________________
૬૧૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો પણ વધારે ભૂલ કરે છે. કારણ કે તે પુદ્ગલેને સ્વભાવ જાણવા છતાં પણ પુસ્લના પ્રલોભનમાં પડે છે. જે આત્મા પરમાત્માની ભક્તિમાં રહે, તે શું તેનું ભરણપોષણ નહિ થાય ? તેનું ભરણપોષણ તો અવશ્ય થઈ શકે અને તે પણ સારી રીતે. પણ પિતાની કાયરતાને કારણે પિતે એમ સમજી રહ્યો છે કે મારું ભરણપોષણું થઈ નહિ શકે. જેનામાં આ પ્રકારની કાયરતા નહિ હોય પણ વીરતા હશે તે જ પરમાત્માની ભક્તિ કરી શકે છે અને પરમાત્માને પિતાનું સર્વસ્વ સમર્પણ કરી શકે છે. જ્યારે દશ રૂપિયાને પગારદાર સિપાઈ પણ રાજાની રક્ષા માટે પોતાના પ્રાણને પણ ભેગ આપી શકે છે તે પછી શું પરમાત્માની ભક્તિ કરનાર અને પરમાત્માને પિતાનું સર્વસ્વ સમર્પણ કરનાર પુદ્ગલેના પ્રલેશનને પણ ભોગ આપી નહિ શકે? પણ કાયરતા અને તૃષ્ણએ તમારી સ્થિતિને કઢંગી બનાવી દીધી છે. જે કાયરતા. દૂર કરી અને તૃષ્ણાને છતી પરમાત્માની ભક્તિ કરે તો આત્માનું કલ્યાણ અવશ્ય થાય. અનાથી મુનિનો અધિકાર–૬૮
રાજા શ્રેણિકને ઉપદેશ આપનાર મુનિ કેવા હતા એ વિષે કાલે થોડું વર્ણન કરવામાં આવ્યું છે. અમે અનાથી મુનિનું વર્ણન કરીએ, પણ જે ગુણને કારણે અમે અનાથી મુનિનું વર્ણન કરીએ છીએ તે ગુણેને અમે અપનાવીએ નહિ, તે અમારું એ ગુણવર્ણન કેવળ ચારણ ભાટ જેવું પ્રશંસાત્મક જ બની જશે. વીર લેકે જ્યારે લડાઈ કરવા માટે બહાર નીકળે છે ત્યારે તેમને શત્સાહિત કરવા માટે ચારણભાટ શૌર્યગીત ગાઈને તેમની પ્રશંસા કરે છે. ચારણ-ભાટ કેવળ વીરતાની પ્રશંસા જ કરે છે, પણ લડાઈ તે તે વીરલેકે જ કરે છે. વીરતાની પ્રશંસા સાંભળી વીર લેકેને જ જોશ આવે છે, કાયર લેકેને જોશ પણ આવતો નથી. આ જ પ્રમાણે અમે મહાત્માઓના તે ગુણેનું વર્ણન કરીએ પણ તેમનાં ગુણોને જીવનમાં ન ઉતારીએ તે એ ચારણ-ભાટેની માફક વરિની પ્રશંસા કરવા જેવું ગણાય. એટલા માટે અમારે તેમના ગુણને પણ જીવનમાં ઉતારવાં જોઈએ.
તે અનાથી મુનિ ઉગ્ર અને તપોધની હતા. તમારી દષ્ટિએ તપ મેટું છે કે સંસારની ધનસંપત્તિ મટી છે ? તમે તપને જ મેટું માને છો એ તમારા સંસ્કારને જ પ્રતાપ છે. વાસ્તવમાં તપનું ધન જ સાચું ધન છે. માને કે એક ધનીક માણસ લાખ રૂપિયાનું ઝવેરાત લઈ જતે હતા. રસ્તામાં તેને બે માણસો મળ્યા. તે બેમાં એક માણસ સંસારના ધનને જ મોટું માનતે હતો અને બીજે તપોધનને મોટું માનતા હતા. જે સંસારના ધનને જ મોટું માનતા હતા તેણે વિચાર્યું કે, પાપ કર્યા વિના તે ધન આવતું નથી. પહેલા માણસની પાસે આટલું બધું ધન છે તે તલવાર કે છરીના એક ઘાથી જ તે ધન મારું કરી શકુ એમ છું, તો આ અવસર શા માટે ગુમાવું? આ પ્રમાણે વિચાર કરી તે માણસ જેની પાસે ધન હતું તેને મારી નાંખવા માટે તૈયાર થયો. આ જોઈ તપોધની માણસે ધનવાન માણસને કહ્યું કે, આ સંસારના ધનની સંગતિનું જ પરિણામ છે, કે તેની દાનત બગડી છે અને તને મારવાને માટે પણ તે ધનલાલુપી તૈયાર થયો છે. એટલા માટે જે ધને આ માણસની દાનત બગાડી છે એ ધનને જ ત્યાગ કેમ કરી દેતું નથી ? તપોધનીના ઉપદેશથી તે ધનિક માણસ સમજી ગયો અને પોતાની પાસેનું બધું ઝવેરાત વગેરે તે મારવા આવનાર ધનલેલુપીની સામે મૂકી દીધું.