________________
મ
વદ ૦))]
રાજકેટ-ચાતુર્માસ
[૩૫૫
રાણીને મેં ઈશ્વરની સાક્ષીએ માતા તરીકે સ્વીકારેલ છે તે મારા કારણે માતાસ્વરૂપ રાણીને દુઃખ પહોંચે એ ઠીક નથી. એટલા માટે જે સંકટો માથે પડે તેને સમતાપૂર્વક સહન કરી લેવાં પણ માતાની વાત પ્રકટ કરી તેમને દંડ અપાવે એ ઠીક નથી.
“પુન્ય પા૫ જો કિયા હૈ મેંને, હૈ મેરે સાથ
મૌન રહે નહીં બેલે સેઠજી, નરપતિ સે કુછ બાત. . ધન ૭૯ છે પુણ્ય-પાપને સાધારણ વિચાર તે બધા કરી શકે છે પણ પુણ્ય-પાપને તાત્વિક વિચાર તે કેઈક જ કરે છે. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થવી એ પુણ્યનું ફલ અને અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થવી એ પાપનું ફલ માનવામાં આવે છે. આ દષ્ટિએ વિચારતાં જે શેઠ મૌન રહેશે અને રાજા તેને દંડ આપશે તે શું તે પાપનું ફલ માનવામાં આવશે ! શેઠ સમજી શકર્યો હતો કે, જે હું મૌન રહીશ તે રાજા તરફથી મને દંડ પણ મળશે અને મારી ઉપર કલંક ૫ણ આવશે; પણ જે હું મૌન બેસી ન રહે અને બધી સત્ય હકીકત કહી દઉં તે મારું અનિષ્ટ પણ થશે નહિ અને મારી ઉપર કલંક પણ ચડશે નહિં.
જે આ પ્રમાણે સુદર્શને પુણ્ય-પાપને ઉપલક દષ્ટિએ વિચાર કર્યો હતો તે તે મૌન ન સેવતાં બધી હકીકત રાજાને કહી દેત, પણ તાત્વિક દૃષ્ટિએ પુણ્ય-પાપને અર્થ જાણતું હતું, એટલા માટે તેણે મૌન સેવવાનું જ યોગ્ય ધાર્યું.
શાસ્ત્ર કહે છે કે, પુણ્ય-પાપને વ્યાવહારિક અર્થ જુદા હોય છે અને પુણ્ય-પાપને તાત્વિક અર્થ પણ જુદે હોય છે. શાસ્ત્રાનુસાર ગ્રન્થમાં કહ્યું છે કે –
सुहासुहभावजुत्ता, पुण्णपावं अणुहवंति खलु जीवा। અર્થાત–શુભ ભાવથી આત્મા પુણ્યવાન થાય છે અને અશુભ ભાવથી આત્મા પાપવાન થાય છે. આ કથનાનુસાર જ પુણ્ય-પાપનું ફલ જેવું ઠીક છે. શેઠે પુણ્યનું વ્યાવહારિક ફળ ન જોતાં તાત્વિક ફળ જોયું. તેમણે વિચાર કર્યો કે, મારા મનને કારણે મને જે દંડ મળશે અથવા મારી નિંદા કે અવહેલના થશે તે મારા પુણ્યને વધારનારી હશે. આ પ્રમાણે તે બીજાના કહેવાથી પુણ્ય-પાપ માનતા નથી પરંતુ પિતાના આત્માની સાક્ષીએ જ પુણ્ય-પાપ માને છે. આ પ્રમાણે પુણ્ય-પાપ વિષે પૂર્વાપર વિચાર કરી તે રાજાના કહેવા છતાં પણ મૌન જ રહ્યો; પણ મહેલની ઘટના વિષે કાંઈ બેલ્યો નહિ. તે તે એમ જ વિચારતો હતો કે મારું પુણ્ય–પાપ તો મારી સાથે જ છે, જે થવાનું હશે તે થશે.
મતલબ કે, દ્રવ્ય પુણ્ય અને ભાવ પુણ્યની વાત જુદી છે. લાખો રૂપિયાનું દાન દઈ દેવું તે સરલ પણ કહી શકાય પણ આવા સંકટના સમયે મૌન ધારણ કરી ક્ષમા રાખવી બહુ જ મુશ્કેલ છે. શું આ ઓછા પુણ્યનું કારણ છે ! સાચું પુણ્ય કે પાપ પોતાના અધ્યવસાયથી જ થાય છે, બહારનાં કામોથી થતાં નથી. આ પ્રમાણે દ્રવ્ય પુણ્ય-પાપ અને ભાવ પુણ્ય-પાપ એ બને તદ્દન જુદાં જુદાં છે.