મિક