________________
૩૫૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્ર. ભાદરવા
: -- શેઠ વિચારતો હતું કે, મૌન રહીને પુણ્ય કરું છું, તો પછી મારે કઈપણ પ્રકારના દંડથી શા માટે ડરવું જોઈએ. હું તે કોઈપણ ભોગે માતાને સંકટમાંથી બચાવવા ચાહું છું. આ જ મારી હદયગત ભાવના છે. આ ભાવનાને કારણે જે મને કોઈ પ્રકારનું દુઃખ થાય તે માટે સહેવું જોઈએ. એ દુ:ખ તે મારા માટે પુણ્ય જ છે. મારી સાથે પુણ્ય કે પાપ જ આવશે, બીજું કાંઈ નહિ આવે. એટલા માટે મારે મૌન સેવવું એ જ એગ્ય છે. " રાજા શેઠને વારંવાર પૂછતો હતો કે, વાસ્તવિક વાત શું છે તે કહે, પણ વારંવાર પૂછવા છતાં જયારે શેઠ કાંઈ ન બોલ્યો ત્યારે રાજા શેઠને કહેવા લાગ્યું કે, તમે કાંઈ વિચારતા નથી કે મારા માથે કેવી જવાબદારી છે ! એક બાજુ તે હું તમારા ઉપર વિશ્વાસ કરું છું અને બીજી બાજુ રાણી તેમારા ઉપર અભિયોગ ચલાવી રહી છે; 'આવી અવસ્થામાં જો તમે મૂંગા બેસી રહેશો તો હું ન્યાય કેવી રીતે આપી શકીશ!
અને જો હું આ વાત વિષે કાંઈ નિર્ણય આપી નહિ શકું તે લોકો એમ જ કહેશે કે, પિતાની રાણીના અભિયેગને પણ રાજા નિર્ણય આપી ન શકો, માટે વાસ્તવિક વાત શું છે તે કહે.” : બહુત પૂછને પર નહી બેલે, જબ નૃપ જાની સાચી
, આયે મહલ નિજ નાર દેખને વે સૂતી ખૂકી ખાંચી. છે ધન ૮૦ બાંહ પકડ નૃપ બેઠી કીની, બેલી ફીસ ભરાય
ધિક્ હૈ તુમારે રાજપાટ જë, લંપટ વણિક વસાય. ધન દ્રા આ પ્રમાણે રાજાએ શેઠને બહુ કહ્યું પણ માતાને દંડ મળશે એ વિચારથી શેઠ કાંઈ પણ બોલ્યો નહિ. સુદર્શનને વારંવાર પૂછવા છતાં મિન બેસી રહેલે જોઈ રાજાને મનમાં સંદેહ પેદા થયો. તે વિચારવા લાગ્યો કે, વાસ્તવિક વાત શું છે તેને પ કેવી રીતે લગાવે? આ શેઠ તે કાંઈ બેલતા નથી. મારે મહેલમાં જઈ આ વાતની તપાસ કરવી જોઈએ. ' '
આ પ્રમાણે વિચાર કરી તે મહેલમાં ગયા. ત્યાં જઈ સિપાઈઓને પૂછયું કે, “તમે શેઠને કયાંથી પકડયા? સિપાઈઓએ જવાબ આપ્યો કે, અમે શેઠને અહીંથી પકડયા. રાજાએ ફરી તેમને પૂછયું કે, શેઠ કઈ બાજુએથી અહીં આવ્યા હતા? સિપાઈઓએ કહ્યું કે, એની તે અમને ખબર નથી. અમે તેમને આવતા જોયા નથી. મહેલમાં કેવલ રાણીની પૂજની ધામધૂમ હતી. આ સિવાય બીજું અમે કાંઈ જાણતા નથી.”
સુદર્શનને પકડી સિપાઈઓ રાજાની પાસે લઈ ગયા ત્યારબાદ અભયા રાણી અને 'પંડિતા વચ્ચે ઘણી વાતચીત થઈ હતી. પંડિતાએ રાણીને કહ્યું કે, “મેં તો મારું કામ બરાબર કર્યું હતું પણ તમે તમારું કામ બરાબર બજાવી શક્યા નહિ. તમે આખરે તે વાણિયાથી હારી જ ગયા. હવે તમે સમજી ગયા ને કે તે વાણિયો કેવો પાક છે ?” અભયાએ જવાબ આપ્યો કે, “ભલે હું તેનાથી હારી ગઈ પણ તેને પકડાવી પણ કે દીધે?” પંડિતાએ કહ્યું કે, એમાં શું થયું? હું તે હોશિયાર ત્યારે જ માનું કે જ્યારે તું તેનું આ