SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ વરી ૯] રાજકેટ–ચાતુર્માસ [ ૬૧૫ તે ધનલાલુપી માણસ ઝવેરાત વગેરે ધન લેવા તૈયાર થયો ત્યારે તે તપોધની મહાત્મા તેને કહેવા લાગ્યા કે, શું તું આ ધન લઈ હવે અમર બની જઈશ? જ્યારે આ ધન આ માણસની પાસે હતું ત્યારે તે તારી દાનત બગડી. હવે તારી પાસે આ ધન છે તે બીજાની દાનત બગડશે. માટે તું ધન પ્રત્યેની મમતા આટલી કેમ રાખે છે? તપોધનીના ઉપદેશથી તેના મનમાં અસર થઈ અને તેણે પણ ધન ઉપરની મમતા ઉતારી નાંખી. હવે કોઈ પ્રકારને ઝઘડે રહી શકે?' ઝઘડો તે ત્યાંસુધી જ હતો કે જ્યાં સુધી ધનને લેવા-દેવાની ખેંચાતાણી હતી. આ પ્રમાણે સંસારનાં પદાર્થરૂપી ધન કરતાં તપોધન ચડીયાતું છે. તપેધન શ્રેષ્ઠ ધન છે એ વાત તો ઠીક, પણ તપ શું છે એ અત્રે જોવાનું છે. અનશન પણ એક તપ છે પરંતુ કેવળ અનશન જ તપ નથી છતાં અનશન તપનું મહત્ત્વ કાંઈ ઓછું નથી. મહાભારતમાં પણ કહ્યું છે કે –તપ ર અનરાના7 vજ અર્થાત -અનશનકાંઈ ન ખાવું-જેવું બીજું તપ નથી. પણ અનશન તપમાં જ તપની સમાપ્તિ થતી નથી. ભગવાને બાર પ્રકારનાં તપ વર્ણવ્યાં છે. તેમાં પહેલું તપ અનશન તપ છે. બીજું ઊણોદરી તપ છે. ત્રીજું ભિક્ષાચરી (વૃત્તિસંક્ષેપ) તપ છે. ચોથું રસપરિત્યાગ તપ છે. પાંચમું કાયાકલેશ અને છ પ્રતિસંલીનતા તપ છે. આ છ પ્રકારનાં બાહ્ય તપ છે. સાતમું પ્રાયશ્ચિત્ત, આઠમું વિનય, નવમું વૈયાવૃત્ય, દશમું સ્વાધ્યાય, અગ્યારમું ધ્યાન અને બારમું કાયોત્સર્ગ આ છ પ્રકારનાં આભ્યન્તર તપ છે. જીવનમાં તપની બહુ આવશ્યકતા છે. તપ વિના એક શ્વાસ પણ સુખપૂર્વક લઈ શકાતું નથી. પહેલા અનશન તપની વ્યાપતા તે એવી છે કે, અમેરિકાના લોકો પણ એ તપ વિષે એમ કહેવા લાગ્યા છે કે, બધી દવાઓમાં શ્રેષ્ઠ દવા અનશન છે. જે રોગોને મટાડવા માટે મોટા મોટા દીકભરેએ પણ હાથ ધોઈ નાંખ્યા હતા એવા મહાન રોગો પણ ઉપવાસ દ્વારા મટાડવામાં આવેલ છે. અનશનના વિષે મારે પણ સ્વાનુભવ છે કે, ઉપવાસ દ્વારા રોગ મટી જાય છે. જેમને આ વાત વિષે અનુભવ નથી તેઓ તે કદાચ આ વાત બની ન શકે કે ઉપવાસધારા આટલે લાભ થાય છે પણ જેમને અનુભવે છે તેઓ તે ઉપવાસઠાસ લાભ થાય છે એ વાતને તો અવશ્ય માનશે. ગીતામાં કહ્યું છે કે -- विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः ।। रसघजे रसोऽप्यस्य परं दष्टवा निवर्तते ॥ 'લેકમાન્ય તિલક વિદ્વાન હતા. પણ વિદ્વતા જુદી વસ્તુ છે અને અનુભવ પણ જુદી વસ્તુ છે. એટલા માટે તેમણે ગીતાના આ લેકનો અર્થ એવો લખ્યો છે કે ઉપવાસથી વિષય તે છૂટી જાય છે પણ તેની વાસના છૂટી જતી નથી. એટલા માટે ઉપવાસ કરવો એ એક રીતે આત્માને ઘાત કરવા બરાબર છે. લેકમાન્યના આ અર્થ ઉપરથી એ વાત પ્રગટ થાય છે કે, તેમને ઉપવાસ વિષે અનુભવ નહિ હોય અને તેમણે કોઈ દિવસ એકાદશીને પણ ઉપવાસ કર્યો હોય કે ન પણ કર્યો હોય ! આથી વિરુદ્ધ ગાંધીજી ઉપવાસના અનુભવી છે. તેમણે એકવીશ એકવીસ દિવસના ઉપવાસ કર્યો છે અને બીજા થોડા થોડા ઉપવાસો પણ આત્મશુદ્ધિ કે અન્ય કારણોને અંગે કર્યા છે. એટલા માટે તેઓ ઉપવાસના અનુભવી હોવાને કારણે તેમણે ગીતાના આ શ્લોકનો અર્થ એવો કર્યો છે કે, શરીરની બાહ્ય શુદ્ધિને માટે ઉપવાસ ઘણો સારો ઉપાય છે. જે પ્રમાણે જંગલી ઘોડાઓને
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy