________________
૨૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[ અષાડ
એક દિવસ માટી શેઠાણી શેઠના નામની માળા જપતી હતી, એટલામાં શેઠ બહારથી ચાકીને લોથપોથ થઈ ઘેર આવ્યા. તેને તરસ ખૂબ લાગી હતી, એટલે ધેર આવતાં જ મેટી શેઠાણીને પાણી લાવવાનું કહ્યું. મેટી શેઠાણીએ કહ્યું કે, “ ગામમાં આટલું બધું કર્યાં તે થાક ન લાગ્યા અને પાણીયારેથી પાણીના પ્યાલા લેવા છે એમાં થાક આવી ગયા ! પાણીયારેથી પાણી પી શકતા નથી કે મને પાણી લાવવાનું કહી મારા કામમાં ખલેલ પહોંચાડે છે ? હું પણ તમારું જ કામ અને તમારું જ નામ લઈ રહી છું એ જોતા નથી ? હું કાંઈ ખીજાનું નામ લેતી નથી ! ”
મેટી શેઠાણીના આ વનથી શેઠને સંતેાષ થાય ખરો કે? શેઠે તા શેડાણીને એ જ કહ્યું કે, તારી એ નામની માળા જપવામાં ધૂળ પડી. એ બધું વ્યર્થ છે. આ વાત નાની સ્ત્રીએ સાંભળી. તેને માલુમ પડયું કે, પતિ બહારથી થાકીને આવ્યા છે અને બહુ તરસ્યા છે, એટલે તે એક સાફ કરેલ લેટામાં ઠંડુ પાણી લાવી અને શેઠને પાણી પાયું.
આ છે સ્ત્રીઓમાં કઈ સ્ત્રી શેઠના આદરને પામી એ કહેવાની જરૂર નથી કે નાની સ્ત્રીનું કામ આદરણીય હતું. આ જ પ્રમાણે એક ભક્ત મેાટી સ્ત્રીની જેમ પ્રગટ રૂપે પરમાત્માનું નામ જપે છે અને નિયમેાનું પાલન કરતા નથી, જ્યારે ખીજો ભક્ત નાની સ્ત્રીની જેમ પ્રગટરૂપે પરમાત્માનું નામ જપતા નથી પણ નિયમેાનું પાલન કરે છે. કેટલાક લેાકો પરમાત્માનું નામ તા લે છે પણ તે એટલા માટે કેઃ—
રામ નામ જપના, પરાયા માલ અપના !
રામનું નામ ખીજાના માલને હજમ કરવા માટે જપે છે. આ પ્રમાણે પરમાત્માના નામની માળા લોકોને ઠગવા માટે જપવી એ ઢાંગ જ છે. નામ લેવાનું મહત્ત્વ નિયમના પાલનમાં રહેલું છે. કહેવાના આશય એ છે કે, શુદ્ધ મનથી નિયમાનુ` પાલન કરવામાં આવે તે એ ભગવાનનું ભજન જ છે. તમે પણ ભગવદ્ભક્તિની નાકામાં બેસી જાઓ અને ભવસાગરની પાર જાએ. ભગવદ્ભક્તિના ર'ગથી હૃદયને એવું રંગીલા કે જે પાછે ઉતરી જ ન શકે.
ઐસા રંગ મના લેા, દાગ ન લાગે તેરે મનકા । મનને સ્વચ્છ રાખે। અને ભક્તિના રંગ ચડાવા તે તેમાં કલ્યાણુ જ છે. સુદર્શન—ચરિત્ર
સાચા ભક્ત કવા હાય છે એ વાત ચરિત્રદ્રારા સમજાવું છું. કાલે કહ્યું હતું કે, સુદર્શોનને જે ધન્યવાદ આપવામાં આવે છે તે ભક્તિના બાહ્ય ઢાંગને કારણે નિહ પણ ભક્તિના અંગનુ ખરાબર તેણે પાલન કર્યું હતું. એટલા માટે જ તેને ધન્યવાદ આપવામાં આવે છે.
જે ચંપાપુરીમાં સુદર્શનના જન્મ થયા હતા તે ચંપાપુરીના રાજા દધિવાહન હતા. સુદર્શનની કથાની સાથે જે જે વ્યક્તિઓને સંબંધ છે એ વ્યક્તિઓના પણ પરિચય આપવા આવશ્યક છે.
રાજા કેવા હેાવા જોઈએ એ માટે એમ કહેવામાં આવે છે કે, જે ક્ષેમકર અને ક્ષેમધર હાય તે જ સાચા રાજા છે. હાથીની માટી અંબાડી ઉપર બિરાજનાર્ જ રાજા