________________
વદ ૪]
રાજકેટ–ચાતુર્માસ
[ ૨૯
હેય એમ નથી પણ જે રાજ્યની મર્યાદાનું પાલન કરે છે અને રાજ્યની સુવ્યવસ્થા કરે છે તે જ સાચે રાજા છે. ક્ષેમના અર્થ કશળ થાય છે. જે પ્રજનું કુશળ મંગળ ૨ છે અર્થાત પ્રજા સુખી રહે એ પ્રકારને રાજ્યમાં સુધારો કરે છે તે રાજા ક્ષેમંકર છે. દધિવાહન રાજા જે ક્ષેમંકર-પ્રજાનું કુશળ કરનારે-હતો તેવો જ તે ક્ષેમંધર–અર્થાત રાજ્યની મર્યાદા જે પ્રજામાં કુશળમંગળ કરનારી હતી, તે મર્યાદાનું પિતે પાલન પણ કરનારો-હો.
દાધવાહન રાજા, રાજાના સર્વે ગુણોથી સંપન્ન હતું. તેને અભયા નામની પટરાણી હતી. અભયા રૂપસાંદર્યમાં અપ્સરા સમાન હતી. રાજ્ય તેને સ્ત્રીઓમાં રત્નની સમાન માનતા હતા. આ અસરા જેવી અભયા રાણું કે જેમના ઉપર રાજા બહુ મુગ્ધ હતા તે જ રાણી સુદર્શનના શીલની કસોટીરૂપ બની હતી. જે રાણીના રૂપસાંદર્યની પાછળ રાજા ગુલામ બન્યો હતો તે રાણીના રૂપસંદર્યને જે વશ ન થયો તે સુદર્શન શેઠ કે શીલવાન હશે એ પણ વિચારવા જેવી વાત છે.
નાટકમાં પુરુષ સ્ત્રીઓનો વેશ ધારણ કરે છે અને સ્ત્રીની માફક કૃત્રિમ હાવભાવ બતાવવાની શિક્ષા લે છે. આ કરવામાં તેઓ બહુ અંશે પિતાનું પુરુષત્વ પણ ગુમાવી દે છે. તમે લોકો સ્ત્રીને વેશ ધારણ કરેલ પુરુષને હાવભાવ નાટકમાં જઈ પ્રસન્ન થાઓ છે પણ જે પિતે પોતાનું પુરુષત્વ પણ ગુમાવી બેઠા છે તેઓ શું તમારા હૃદયમાં કોઈ સારો ભાવ પેદા કરી શકે ખરા?
આજકાલ નાટકને રોગ લોકેની પાછળ ભૂતની માફક વળગે છે. ઘરમાં ભલે એક દિવસનું ખાવાનું ન હોય તે પણ નાટક-સિનેમામાં બે રૂપિયા સુધી ખર્ચ કરી નાખવા લોકે તૈયાર થઈ જાય છે પણ રૂપિયા ખરચવા છતાં નાટક-સિનેમા જોવાથી કેટલી હાનિ થાય છે તેને પણ જરા વિચાર કરી જુઓ! - જ્યારે લોકો નકલી સ્ત્રી ઉપર મોહિત થઈ જાય છે ત્યારે અભયા રાણી નકલી સ્ત્રી તે હતી નહિ તેમ છતાં તે પિતાના અનુપમ રૂપાંદર્યથી સુદર્શનને શીલવતથી ચલિત કરવા સમર્થ થઈ શકી નહિ. તે પછી તમે લોકો નકલી સ્ત્રી ઉપર કેમ મુગ્ધ થઈ જાએ છે?
હું અહમદનગરમાં હતા ત્યારે એક નાટકમંડળી ત્યાં આવી હતી. ત્યાંના લોકો મારી પાસે આવી મને કહેતા કે, અહીં નાટકમંડળી આવી છે તે બહુ જ સુંદર નાટક ભજવે છે. આ પ્રમાણે લોકોએ નાટકમંડળીની બહુ પ્રશંસા કરી. મેં તે તે વખતે એ લકોને એ જ કહ્યું કે, ઠીક છે. એ વિષે કોઈ દિવસ વિચાર જણાવીશ. યથાસમયે હે . જંગલ ગયો હતો. ત્યાં નાટક કરનારાઓ પણ ફરવા માટે આવ્યા હતા. મેં તેમની ચેષ્ટા જોઈ અને વાતચીત સાંભળી. તેમની ચેષ્ટા અને વાતચીત એટલી બધી ગંદી અને બેહૂદી હતી કે, એ વિષે કાંઈ કહી શકાય એમ નથી. મને તે વખતે લાગ્યું કે, આ લોકો સીતા-રામ કે હરિશ્ચંદ્ર-તારાનું નાટક બતાવે છે પણ શું તેમના ખરાબ વિચારોની અસર લોકો ઉપર પડતી નહિ હોય !
કોઈ કહે કે, અમારે તે તેમના ગુણ જેવા છે, એ નકલી નાટકીયાઓ સાથે અમારે શે સંબંધ? તે આ પ્રશ્નને ઉત્તર એ છે કે, જે તમારે ગુણ જ જેવા છે, તેમનું આચરણુ જેવું નથી તે પછી નાટકમાં સાધુ બનેલાને સાધુ કેમ માનતા નથી? તમે કહેશો